January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૩૯ સામે ૮૦૧૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૦૧૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૩૨ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૪૫૫ સામે ૨૪૪૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૧૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે આગેકૂચ કરી રહ્યા છે.શુક્રવારે શેરબજારમાં સતત પાંચ દિવસના વેચવાલી બાદ તેજી જોવા મળી હતી.શેરબજારો હાલમાં તેમના સમયની સૌથી મોટી તેજીમાંથી પસાર થઈ રહ્યા છે.બજેટમાં સકારાત્મક જાહેરાતો તેમજ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં સારા રહેવાના સંકેતો સાથે શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે.સેન્સેક્સ ૧૨૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૩૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૧૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૫૧૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.

શેરબજાર અવરિત તેજીના સાથે ઓવરવેઈટેડ થયા હતાં. જેથી સળંગ પાંચ દિવસ નોંધાયેલા કરેક્શન બાદ રોકાણકારોએ નીચા મથાળેથી ખરીદી વધારવા આજે રિકવરી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. યુરોપિયન માર્કેટ ડાઉન રહ્યા હતા, જ્યારે એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો છે. શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી ૬.૭૩ લાખ કરોડ વધી છે. 

આજના ટોપ ગેઈનર્સ વિશે વાત કરીએ તો,ધ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીના શેરમાં સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો છે, તેના શેર ૧૨.૮૯% ના વધારા સાથે,આ પછી જીઆઈસીના શેરમાં ૧૦.૩૦%નો ઉછાળો,પેટીએમ ના શેરમાં ૧૦%નો વધારો, શ્રીરામ ફાઇનાન્સનો શેર ૧.૧૯%ના વધારા સાથે બંધ થયા હતા. નિફ્ટી મેટલમાં ૩%ની તેજી જોવા મળી છે, જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ, વેદાંતા અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે. ટકાવારીની દ્રષ્ટિએ ઇન્ડેક્સ સૌથી મોટો સેક્ટરલ ગેનર હતો.સાથે સાથે ઈન્ફોસિસ, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસે ઈન્ડેક્સના ઉછાળામાં લગભગ ૫૦૦ પોઈન્ટનો ફાળો આપ્યો હતો. આ સિવાય કોટક બેંક, લાર્સેન, સ્ટેટ બેન્ક, એચસીએલ ટેક ,લ્યુપીન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,સન ફાર્મા,ઈન્ડીગો,ગ્રસીમ,કોટક મહિન્દ્રા બેન્ક, બાટા ઇન્ડિયા,વોલ્ટાસ,ટાટા કેમિકલ ભારત ફોર્જ અને ટાટા સ્ટીલે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

ટોપ લૂઝર વિશે વાત કરીએ તો, એમએમટીસી ના શેર ૧૧.૬૬%ના ઘટાડા,રૂટ મોબાઈલનો શેર ૫% ઘટીને,મેનકાઇન્ડ ફાર્માના શેર ૫% ઘટાળા સાથે બંધ થયા છે.સાથે સાથે એચડીએફસી બેન્ક,કોલ્પાલ,નેસ્લે ઇન્ડિયા,ટાટા કન્ઝ્યુમરના શેરો માં ઘટાળો જોવા મળીયો હતો.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૬ અને વધનારની સંખ્યા ૨૬૫૨ રહી હતી,  ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,નાણા વર્ષ ૨૦૨૪-૨૫ માટેના પૂર્ણ કેન્દ્રિય બજેટની રજૂઆત બાદ આગામી દિવસોમાં શેર બજારોમાં મોટી ઉથલપાથલ જોવાઈ શકે છે. પોસ્ટ બજેટ ચર્ચાને કારણે બજારમાં વધઘટ થવાની સંભાવના છે વર્તમાન નાણાં વર્ષના અંતે રાજકોષિય ખાધના અંદાજમાં ઘટાડો અને રાજકોષિય શિસ્તતા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતના રેટિંગ અપગ્રેડ માટેનો માર્ગ મોકળો કરશે. રિઝર્વ બેન્કના ઊંચા ડિવિડન્ડ રાજકોષિય મોરચે મોટી રાહત બની રહી હોવાનું માનવામાં આવે છે.રાજકોષિય શિસ્તતાની કટિબદ્ધતા આગળ જતા ભારતના રેટિંગ અપગ્રેડની શકયતાઓ વધારશે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત ચાલી રહેલી ખરીદી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની શેરોમાં વિક્રમી તેજી સાથે નફારૂપી વેચવાલીના પરિણામે અત્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું કરેકશન જોવાઈ રહ્યું છે.ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવી રહ્યા હોવા સામે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ બાદ સાવચેતીમાં ઓવરવેલ્યુએશનની તેજીને વિરામ મળતો જોવાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!