રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૭.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૪૯ સામે ૭૯૭૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૪૭૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૬૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૯૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૩૫૯ સામે ૨૪૩૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૨૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૮૬ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની સાપ્તાહિક તેજીએ વિરામ લીધો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા તરફી ખૂલ્યા બાદ કરેક્શન મોડ પર ટ્રેડ થઈ રહ્યા છે. બેન્કિંગ-ફાઈનાન્સિયલ સર્વિસિઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, અને ખાનગી બેન્કોના શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. સેન્સેક્સમાં ૫૩ પોઈન્ટનો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો અને તે ૭૯૯૯૬ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ફ્યુચરમાં ૨૬ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને તે ૨૪૩૮૬ ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૫૫ પોઈન્ટનો ઘટાળો આવ્યો હતો અને તે ૫૨૭૧૦ ના સ્તર પર બંધ થયો હતો.
લાર્જકેપ શેર્સમાં કરેક્શન જોવા મળ્યુ છે, બીજી બાજુ સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં તેજીનો દોર જારી રહેતાં આજે ઈન્ડેક્સ ફરી નવી રેકોર્ડ ટોચે,પહોંચ્યા છે. શેરબજારમાં કરેક્શન પાછળનું કારણ એચડીએફસી બેન્કમાં વેચવાલીનું પ્રેશર છે. એચડીએફસી બેન્ક ૫% ઘટ્યો હતો. એચડીએફસી બેન્કમાં ઘટાડા પાછળનું કારણ તેના જૂન ત્રિમાસિકના બિઝનેસની અપડેટ્સ છે.
પીએસયુ શેરો માટે આજનો દિવસ હતો, જેમાં બે મોટા પીએસયુ શેરો નિફ્ટી ૫૦ ના વધારામાં હતા. આજે ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, પીએસયુ બેંક, એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી હતી.જ્યારે બેન્કિંગ ઇન્ડેક્સમાં આજે ઘટાડો નોંધાયો હતો. મેટલ અને આઈટી પણ આજે નબળા રહ્યા હતા.
એસબીઆઈ પણ આજે ૨.૪૪%ના વધારા સાથે બંધ રહ્યો હતો.ઓએનજીસીમાં આજે ૪.૦૩% નો વધારો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર પણ ૨.૨૩% ના વધારા સાથે અન્ય ટોપ ગેનર્સમાં હતો.એફેએમસીજી સેક્ટરમાંથી બ્રિટાનિયા ૨% અને હિન્દુસ્તાન યુનીલીવર માં ૨% નો વધારો થયો હતો.ટોપ ગેઇનર્સની યાદીમાં એચસીએલ ટેક,ઈન્ફોસીસ,ટીસીએસ,મહિન્દ્રા,ઈન્ડીગો,જેએસડબ્લ્યુ સ્ટીલ,ગ્રાસીમ,ભારતી ઐરટેલ,હેવેલ્લ્સ,કોલ્પાલ,હિન્દુસ્તાન યુનીલીવર, વોલ્ટાસ,સન ફાર્મા,સ્ટેટ બેન્ક લાઇફ,શ્રીરામ ફાઇનાન્સ,આઇશર મોટર્સ અને ઇન્ફોસિસના શેરનો સમાવેશ થાય છે,જ્યારે ટોપ લુઝર્સમાં ટોરેન્ટ ફાર્મા, ટાટા મોટર્સ,ગોદરેજ પ્રોપટી,એચડીએફસી બેન્ક,આઈસઆઈસીઆઈ બેન્ક,ગોદરેજ કન્ઝ્યુમર,એચસીએલ ટેકનોલોજી,અદાણી પોર્ટ્સમાં થોડી નબળાઈ નોંધાઈ હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૬ અને વધનારની સંખ્યા ૨૨૪૨ રહી હતી, ૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાં વર્ષનું બજેટ ઉપભોગ ખર્ચમાં વધારાને ગતિ આપતું તથા માળખાકીય ક્ષેત્રના વિકાસ પર ભાર આપનારુ જોવા મળશે જે વેપાર ઉદ્યોગ માટે પોઝિટિવ બની રહેશે.પાંચ ટ્રિલિયન ડોલરના ભારતીય શેરબજાર વર્તમાન સંપૂર્ણ વર્ષમાં રોકાણકારોને વળતર પૂરુ પાડશે તેવી આશા છે.કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર પ્રસ્થાપિત થયા બાદ સરકાર આવનારા બજેટમાં અર્થતંત્રને ટેકારૂપ એવી લોકપ્રિય દરખાસ્તો રજૂ કરશે તેવી અપેક્ષાએ રોકાણકારો કન્ઝયૂમર ક્ષેત્ર પર વધુ ધ્યાન આપી રહ્યાનું જણાય છે.ચોમાસાની પ્રગતિ ધીમી રહ્યા બાદ હવે દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સારી પ્રગતિને જોતાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની હાલ તુરત શકયતા છે. વૈશ્વિક બજારોમાં તેજી સાથે ઘર આંગણે ભારતીય શેરબજારમાં અવિરત તેજીનો દોર સતત જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી રોજ નવી રેકોર્ડ ટોચ બનાવી આગેકૂચ કરી રહ્યા છે.અત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ખરીદદાર બનવા લાગ્યા છતાં આગામી દિવસોમાં લોકલ ફંડોના સંભવિત પ્રોફિટ બુકિંગે અને બજેટ પૂર્વે સાવચેત બની જનારો મોટો વર્ગ શકય છે કે બજારમાં ફરી કરેકશનનો દોર બતાવશે. જેથી નવી મોટી ખરીદીમાં આગામી દિવસોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે.અલબત હાલ તુરત પ્રમુખ પરિબળ બજેટની જોગવાઈઓ પર નજર અને ચોમાસાની પ્રગતિ રહેશે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.