October 19, 2024

+91 99390 80808

October 19, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૮૨૦ સામે ૮૧૬૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૩૫૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૫૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૫૦૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૬૦ સામે ૨૫૧૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૬૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૦૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં બુધવારે વેચવાલી જોવા મળી હતી.ચાઈનાના અર્થતંત્ર, ઉદ્યોગોને  ઉગારવા માટે વધુ મોટા સ્ટીમ્યુલસ પેકેજની બજારોની માંગ વચ્ચે  ચાઈનાની સરકારે આશ્વાસન આપ્યા બાદ હવે અતિ શ્રીમંતોની વિદેશોમાંથી થતી કમાણી પર વેરા બોજ વધારવામાં આવતાં અને નવા સ્ટીમ્યુલસ પગલાં વિશે અનિશ્ચિતતા ઊભી થતાં વૈશ્વિક બજારોમાં ખાસ એશીયા, યુરોપના બજારોમાં નરમાઈ જોવાઈ હતી. વિશ્વ ફરી ડિફલેશનમાં સરી પડવાના અંદાજો અને એના પરિણામે ઓપેક દ્વારા પણ વિશ્વની ક્રુડ ઓઈલની માંગનો અંદાજ ઘટાડવામાં આવતાં ક્રુડ ઓઈલના ભાવોમાં ચાર ટકાનો નવો કડાકા સાથે વૈશ્વિક  બજારોમાં પીછેહઠ જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં ફોરેન  પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) દ્વારા શેરોમાં સતત નેટ વેચવાલ રહી પણ વેચવાલી કરી હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામની બજાર પર અસર જોવાઈ હતી. મેટલ-માઈનીંગ, ઓટો શેરોમાં ફંડો વેચવાલ રહ્યા સામે કેપિટલ ગુડઝ, કન્ઝયુરમ ડયુરેબલ્સસ, રિયાલ્ટી શેરોમાં આકર્ષણ રહ્યું હતું.

સેન્સેક્સ ૩૧૮ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૫૦૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૯ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૦૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૪ પોઈન્ટના ઘટાળા સાથે ૫૨૦૪૨ પોઈન્ટના સ્તરે બંધ થયો. વૈશ્વિક બજારોમાં ચાઈનાની અનિશ્ચિતતા વચ્ચે આજે નરમાઈ રહી હતી.ચાઈનાના અર્થતંત્રને ઉગારવા લેવાઈ રહેલા સ્ટીમ્યુલસ પગલાં પર્યાપ્ત નહીં  હોવાના અને વધુ રાહતોની  માંગ વચ્ચે અનિશ્ચિતતાએ મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડો વેચવાલ બન્યા હતા. રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફરી ફંડોનું આકર્ષણ વધતું જોવાયું હતું. સેન્સેક્સ, નિફટીમાં સાવચેતીમાં તેજીનો વેપાર હળવો થયા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એચડીએફસી એએમસી,ગ્રાસીમ,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ,રિલાયન્સ,મુથૂટ ફાઈનાન્સ,હવેલ્લ્સ,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,એસબીઆઈ લાઈફ,સન ટીવી,ડીએલએફ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ટીસીએસ,કોલ્પાલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,લ્યુપીન,ઓબેરોઈ રીયાલીટી,એચસીએલ ટેકનોલોજી,કોટક મહિન્દ્રા બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૪૧ અને વધનારની સંખ્યા ૨૦૨૧ રહી હતી,  ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, સપ્ટેમ્બરનો ફુગાવો વધીને આવતા  દેશમાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા ફરી લંબાઈ ગઈ. ઓકટોબરની બેઠકમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ પોલિસી સ્ટાન્સ વિથડ્રોઅલ ઓફ એકોમોડેશનમાંથી બદલીને ન્યુટ્રલ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને પગલે ડીસેમ્બરમાં રેપો રેટમાં ઘટાડો કરાશે તેવી શકયતા જોવાઈ રહી હતી,વર્તમાન મહિનાના પ્રારંભમાં યોજાઈ ગયેલી એમપીસીની બેઠકમાં સતત દસમી વખત ૬.૫૦% રેપો રેટ જાળવી રખાયો હતો. હવામાનની પ્રતિકૂળ સ્થિતિ, ભૌગોલિકરાજકીય ઘર્ષણો તથા ક્રુડ ઓઈલના ભાવમાં ફરી જોવા મળેલા વધારાને કારણે ફુગાવા તરફી નોંધપાત્ર જોખમ રહેલું હોવાનું પણ ગવર્નરે જણાવ્યું હતું. કલાયમેટ ચેન્જને કારણે ફુગાવા કેન્દ્રીત નાણાં નીતિ તૈયાર કરવામાં વ્યાપક પડકારોનો કે ન્દ્રિય બેન્કોએ સામનો કરવાનો રહેશે. દેશમાં રિટેલ ફુગાવો ચાર ટકાના ટાર્ગેટ સ્તરે  નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં  લાંબા ગાળા માટે જોવા મળવાની અપેક્ષા છે, ૨૦૨૪ના જુલાઈ તથા ઓગસ્ટમાં ફુગાવો ટાર્ગટ સ્તર કરતા પણ નીચે જોવા મળ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં લાંબા ગાળા માટે ચાર ટકાના સ્તરે પહોંચવા પહેલા ફુગાવો વર્તમાન નાણાં વર્ષમાં સરેરાશ ૪.૫૦% રહેવા ધારણાં છે.વ્યાજ દરમાં કપાત હવે એપ્રિલ, ૨૦૨૫ સુધી લંબાઈ જાય તો નવાઈ નહીં.  

ભારતીય શેર બજારોમાં ફોરેન  પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની વેચવાલી વધુ આક્રમક બનવાની શકયતા રહેશે. જ્યારે બીજી તરફ લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીના જોરે બજાર આંચકા પચાવીની સ્થિર થવા મથી રહ્યું હોવા છતાં રોકાણકારોમાં નવી મોટી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે.જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ,ચાઈનાના સંભવિત પેકેજ અને કોર્પોરેટ પરિણામો પર નજરે આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફટી અફડા-તફડી જોવાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!