રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૫૯૩ સામે ૭૯૫૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૧૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૬૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૦૫૬ સામે ૨૪૩૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૨૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૭૩ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
બુધવારે શેરબજારમાં બમ્પર ગેપ અપ ઓપનિંગ થયું હતુ.વૈશ્વિક સ્તરે શેરબજારમાં સાર્વત્રિક સુધારાના માહોલના સથવારે ભારતીય શેરબજાર પણ ગ્રીન સિગ્નલમાં આગળ વધી રહ્યા છે.અમેરિકાની ફેડ રિઝર્વના સત્તાધીશોએ અમેરિકામાં સર્જાયેલી મંદીની ચિંતાઓ ઘટાડવા પગલાં લેવાની જાહેરાત કરતાં રોકાણકારોએ રાહતના શ્વાસ લીધે છે. અમેરિકી શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસ સુધી મોટો કડાકો નોંધાયા બાદ ગઈકાલે સુધર્યા હતા.યુરોપિયન બજારમાં પણ મજબૂત રિકવરી જોવા મળી હતી.જાપાનનો નિક્કેઈ પણ વ્યાજદરમાં વધારાની જાહેરાતને પચાવી રિકવરી મોડ પર આગેકૂચ કરી રહ્યો છે.
સેન્સેક્સ ૮૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૬૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૭૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૪૦૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.
શેરબજારમાં સોમવારે ૨૨૨૨ પોઈન્ટ તૂટ્યા બાદ સળંગ બે દિવસ ઈન્ટ્રા ડે ૨૦૦૦ પોઈન્ટ સુધીની રિકવરી જોવા મળી છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે એનર્જી ૨.૯૭%,હેલ્થકેર ૧.૬૧%,આઈટી ૧.૫૩%,ઓટો ૧.૩૬%,કેપિટલ ગુડ્સ ૨.૧૨%, મેટલ ૩.૦૪%,ઓઈલ એન્ડ ગેસ ૩.૫૮%,પાવર ૧.૪૫%,રિયાલ્ટી ૧.૫૮%,ટેક્નોલોજી ૧.૨૭% અને એફએમસીજી ૧.૨૪% ઉછાળે કારોબાર થઈ રહ્યા છે. સ્મોલકેપ અને મીડકેપમાં પણ ૨% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીને સ્થાનિક રોકાણકારો જબરદસ્ત ટેકો આપી રહ્યા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત લેવાલી નોંધાવી માર્કેટને મંદીના પ્રવાહમાં ધસી જતાં બચાવી રહ્યા છે.
ટોપ ગેનર્સ અદાણી એન્ટ.,રિલાયન્સ,લાર્સેન,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,ઈન્ડીગો,ટાટા મોટર્સ,વોલ્ટાસ,ટોરેન્ટ ફાર્મા,સન ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,મહાનગર ગેસ,ઈન્ફોસીસ,જીન્દાલ સ્ટીલ,એચડીએફસી બેન્ક,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક, સન ટીવી,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,અંબુજા સિમેન્ટ્સ,વિપ્રો,ડાબર શેરો ઉછાળા સાથે બંધ થયા છે.આજના ટોપ લુઝર્સમાં ટાઈટન કંપની,હિન્દુસ્તાન યુનીલીવર,ટેક મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,ભારતી ઐરટેલ,એયુ બેન્ક જેવા શેરોમાં ઘટાડો નોંધાયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૪૭ અને વધનારની સંખ્યા ૨૯૮૬ રહી હતી, ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો,પોલિસી મેકર્સ જ્યાં સુધી કોઈ ચોક્કસ સ્પષ્ટતા કે નિર્ણય ન લે ત્યાં સુધી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. આરબીઆઈ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરશે નહીં તેના પર બજારની નઝર રહેશે. ૬ થી ૮ ઓગસ્ટ યોજાનારી એમપીસી બેઠકમાં વ્યાજના દરો પર ચર્ચા થશે, બાદમાં ૮ ઓગસ્ટે આ મામલે જાહેરાત કરવામાં આવશે. આરબીઆઈ રેપો રેટ ૬.૫%પર જાળવી રાખશે. આર્થિક વૃદ્ધિ ઝડપથી વધી રહી હોવા છતાં ફુગાવાના ભારણ અને જિયો-પોલિટિકલ ક્રાઈસિસની અસરોને દૂર કરવા વ્યાજના દરો જાળવી રાખવા જરૂરી છે.બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક બજારોની ઉથલપાથલ અને કોર્પોરેટ પરિણામો, ચોમાસાની પ્રગતિ વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.જીઓપોલિટીકલ ટેન્શન અને અમેરિકા મંદીમાં ફસકી પડવાના જોખમે ફરી વૈશ્વિક આર્થિક મંદીના ઝળુંબતા જોખમે વૈશ્વિક બજારોમાં દિવસોમાં મોટા કડાકા બોલાયા છે. ઈઝરાયેલ એક તરફ હમાસ અને તેમના દુશ્મનોનો સતત આક્રમકતા સાથે ખાતમો બોલાવી રહ્યું છે,ત્યારે ઈરાન, લેબનોન સહિત હવે ઈઝરાયેલ સામે સીધુ યુદ્વ કરવાની તૈયારીને લઈ વૈશ્વિક ટેન્શન વધી રહ્યું છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ યથાવત છે. તેમજ પડોશી દેશમાં પણ બળવોની અસર મહ્દ અંશે જોવા મળી શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.