January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૯.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૨૮ સામે ૮૪૮૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૭૧૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૯૧૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૯૧૭ સામે ૨૫૯૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૮૯૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૯૪૪ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજાર અવિરત તેજી સાથે સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ પ્રથમ વખત ૮૫૦૦૦નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે,જ્યારે નિફ્ટી ૨૬૦૦૦ના ઓલટાઈમ હાઈ લેવલ બનાવ્યું હતું.એનર્જી-ઓઈલ શેરોમાં તેજી સાથે બીએસઈ ખાતે આજે વધુ ૨૫૮ શેરો નવી વાર્ષિક ટોચે પહોંચ્યા છે.સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે ખૂલ્યા બાદ ધીમી ગતિએ આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડે ૨૩૫ પોઈન્ટ ઉછળી ૮૫૧૬૩ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૧૪ પોઈન્ટ ઘટાળે ૮૪૯૧૪ પર બંધ આપ્યું હતું.નિફ્ટીએ ઈન્ટ્રા ડે ૮૩ પોઈન્ટ ઉછળી ૨૬૦૦૦નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૨૭ પોઈન્ટ ઉછાળે ૨૫૯૪૪ પર બંધ આપ્યું હતું. બેન્ક નિફ્ટીએ ૪૬ પોઈન્ટ ઘટાળે ૫૪૦૨૬ પર બંધ આપ્યું હતું.

સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે બંધ આપવામાં સફળ રહ્યા છે.ભારતીય શેરબજારમાં રેકોર્ડ રેલી બાદ દેશના ફોરેકસ રિઝર્વમાં પણ વિક્રમી સિદ્ધિ જોવા મળી છે.બીજીબાજુ ઈઝરાયલ દ્વારા લેબનોનમાં થઈ રહેલા હુમલાના લીધે વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવ વધ્યો છે.સેક્ટોરલ ઈન્ડેક્સમાં મેટલ શેરોમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ બેન્કિંગ સ્ટોક્સમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું છે. બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ વધતાં ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. મધ્ય પૂર્વમાં વધતા જિઓ-પોલિટિકલ તણાવના લીધે ક્રૂડના ભાવમાં તેજી જોવા મળી છે. જેની અસર ઈક્વિટી બજારો પર થઈ શકે છે.સોનું અને વોલેટિલિટી ઈન્ડેક્સ પણ વધ્યો છે.જો કે,ભારતીય શેરબજારો પડકારો વચ્ચે પણ મજબૂતાઈથી આગેકૂચ કરી રહ્યા છે.જે એકંદર સેન્ટિમેન્ટ તેજીનું દર્શાવે છે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,વોલ્ટાસ,સન ફાર્મા,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,અદાણી પોર્ટસ,ટોરેન્ટ ફાર્મા,ટાટા કોમ્યુનિકેશન,ડીએલએફ,જીન્દાલ સ્ટીલ,ઓબેરોઈ રીયાલીટી,ટાટા સ્ટીલ,જેએસડબ્લ્યુ સ્ટીલ,સન ટીવી,વિપ્રો,ટાટા કેમિકલ્સ  જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની ઈન્ડીગો,હેવેલ્લ્સ,કોલ્પાલ,ગ્રાસીમ,એસીસી,કોટક મહિન્દ્રા બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૫ અને વધનારની સંખ્યા ૧૯૩૨ રહી હતી,  ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી છે. દેશના જીડીપી ગ્રોથમાં સ્થિરતાને ધ્યાનમાં લેતાં મોનેટરી પોલિસીની ઑક્ટોબરમાં યોજાનારી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો થાય તેવી સંભાવના રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.એશિયા-પેસિફિક માટે નવા ઈકોનોમિક આઉટલૂકમાં,એસએન્ડપીએ નાણાકીય વર્ષ ૨૦૨૫ – ૨૬માં જીડીપી ગ્રોથ અંદાજ ૬.૯% પર જાળવી રાખ્યો છે.ભારતમાં જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ નબળો પડવાનું કારણ ઊંચા વ્યાજ દરના કારણે શહેરી માગમાં ઘટાડો હતો.નાણાકીય વર્ષ ૨૦૨૩ – ૨૪ માં જીડીપી ગ્રોથ ૮.૨% પર પહોંચ્યો હતો. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં રાજકોષીય ખાધ જીડીપીના ૪.૫% થી નીચે ઘટાડવાનો લક્ષ્યાંક મૂક્યો છે.બીજી તરફ મોંઘવારીને ૪% ના સ્તરે જાળવી રાખવી અશક્ય છે.આબોહવા પરિવર્તન સંબંધિત પડકારોના કારણે મોંઘવારી ૪.૫%ના સરેરાશ દરે રહેવાનો અંદાજ છે.અમેરિકાની અર્થવ્યવસ્થામાં સુધારાના આશાવાદ સાથે અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ૦.૫% નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેડના ડોવિશ વલણને પગલે આરબીઆઇ પણ નરમ વલણ અપનાવી વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ વધી છે.

વૈશ્વિક પ્રવાહો, જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પર ભારતીય બજારોની આગામી દિવસોમાં નજર રહેશે.ભારતીય બજારોમાં સતત વિક્રમી તેજીની દોટ મૂકતાં સેન્સેક્સે અને નિફટીએ નવો ઈતિહાસ રચ્યો છે. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં વળતર ઘટવાની સાથે ઘણા શેરોમાં તક ઝડપીને ફંડો, ખેલાડીઓએ રોકાણ હળવું કર્યાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!