રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૯.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૦૭૯ સામે ૮૩૦૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૭૦૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૯૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૪૯ સામે ૨૫૪૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૩૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૩૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારો અને રોકાણકારોની નજર હાલ અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા બુધવારે રેટ કટ મામલે લેવાનારા નિર્ણય પર છે.વૈશ્વિક સ્તરે મજબૂત પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે,આ સાથે સેન્સેક્સ ૮૩૩૨૬નું રેકોર્ડ લેવલ ઐતિહાસિક ટોચ બનાવી હતી.નિફ્ટી પણ ૨૫૫૧૯ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટી પહોંચ્યો હતો. બેન્ક નિફ્ટી પણ ૫૨૯૯૯ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સક્રિય ખરીદી થતાં માર્કેટબ્રેડથ પોઝીટીવ બની હતી.બેંકિંગ-ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં આજે ફંડોની સતત પસંદગીની ખરીદી રહી હતી.દેશમાં સારા વરસાદથી વાહનોની ખરીદી દેશભરમાં વધવાના અંદાજો ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની ફરી પસંદગીની ખરીદી રહી હતી.શેરબજારમાં આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં સૌથી વધુ વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. જેના પગલે ઈન્ડેક્સ ૨%થી વધુ તૂટ્યા છે. બીજી તરફ ટેલિકોમ, હેલ્થકેર ઈન્ડેક્સ પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગના ચાલતાં અને બુધવારે સાંજે વ્યાજ દરમાં ઘટાડા મામલે નિર્ણય પૂર્વે અટકળો વચ્ચે વૈશ્વિક બજારોમાં ખાસ યુરોપના બજારમાં તેજી જોવાઈ હતી.વ્યાજના દરોમાં ૨૫થી ૫૦પોઈન્ટ્સ નો ઘટાડો થવાનો તીવ્ર આશાવાદ છે.જેના પગલે ઈક્વિટી અને બુલિયન માર્કેટમાં તેજી આવી છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ આર્થિક વૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,શ્રીરામ ફાઈનાન્સ,સન ટીવી,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,એચડીએફસી એએમસી,નેસ્ટલે ઇન્ડિયા,એચડીએફસી બેન્ક,આઈસીઆઈસીઆઈ બેન્ક,ચોલા ફાઈનાન્સબજાજ ફીન્સેર્વ,એસબીઆઈ લાઈફ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,કોલ્પાલ, ટીસીએસ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,રિલાયન્સ,ગ્રાસીમ,લ્યુપીન,વોલ્ટાસ,સન ફાર્મા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૪૮ અને વધનારની સંખ્યા ૧૫૨૬ રહી હતી, ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૨૩૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો,ચાઈનાના સંભવિત વ્યાજ દર ઘટાડા અને યુ.એસ. ફેડરલ રિઝર્વની ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના મળનારી મીટિંગમાં ઘણા સમય પછી વ્યાજ દરમાં સંભવિત ૦.૨૫થી ૦.૫૦%ઘટાડા પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.આ મહત્વના પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા તફડી જોવાઈ શકે છે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં ફરી મોટાપાયે ખરીદદાર બન્યા સાથે સપ્તાહની શરૂઆતે ઉછાળે નફારૂપી વેચવાલી સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખરીદદાર રહેતાં સેન્સેક્સ, નિફટીમાં નવી ઊંચાઈનો ઈતિહાસ રચાયો હતો. વૈશ્વિક બજારોમાં એક તરફ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહી ચાઈના આર્થિક વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા મથી રહ્યું છે અને એક પછી એકઅર્થતંત્રને ઉગારવાના પ્રયાસો કરી રહ્યું છે, તેની સાથે ઈન્વેસ્મેન્ટ બેંકરો અને ઓડિટિંગ કંપનીઓ વિરૂધ્ધ દંડાત્મક પગલાં લઈ રહ્યું છે, ત્યારે અમેરિકા પણ મોટી મંદીમાં ખાબકી ન જાય એ માટેના પ્રયાસો વચ્ચે વ્યાજ દરમાં ઘટાડાની થઈ રહેલી માંગને લઈ ૦.૨૫%ને બદલે ૦.૫૦%નો વ્યાજ દર ઘટાડો કરશે એવા અનુમાનો વચ્ચે ગત સપ્તાહમાં વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના દેશોના બજારોમાં રિકવરી જોવાઈ હતી.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.