September 21, 2024

+91 99390 80808

September 21, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૯.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૧૮૪ સામે ૮૩૬૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૧૮૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૫૪૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૪૮૯ સામે ૨૫૫૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૪૪૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૭૬૭ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શુક્રવારે શેરબજારમાં મેટલ,ઓટો,રિયાલ્ટી,બેન્કિંગ શેર્સમાં આકર્ષક ખરીદી સાથે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે બંધ આપવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડે ૧૫૦૯ પોઈન્ટ ઉછળી ૮૪૬૯૪ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૧૩૬૦ પોઈન્ટ ઉછાળે ૮૪૫૪૪ પર બંધ આપ્યું હતું. નિફ્ટીએ ઈન્ટ્રા ડે ૩૭૭ પોઈન્ટ ઉછળી ૨૫૭૯૮ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૨૭૮ પોઈન્ટ ઉછાળે ૨૫૭૬૭ પર બંધ આપ્યું હતું. બેન્ક નિફ્ટીએ ઈન્ટ્રા ડે ૪૬૬ પોઈન્ટ ઉછળી ૫૩૬૪૩ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૩૭૩ પોઈન્ટ ઉછાળે ૫૩૫૫૦ પર બંધ આપ્યું હતું.શેરબજારમાં ટોચના ૧૩ સેક્ટરોલ ઈન્ડાઈસિસમાંથી ૧૨ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.

નિફ્ટી એફએમસીજી, ઓટો, રિયાલ્ટી, મેટલ ઈન્ડેક્સ ૨% વધ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ સતત સાતમા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ રહ્યો છે.આઈસીઆઈસીઆઈ બેન્ક,એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કનો શેર ઉછળ્યો છે.શેરબજારમાં સાર્વત્રિક તેજી વચ્ચે બીએસઈ માર્કેટ કેપ આજે રૂ.૪૭૨ લાખ કરોડની રેકોર્ડ ટોચે નોંધાયું છે. રોકાણકારોની મૂડી આજે ૬.૧૬લાખ કરોડ વધી છે. ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતીય શેરબજાર ચીનને ક્રોસ કરી છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જેની અસર પણ શેરબજાર પર જોવા મળી છે.

બીજી તરફ ફેડ દ્વારા વ્યાજના દરો ઘટતાં વિદેશી રોકાણ વધવાની શક્યતાઓ વધી છે. નિફ્ટી ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સ MSCI EM માં ચીનને ક્રોસ કરી આગળ નીકળતાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જે ભારતને યુદ્ધના માહોલ વચ્ચે પણ રોકાણ અર્થે સુરક્ષિત દેશ તરીકે દર્શાવે છે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઈન્ડીગો,લાર્સેન,કોલ્પાલ,હવેલ્લ્સ,શ્રીરામ ફાઈનાન્સ,રિલાયન્સ,હિન્દુસ્તાન યુનીલીવર,ઈન્ફોસીસ,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,ભારતી ઐરટેલ,ટેક મહિન્દ્રા,અદાણી પોર્ટસ,બાટા ઇન્ડિયા,જીન્દાલ સ્ટીલ,જેએસડબ્લ્યુ સ્ટીલ,ડીએલએફ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની ગ્રાસીમ,એસીસી,લ્યુપીન,સિપ્લા,સન ફાર્મા,ઇપ્કા લેબ,ઓરબિંદો ફાર્મા,એક્સીસ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૨ અને વધનારની સંખ્યા ૨૪૪૨ રહી હતી,  ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરી તે ૪.૭૫થી ૫.૦૦% ની રેન્જમાં લવાયો છે. ફેડરલ રિઝર્વના નિર્ણયની ભારતમાં સ્થિર અસર જોવા મળશે કારણ કે વ્યાજ દરમાં વધારો આવશે તેવા સંકેતે જ બજાર પર અગાઉ અસર બતાવી દીધી હતી.ભારત સહિત ઊભરતી બજારોમાં વૈશ્વિક ફંડો, રોકાણકારો દ્વારા મોટાપાયે રોકાણ ધોધ વહેતો થવાની પૂરી શકયતા છે. ઊભરતી બજારોમાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત હોવાથી અને અત્યારે શ્રેષ્ઠ વળતર આપી રહેલાં ભારતમાં ફરી શેરોમાં ખરીદદાર બનેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો, એફપીઆઈ રોકાણકારો પોતાનો ફંડ પ્રવાહ ભારત તરફ વાળે એવી શકયતા વ્યક્ત કરી રહ્યા છે.ઈન્વેસ્ટમેન્ટ મથક તરીકે ભારત આશાવાદી જણાય રહયું છે.

વ્યાજ દરમાં કપાતની સ્થિતિમાં સામાન્ય રીતે  વિદેશી રોકાણકારો ઊભરતી બજારો તરફ નજર દોડાવતા હોય છે. અમેરિકન બોન્ડસ તથા અન્ય એસેટસ પર યીલ્ડસમાં ઘટાડાને કારણે વિદેશી રોકાણકારો ઊભરતી બજારો તરફ વળવા લાગે છે.વર્તમાન મહિનામાં ઊભરતી બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું સૌથી વધુ આકર્ષણ ભારતીય ઈક્વિટીસમાં રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. સપ્ટેમ્બરમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસમાં અત્યારસુધીમાં ૨.૧૯ અબજ ડોલર ઠાલવ્યા છે. ૩.૭૦ કરોડ ડોલર સાથે ઈન્ડોનેશિયા બીજા ક્રમે રહ્યું છે.વદેશી રોકાણકારોનો ભારતમાં પસંદગીના ક્ષેત્રોમાં જ ઈન્ફલોસ જોવા મળવાની ધારણાં છે,ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોનો રસ વધી શકે છે.યુએસ ફેડ પોલિસી બહાર પાડવામાં આવી છે, ત્યારે રોકાણકારો અન્ય ત્રણ કેન્દ્રીય બેંકો, એટલે કે BOJ, BOE અને ચીનના પરિણામો પર નજર રાખશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!