રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૮૮૬ સામે ૭૯૯૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૫૪૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૭૦૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૧૩૬ સામે ૨૪૩૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૩૧૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૦૪ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ટ્રેડિંગના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે શેરબજારે ભારે ગેપ અપ ગેઇન સાથે પોતાનો કારોબાર પૂરો કર્યો.વૈશ્વિક ગઈકાલે માર્કેટ નેગેટિવ ઝોનમાં બંધ રહેતાં રોકાણકારોના ૩ લાખ કરોડ ડૂબ્યા હતા.જે આજે રિકવર થતાં જોવા મળ્યા છે. રોકાણકારોની મૂડી ૪ લાખ કરોડ વધી હતી.અચાનક વધવા પાછળ ઘણા કારણો છે. જેમાં ચીનમાં ગ્રાહક ફુગાવો, અમેરિકામાં બેરોજગારી દરમાં ઘટાડો, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો વગેરેનો સમાવેશ થાય છે.
સેન્સેક્સ ૮૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૭૦૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૬૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૦૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૫૮૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.
શેરબજારમાં આજે સાર્વત્રિક લેવાલીનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે, અમેરિકામાં જોબલેસ અર્થાત બેરોજગારીના આંકડા અપેક્ષા કરતાં ઓછો ઘટાડો નોંધાતાં સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યા છે. ડાઉ જોન્સ ૬૮૩ પોઈન્ટ અને નાસડેક ૪૬૪ પોઈન્ટના ઉછાળા સાથે બાઉન્સ બેક થયા છે. જેના પગલે એશિયન બજારોમાં પણ સુધારાનું વલણ જોવા મળ્યું છે.
આજના કારોબારમાં, નિફ્ટી પીએસયુ બેંક ૧.૯૨% ના વધારા સાથે ૬૯૯૪ ના સ્તર પર બંધ થયો. આ પછી નિફ્ટી રિયલ્ટી ૧.૫૫% ના વધારા સાથે ૧૦૨૨ ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી ઓટો ૧.૭૨% ના ઉછાળા સાથે ૨૫૩૪૭ ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી આઈટી ૧.૫૫%ના ઉછાળા સાથે ૩૯૦૪૩ના સ્તર પર અને નિફ્ટી બેંક ૦.૬૫%ના ઉછાળા સાથે ૫૦૪૮૪ ના સ્તર પર બંધ થયો.શુક્રવારે તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજીમાં બંધ થયા હતા.
ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીવીએસ મોટર્સ,ગ્રાસીમ,લાર્સેન,રિલાયન્સ,ગોદરેજ પ્રોપટી,વિપ્રો,એચડીએફસી બેન્ક,ટાટા કોમ્યુનિકેશન,હેવેલ્લ્સ,મુથૂટ ફાઈનાન્સ,ટીસીએસ,ઓબેરોઈ રીયાલીટી,એચસીએલ ટેકનોલોજી,લ્યુપીન એક્સીસ બેન્ક, ઈન્ફોસીસ,જેએસડબ્લ્યુ સ્ટીલ,કોટક મહિન્દ્રા બેન્ક,અદાણી પોર્ટસ,ગ્લેનમાર્ક ફાર્મા,ભારતી ઐરટેલ,મહાનગર ગેસ,ટોરેન્ટ ફાર્મા જેવા શેરો ઉછાળા સાથે બંધ થયા છે.આજના ટોપ લુઝર્સમાં એસીસી,બાટા ઇન્ડિયા,ગોદરેજ કન્ઝ્યુમર,ઇપ્કા લેબ,ડાબર,ડીએલએફ,એસબીઆઈ કાર્ડ્સ જેવા શેરોમાં ઘટાડો નોંધાયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૯ અને વધનારની સંખ્યા ૨૩૩૦ રહી હતી, ૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, જીઓપોલિટીકલ ટેન્શન અને અમેરિકા મંદીમાં ફસકી પડવાના જોખમે ફરી વૈશ્વિક આર્થિક મંદીના ઝળુંબતા જોખમે વૈશ્વિક બજારોમાં મોટા કડાકા બાદ વૈશ્વિક શેરબજારના સથવારે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે.શેરબજારમાં સાર્વત્રિક લેવાલીનો માહોલ જોવા મળ્યો છે.ઈઝરાયેલ એક તરફ હમાસ અને તેમના દુશ્મનોનો સતત આક્રમકતા બતાવી,ત્યારે ઈરાન,લેબનોન સહિત હવે ઈઝરાયેલ સામે સીધુ યુદ્વ કરવાની તૈયારીને લઈ વૈશ્વિક ટેન્શન વધી રહ્યું છે.પહેલા જ મોંઘવારી અને ઊંચા વ્યાજ દરોના કારણે મંદ વૃદ્વિનો સામનો કરી રહેલા અમેરિકા, યુરોપના દેશોની સ્થિતિ ઈઝરાયેલ-ઈરાન મામલે વિશ્વ પર યુદ્વ થોપાવાના સંજોગોમાં વધુ કઠિન બનવાની શકયતા છે.અલબત બીજી તરફ યુદ્વનું આ પરિબળ વધુ વકરવાના સંજોગો સિવાય એડવાન્ટેજ ભારત બની રહી વિદેશી ફંડોનો રોકાણ પ્રવાહ અત્યારે ઊંચુ વળતર અપાવતાં અને ઈન્ડિયા ગ્રોથ સ્ટોરીને જોઈ ભારતમાં આગામી દિવસોમાં ઠલવાય એવી શકયતા છે. તેમજ પડોશી દેશમાં પણ બળવોની અસર મહ્દ અંશે જોવા મળી શકે છે. બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક બજારોની ઉથલપાથલ અને કોર્પોરેટ પરિણામો, ચોમાસાની પ્રગતિ વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.