January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૬૪ સામે ૮૦૭૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૯૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૧૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૬૨૧ સામે ૨૪૬૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૪૧ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારો હાલમાં તેમના સમયની સૌથી મોટી તેજીમાંથી પસાર થઈ રહ્યા છે.મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે આગેકૂચ કરી રહ્યા છે.બજેટમાં સકારાત્મક જાહેરાતો તેમજ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં સારા રહેવાના સંકેતો સાથે શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે.જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ ૨૪૬૮૮ પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ સપાટી નોંધાવી હતી અને ૨૪૬૪૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ રહયો હતો.સેન્સેક્સ ૮૦૮૯૮ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો અને ૮૦૭૧૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ રહયો હતો. સાથે સાથે બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ ૮૨ ઘટાળા સાથે ૫૨૫૪૮ બંધ રહયો હતો.શેરબજારમાં આકર્ષક ઉછાળાના સાથે સ્મોલ, મિડ કેપ,રોકડાના શેરોમાં વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. રોકાણકારોની મૂડી બે દિવસમાં રૂ.૪.૩૬ લાખ કરોડ વધી છે.

નિફ્ટી અને સેન્સેક્સ ઉછાળા સાથે ખૂલ્યા બાદ ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે.આજના બજારમાં એફએમસીજી, રિયલ એસ્ટેટ, આઈટી સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી હતી,જ્યારે બેન્કિંગ, મેટલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઈલ અને ગેસ જેવા સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. આજના બજારમાં બેન્કિંગ શેરોએ ઉપર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેન્ક નિફ્ટીમાં વેચવાલીનું દબાણ આવ્યું હતું અને બેન્કિંગ શેરોમાં તેજીનો અંત આવ્યો હતો.આજે બજારમાં સામાન્ય કરતાં વધુ વોલેટિલિટી જોવા મળી હતી અને દિવસના વેપારીઓને તેજી અને મંદી બંને તરફની ચાલ જોવા મળી હતી.

આજના બજારમાં, એફએમસીજી ક્ષેત્રના નિફ્ટી ૫૦ ના બે મોટા શેરો, હિન્દુસ્તાન યુનીલીવર ૨.૭૦% અને ટાટા કન્ઝ્યુમર,ટોપ ગેનર્સમાં હતા. ટોપ ગેઇનર્સમાં ભારતી એરટેલ,એચડીએફસી લાઈફ, કોલ ઈન્ડિયા,બીપીસીએલ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,ટીસીએસ,ગ્રાસીમ,સિપ્લા,ઈન્ફોસીસ,વિપ્રો,ઈન્ડીગો,લ્યુપીન,ગ્લેનમાર્ક ફાર્મા,એચસીએલ ટેકનો,મહાનગર ગેસ, ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સેન, સન ફાર્મા,ઈન્ડીગો,ટોરેન્ટ ફાર્મા,એસીસી લીમીટેડ, ,જીન્દાલ સ્ટીલ, આઈટીસી, ટોપ ગેઈનર્સ હતા.જયારે, શ્રીરામ ફાઇનાન્સ, ડોક્ટર રેડીઝ, કોટક મહિન્દ્રા બેંક,અદાણી પોર્ટસ,વોલ્ટાસ,ટાટા મોટર્સ,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,સિપ્લા લીમીટેડના નામ ટોપ લૂઝર્સમાં હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૦૯ અને વધનારની સંખ્યા ૨૦૦૨ રહી હતી,  ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-વિદેશી ફંડોએ આઈટી શેરોની આગેવાનીએ આક્રમક ખરીદી કરી બજારમાં વિક્રમી તેજીનો દોર આગળ વધાર્યો છે. ચોમાસાની દેશમાં સારી પ્રગતિ સાથે કૃષિ ક્ષેત્રે મજબૂત વૃદ્વિ થકી આર્થિક વિકાસની દોટ આગળ વધવાના પોઝિટીવ પરિબળે અને કેન્દ્રિય બજેટમાં આ વખતે પ્રોત્સાહક જોગવાઈઓની અપેક્ષાએ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ આક્રમક ખરીદી કરી છે. પ્રિ-બજેટ ચર્ચાને કારણે બજારમાં વધઘટ થવાની સંભાવના છે.જેથી ચાર ટ્રેડીંગ દિવસના આગામી સપ્તાહમાં કોર્પોરેટ પરિણામોમાં હવે ૧૭, જુલાઈ ૨૦૨૪ના એશીયન પેઈન્ટસ, એલટીઆઈ માઈન્ડટ્રી, ૧૮, જુલાઈ ૨૦૨૪ના ઈન્ફોસીસ, માસ્ટેક, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ટાટા ટેકનોલોજીસ, ૧૯, જુલાઈ ૨૦૨૪ના બીપીસીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રોના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. આ સાથે ચોમાસાની પ્રગતિ અને કેન્દ્રિય બજેટ ૨૩, જુલાઈના રજૂ થનાર હોઈ આ બજેટની જોગવાઈઓની અટકળોના આ પરિબળો વચ્ચે આગામી ચાર ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં સેન્સેક્સ અને નિફટી વચ્ચે અફડા –  તફડી જોવાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!