રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૦૫૩ સામે ૮૧૧૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૮૮૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૮૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૮૪૦ સામે ૨૪૮૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૫૪ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ટ્રેડિંગના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારમાં નિફ્ટી અને સેન્સેક્સ બંને બેન્ચમાર્ક ઉછાળા સાથે બંધ થયા હતા.વૈશ્વિક બજારોમાં યુ.એસ. ફેડરલ રિઝર્વની મીનિટ્સ પર નજરે તેજી સાથે સાવચેતી રહેતાં ભારતીય શેર બજારોમાં કામકાજમાં સેન્સેક્સ, નિફટી બેઝડ સાંકડી વધઘટ જોવા મળી હતી.સેન્સેક્સ ૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૮૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૫૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૭ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૯૮૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.
જૂન ત્રિમાસિક ગાળામાં બેન્કોની કોર્પોરેટ લોનમાં વીસ ટકાથી વધુની વૃદ્ધિ થયાના અહેવાલે બેન્ક શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની ખરીદી જળવાઈ હતી. સ્ટીલ પર આયાત ડયુટીમાં વધારા,ડમ્પિંગ અંકુશના પગલાં સાથે સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની મેટલ શેરોમાં ખરીદી જળવાઈ હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે વ્યાપક તેજીના પરિણામે ઘણા શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઉછાળો જોવા મળીયો હતો.
અમેરિકન ફેડરલ રિઝર્વની જુલાઈ બેઠકની આવેલી મિનિટસમાં આવતા મહિને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવા જોરદાર સંકેત મળતા અને ઘરઆંગણે ખરીફ વાવણીની કામગીરી પૂરી થવાની તૈયારીમાં છે અને પાક અને પાણી સારા ઊતરવાની અપેક્ષાએ શેરબજારમાં પોઝિટિવ માનસ ટકાવી રાખ્યું હતું.મુખ્ય ઈન્ડાઈસિસની આગેકૂચ જારી રહી હતી. સેન્સેકસે ફરી ૮૧૨૦૦ની સપાટી કુદાવી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં રિલાયન્સ,ટીવીએસ મોટર્સ,ઈન્ડીગો,ભારતી ઐરટેલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,સન ફાર્મા,વોલ્ટાસ,ટાટા મોટર્સ,જેએસડબ્લ્યુ સ્ટીલ,અંબુજા સિમેન્ટ્સ,કોલ ઇન્ડિયા અને હિન્દુસ્તાન યુનીલીવર જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,સન ટીવી,ડાબર,સિપ્લા,કોલ્પાલ,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,ટાટા કેમિકલ્સ,કોટક મહિન્દ્રા બેન્ક,એચસીએલ ટેકનોલોજી,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ જેવા શેરો ઘટાડો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૭૭ અને વધનારની સંખ્યા ૨૦૬૪ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ જેકસન હોલ સિમ્પોસિયમ ખાતે વ્યાજ દરમાં ઘટાડા સંદર્ભે વધુ સંકેત આપશે તેવી ટ્રેડરો અપેક્ષા રાખી રહ્યા છે.આ ઉપરાંત અમેરિકામાં વર્તમાન સપ્તાહમાં જાહેર થનારા બેરોજગારીના આંક તથા પીએમઆઈ ડેટા પર પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નજર રહેલી છે.
અમેરિકામાં મંદીની આશંકા વધવા લાગી છે,જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. તેનાથી ભારતમાં પણ આઈટી સિવાયના ઘણા ક્ષેત્રોને અસર થઈ શકે છે.પરંતુ જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સરી જશે તો ભારતને પણ અસર થશે જેમાં અમેરિકામાં માંગ ઘટવાથી ભારતીય નિકાસમાં ઘટાડો થઈ શકે છે.આઇટી, ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટર અમેરિકન માર્કેટ પર ખૂબ જ નિર્ભર છે. આ સિવાય આર્થિક મંદી ગ્લોબલ સપ્લાય ચેઇન માટે અવરોધ બનશે જેના લીધે ભારતીય નિકાસકારો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બનશે. આ સાથે, અમેરિકામાં મંદી વિશ્વભરના રોકાણકારોનો વિશ્વાસ ઘટાડશે જે ભારતમાં એફડીઆઈમાં ઘટાડો કરી શકે છે. જો કે, આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જે ભારત માટે ફાયદાકારક રહેશે.આવી સ્થિતિમાં સ્થાનિક માંગ,મોટી નિકાસ અને મજબૂત નાણાકીય સ્થિતિ ચોક્કસપણે ભારતને મંદીમાં જતાં અટકાવી શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.