રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૭.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૩૫૧ સામે ૮૦૪૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૪૩૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૯૨૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૮૫ સામે ૨૪૪૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૧૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૩૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં બુધવારે નિફ્ટી અને સેન્સેક્સે ટ્રેડિંગની શરૂઆત ઉછાળા સાથે કરી હતી અને નવા ઓલ ટાઈમ હાઈ લેવલનું સર્જન કર્યું હતું, પરંતુ આજના સેશનમાં બજાર ઊંચા સ્તરોથી પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યું હતું. અઠવાડિક એક્સપાયરીના કારણે બેંક નિફ્ટીમાં વોલેટિલિટી જોવા મળી હતી.જો કે દિવસના તળિયેથી થોડી રિકવરી જોવા મળી હતી, પરંતુ દિવસના અંતે બજારો મંદીમાં બંધ થયા હતા.લાંબા ગાળાની તેજી બાદ બજારમાં થોડીક પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો હતો.
સેન્સેક્સ ૮૦૪૮૧ ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો,ત્યારબાદ ઘટાળે ૭૯૯૨૪ પોઈન્ટ બંધ રહયો હતો.જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ ૧૪૩ પોઈન્ટ ઘટાળે ૨૪૩૪૨ પોઈન્ટ બંધ રહયો હતો.સાથે સાથે બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ ૨૯૧ ઘટાળા સાથે ૫૨૩૨૫ પોઈન્ટ બંધ રહયો હતો. ફાર્મા, એફએમસીજી, એનર્જી અને રિયલ એસ્ટેટ એ મુખ્ય સેક્ટર હતા જેણે આજના બજારમાં ફાયદો ઉઠાવ્યો હતો. જ્યારે લાર્જ કેપ પ્રાઈવેટ બેન્કિંગ શેરો અનેપીએસયુ બેન્કોમાં ઘટાડો રહ્યો હતો. આઈટી સેક્ટરમાં પણ વેચવાલી જોવા મળી હતી. મેટલ અને ઓટો ઈન્ડેક્સમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
ટોપ ગેઇનર્સની યાદીમાં એશિયન પેઇન્ટ્સ, ગોદરેજ કન્ઝ્યુમર, અદાણી પોર્ટ્સ,લ્યુપીન,સન ફાર્મા,ગ્લેનમાર્ક ફાર્મા,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,હેવેલ્લ્સ,મહાનગર ગેસ,કોલ્પાલ,ડિવિસ લેબ, બ્રિટાનિયા અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ શેરનો સમાવેશ થાય છે,જ્યારે ટોપ લુઝર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૬.૬૨%ના ઘટાળે, એચસીએલ ટેક,રિલાયન્સ,સન ફાર્મા,બાટા ઇન્ડિયા, ગોદરેજ પ્રોપટી,ઈન્ફોસીસ,ટીસીએસ, ઈન્ડીગો, કોલ ઇન્ડિયા,આઈટીસી,એચસીએલ ટેકનોલોજી,જેએસડબ્લ્યુ સ્ટીલ,ટાટા કેમિકલ્સ, હિન્દુસ્તાન યુનીલીવર, ટોરેન્ટ ફાર્મા,ટાટા કોમ્યુનિકેશન,બીપીસીએલ, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક,આઈસઆઈસીઆઈ બેન્કમાં નબળાઈ નોંધાઈ હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૭૫ અને વધનારની સંખ્યા ૧૩૬૪ રહી હતી, ૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો,વિદેશી રોકાણકારોએ એપ્રિલ-મેમાં મોટાપાયે વેચવાલી દર્શાવ્યા બાદ હવે જુલાઈમાં ધીમા ધોરણે ખરીદી વધારી છે. લોકસભા ચૂંટણી પરિણામો બાદ માર્કેટ સતત સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. ભારતીય અર્થતંત્રનો મજબૂત ગ્રોથ આઉટલૂક અને પીએમઆઈમાં વૃદ્ધિ સાથે જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ પરિણામો પોઝિટિવ રહેવાનો આશાવાદ છે. જીએસટી કલેક્શન પણ રેકોર્ડ સ્તરે નોંધાતા લિક્વિડિટી વધી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હવે મંગળવારે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની ટેસ્ટીમની થનાર હોવા પર નજર સાથે ચાઈનાના ફુગાવાના જૂન મહિનાના બુધવારે જાહેર થનારા આંક યુ.કે.ના મે મહિનાના જીડીપી વૃદ્વિના ગુરૂવારે જાહેર થનાર આંક, અમેરિકાના ફુગાવાના આંક સહિતની વૈશ્વિક બજારો પર અસર થશે. વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં અત્યારે નિરંતર વિક્રમી તેજી જોવાઈ રહી છે. ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતમાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા છે.ચોમાસાની પ્રગતિ સારી રહી હોવા સાથે ૨૩, જુલાઈ ૨૦૨૪ના રજૂ થનારા પૂર્ણ કેન્દ્રિય બજેટમાં વિવિધ વર્ગના લોકો માટે પ્રોત્સાહનો, રાહતોની અપેક્ષા અને વધુને વધુ લોકોને લાંબાગાળાના ઈન્વેસ્ટર બનાવવાની અને એના થકી ભારતની ગ્રોથ સ્ટોરીમાં જોડવાની દિશામાં આ વખતે જોગવાઈ થવાની સંભાવના બતાવાઈ રહી છે. આ સાથે હવે જૂન ૨૦૨૪ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થઈ રહી હોઈ કોર્પોરેટ પરિણામો સ્પેસિફિક તેજી આગળ વધવાની શકયતા રહેશે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.