રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૯૮૭.૦૩ સામે ૭૩૩૩૮.૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૫૨૯.૯૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૧૯.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૬૭૬.૬૯ ઉછાળા સાથે ૭૩૬૬૩.૭૨ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૨૮૭.૦૫ સામે ૨૨૩૮૪.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૧૫૪.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૩૧.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૬.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૪૭૩.૨૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગુરુવારે શેરબજારનો કારોબાર તેજી સાથે સમાપ્ત થયો. દિવસભર શેરબજારના કામકાજમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સવારે લીલા નિશાનમાં ખુલ્યા બાદ શેરબજાર દિવસભરના કામકાજ દરમિયાન એકવાર લાલ નિશાનમાં પ્રવેશ્યું હતું. ગુરુવારે કામકાજના અંતે શેરબજારમાં બમ્પર ઉછાળો નોંધાઈ રહ્યો હતો. બીએસઇ સેન્સેક્સ ૬૭૭ પોઈન્ટના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો છે જ્યારે નિફ્ટી ફ્યુચર લગભગ ૧૮૬ પોઈન્ટના વધારા સાથે અને જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર લગભગ ૨૩૨ પોઈન્ટના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો છે. ગુરુવારે, નિફ્ટી મિડકેપ ૧૦૦ લગભગ એક ટકાનો વધારો નોંધાવ્યો હતો જ્યારે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૧.૫% ના વધારા સાથે બંધ થયો હતો. જો આપણે શેરબજારના ઈન્ડેક્સ મુજબની કામગીરી વિશે વાત કરીએ તો નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે.
શેરબજારમાં આજે ભારે વોલિટિલિટી બાદ છેલ્લી ઘડીમાં સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળો નોંધાતા રોકાણકારો મોજમાં આવ્યા હતા. ભારતીય શેરબજારનો ફિઅર ઈન્ડેક્સ ઈન્ડિયા VIX આજે ૧.૩૬% ઘટી ૨૦ પર બંધ રહ્યો છે. જે માર્કેટમાં તેજી તરફી સંકેત આપે છે. સાર્વત્રિક ઉછાળાના પગલે બીએસઈ ખાતે માર્કેટ કેપ રૂ. ૪૦૭.૩૫ લાખ કરોડની રેકોર્ડ ટોચે પહોંચી હતી. ગઈકાલના બંધ સામે આજે રોકાણકારોની મૂડી ૩.૧૦ લાખ કરોડ વધી છે. ગઈકાલે રૂ. ૪૦૪.૨૫ લાખ કરોડ હતી. શેરબજારમાં આજે ટોચના ૧૩ સેક્ટોરલ ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા હતા. સ્મોલકેપ અને મીડકેપ પણ ૦.૮૫% અને ૧.૦૭% ઉછળ્યા છે.
શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગોદરેજ પ્રોપર્ટી,ઈન્ડીગો, લ્યુપીન, ટાટા કન્ઝ્યુમર, ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, એલટી, ઇન્ફોસીસ અને એચડીએફસી લાઇફ, એન્જિનિયર્સ ઇન્ડિયા, ભારત ઇલેક્ટ્રોનિક્સ, વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો, કોટક મહિન્દ્રા બેન્ક, એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ અને એશિયન પેઇન્ટ્સ ના શેરનો સમાવેશ થાય છે, જયારે હિન્દાલ્કોના શેર ૫૨ સપ્તાહની ટોચે પહોંચી ગયા છે.બીજી બાજુ ટોપ લુઝર્સની યાદીમાં મારુતિ, અદાણી એન્ટર.,ટાટા મોટર્સ, બીપીસીએલ, એસબીઆઈ, ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેંક અને બજાજ ઓટો,અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૦ અને વધનારની સંખ્યા ૨૧૨૯ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી સત્તા સંભાળશે તે અંગે શેરબજાર ચિંતાતુર છે. બીજી બાજુ લોકો ને ડર છે કે જો મોદી સરકાર ફરીથી સત્તામાં નહીં આવે તો શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી શકે છે. જો મોદી સરકાર અથવા એનડીએ ૨૭૨થી વધુ સીટો જીતે છે તો શેરબજારમાં બમ્પર વધારો નોંધાઈ શકે છે. અમેરિકાના એપ્રિલના ફુગાવાના આંકડા સૂચવે છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે, જેના કારણે નિફ્ટીમાં વધારો થવાની સંભાવના છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકામાં વ્યાજ દરમાં કાપની અપેક્ષા સાથે કંપનીઓના સારા કમાણીના પરિણામો પણ બજારમાં તેજીનું કારણ છે, વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોને પગલે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે નિકાસોમાં સતત વધારો ભારતીય ઈકોનોમીને વેગ આપી રહ્યો છે. જેના પગલે બેન્કિંગ, આઈટી અને ઈન્ડસ્ટ્રીયલ્સ સેક્ટર્સના શેરોમાં ખરીદી વધી છે.આગામી દિવસોમાં જો ચૂંટણીના ધાર્યા પરિણામો મળ્યા તો ડીઆઈઆઈ, હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ, અને રિટેલ રોકાણકારો મોટાપાયે ખરીદી કરી શકશે.લોકસભા ચૂંટણી પરિણામો બાદ શેરબજારમાં વાસ્તવિક સુધારો જોવા મળશે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.