રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૩૪ સામે ૮૨૬૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૨૫૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૩૬૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૨૬૫ સામે ૨૫૩૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૨૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૭૬ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં આર્થિક ડેટામાં સુધારાના સંકેતો બાદ શુક્રવારે ભારતીય શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના છેલ્લા દિવસે બજારની શરૂઆત મોટા ગેપ સાથે થઈ હતી. નિફ્ટીએ સતત ત્રીજા દિવસે તેની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે,જ્યારે સેન્સેક્સ પણ સતત બીજા દિવસે તેની ઓલ ટાઈમ હાઈને સ્પર્શી ગયો છે. સેન્સેક્સ ૮૨૬૩૭ ના સ્તરને સ્પર્શ્યો હતો.જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ ઓલટાઈમ હાઈ સાથે ૨૫૩૦૦ ની સપાટીને કૂદાવી ગઈ છે. નિફ્ટી ફ્યુચરએ ૨૫૩૯૯ ઐતિહાસિક સપાટી નોંધાવી છે.
સેન્સેક્સ ૨૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૩૬૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૭૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૬૬૩ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેક્ટરલ ઈન્ડેક્સમાં નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી ફાર્મા, નિફ્ટી ઓટો જેવા મોટા સેક્ટરમાં વૃદ્ધિ નોંધાઈ છે. નિફ્ટી રિયલ્ટી ૧.૮૩% ની મજબૂતી સાથે ૧૦૫૩ ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી ફાર્મા ૧.૪૮% ના વધારા સાથે ૨૩,૨૧૮ ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ઑટો ૦.૫૯% ની મજબૂતીની સાથે ૨૬૧૭૩ ના સ્તર પર બંધ થયા છે.આ સિવાય નિફ્ટી આઈટી ૦.૪૬%ના વધારા સાથે ૪૨૭૮૮ ના સ્તર પર બંધ થયો છે. તમને જણાવી દઈએ કે નિફ્ટી મીડિયા અને નિફ્ટી એફએમસીજી સિવાય તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં રિલાયન્સ,ટીવીએસ મોટર્સ,ઈન્ડીગો,ભારતી ઐરટેલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,સન ફાર્મા,વોલ્ટાસ,ટાટા મોટર્સ,જેએસડબ્લ્યુ સ્ટીલ,અંબુજા સિમેન્ટ્સ,કોલ ઇન્ડિયા અને હિન્દુસ્તાન યુનીલીવર જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,સન ટીવી,ડાબર,સિપ્લા,કોલ્પાલ,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,ટાટા કેમિકલ્સ,કોટક મહિન્દ્રા બેન્ક,એચસીએલ ટેકનોલોજી,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ જેવા શેરો ઘટાડો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૯ અને વધનારની સંખ્યા ૨૨૨૧ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો,વૈશ્વિક મોરચે જાપાનના કન્ઝયુમર કોન્ફિડેન્સ આંકડા જાહેર થવાના હોઈ બજારોના ટ્રેન્ડની સાથે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.એક તરફ મધ્યપૂર્વમાં વધી રહેલી ભૌગોલિક રાજકીય અશાંતિ અને બીજી બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની મજબૂત શકયતાના બેતરફી વાતાવરણ વચ્ચે ભારતીય શેરબજારો રેન્જબાઉન્ડ રહી છેવટે સુધારા સાથે બંધ રહ્યા હતા. શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. અમેરિકામાં ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા અને અર્થતંત્રમાં સુધારાના સંકેત સાથે આઈટી શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે.લાર્જ કેપથી વિપરિત મીડકેપ શેર્સમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ઘણા સમયથી આકર્ષક તેજીના પગલે હવે રોકાણકારો વેચવાલી કરી પ્રોફિટ બુક કરી રહ્યા છે.બીજી બાજુ એસએમઈ, સ્મોલકેપ શેર્સ જોખમી બન્યા છે. ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ મેનેજમેન્ટમાં સેન્સેક્સ, નિફટીમાં તુલનાત્મક ઓછી વૃદ્વિ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદીના પરિણામે તેજી આક્રમક બનતી જોવાઈ છે.અલબત પોર્ટફોલિયો ફેરબદલી સાથે ફંડોનું પ્રોફિટ બુકિંગ સામે મૂડીનું અન્ય વેલ્યુબાઈંગ થતું જોવાયું છે. જેથી કેટલાક શેરોના ભાવો ઘટાળા સામે ઘણા અન્ય શેરોમાં તેજીના મોટા ઉછાળા નોંધાયા છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.