રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૫.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૫૧૧.૮૫ સામે ૭૩૨૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૦૭૩.૯૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૧૧.૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫.૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૪૬૬.૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૩૮૧.૮૦ સામે ૨૨૩૪૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૨૮૬.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૩.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૩૯૨.૮૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાલુ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારનો કારોબાર નબળાઈ સાથે સમાપ્ત થયો.બીએસઇ સેન્સેક્સ ૪૬ પોઈન્ટ ઘટીને બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૧ પોઈન્ટ વધીને બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૧૨૮ પોઈન્ટ ઘટીને બંધ થયો છે. બુધવારે શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા છે. સવારે નબળું કારોબાર શરૂ કર્યા પછી, શેરબજારે દિવસ દરમિયાન લીલા નિશાનમાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ફરી એકવાર તે લાલ નિશાન પર પહોંચી ગયું. હેરો મોટો કોર્પ એ ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. પરિણામો જાહેર કર્યા પછી, હીરો મોટોકોર્પના શેરમાં બમ્પર વધારો થયો છે.શેરબજારમાં નિફ્ટી મિડકેપ ૧૦૦ અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં વધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક નીચે બંધ થયા હતા.
સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે આંચકા આવી નિફટી નેગેટીવ અને સેન્સેક્સ પોઝિટીવ રહ્યા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં અનેકમાં ફંડો, ખેલંદાઓએ મોટું ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે આરંભિક વેચવાલી બાદ ફંડોએ શોર્ટ કવરિંગ સાથે પસંદગીનું વેલ્યુબાઈંગ કર્યું હતું. ખાનગી બેંક શેરોમાં આજે આકર્ષણ રહ્યું હતું.
બુધવારે શેરબજારના ટોપ ગેનર્સની યાદીમાં સમાવિષ્ટ શેરો વિશે વાત કરીએ તો, તેમાંભારત ફોર્જ ૧૬% ઉછાળા સાથે, ઈન્ડીગો ૪% ઉછાળા સાથે,ટીસીએસ, વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ,ભારત પેટ્રો, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, હિન્દાલ્કો, પાવર ગ્રીડ, કોલ ઈન્ડિયા અને લાર્સન, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, લાર્સન, ઓએનજીસી, બીએસઈ લિમિટેડ અને કોટક મહિન્દ્રા બેન્કના શેરનો સમાવેશ થાય છે,જ્યારે ટોપ લૂઝરની શ્રેણીમાં ડૉ. રેડ્ડીઝ, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેંક, અદાણી પોર્ટ્સ,શ્રીરામ ફાઈનાન્સ અને એસબીઆઈ લાઈફના શેર સામેલ હતા. શેરબજારની કામગીરીમાં વધઘટ વચ્ચે પેટીએમ, બર્જર પેઈન્ટ્સ, સિન્જીન ઈન્ટરનેશનલ, દાલમિયા ભારત અને રામકો સિમેન્ટના શેર ૫૨ સપ્તાહના નીચલા સ્તરની નજીક આવી ગયા છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૫ અને વધનારની સંખ્યા ૨૧૩૦ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, લોકસભા ચૂંટણીનો આવતીકાલે ૭, મે ૨૦૨૪ના ત્રીજો તબક્કો યોજાઈ રહ્યો હોઈ આ વખતે પરિણામ અપેક્ષાથી નબળા રહેવાના કેટલાક અંદાજો અને ભારતીય શેર બજારોમાં ફંડોએ ઈન્ડેક્સ બેઝડ આરંભિક તેજીમાં ઉછાળે હળવા થવાનું પસંદ કર્યું હતું. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પેનીક સેલિંગ થતાં અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. કોર્પોરેટ પરિણામો અપેક્ષાથી સારા આવ્યાના પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં છેલ્લા કેટલાક સપ્તાહથી જોવાઈ રહ્યા મુજબ બજાર લોકસભા ચૂંટણીના ફિવરમાં અનિશ્ચિત બે-તરફી અફડાતફડી બતાવી રહ્યું છે. શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે.ઈન્ડેક્સ બેઝડ ફંડોએ હેવીવેઈટ શેરોના સથવારે મોટી ઉથલપાથલ મચાવી છે. સાઈડ માર્કેટમાં પણ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો હાલ તુરત ચૂંટણી સુધી જાણે કે નવા મોટા કમિટમેન્ટ,ખરીદીથી દૂર રહ્યા છે. વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં અપેક્ષિત વોલેટીલિટી વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં હવે ૯, મે ૨૦૨૪ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિ., બીપીસીએલના રિઝલ્ટ, ૧૦, મે ૨૦૨૪ના ટાટા મોટર્સ, સિપ્લા, બેંક ઓફ બરોડાના પરિણામ પર બજારની નજર રહેશે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.