June 18, 2025

+91 99390 80808

June 18, 2025

 | +91 99390 80808

HomeNews Headlinesજીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં ૧૨.૬૮% નો વધારો...!!

જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં ૧૨.૬૮% નો વધારો…!!

મે મહિનામાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં ૧૨.૬૮ ટકાનો વધારો થયો છે. ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીઓના મજબૂત વિકાસને કારણે આ વધારો જોવા મળ્યો છે. જીવન વીમા પરિષદ દ્વારા જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે જાહેર ક્ષેત્રની જીવન વીમા નિગમ (એલઆઈસી)નું નવા બિઝનેસનું પ્રીમિયમ ૧૦.૩ ટકા વધીને રૂ.૧૮,૪૦૫.૦૫ કરોડ અને ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીઓનું નવા બિઝનેસનું પ્રીમિયમ ૧૬.૬ ટકા વધીને રૂ.૧૨,૦૫૮ કરોડ થયું છે.

ખાનગી ક્ષેત્રની મોટી વીમા કંપનીઓમાં, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સનું નવા બિઝનેસનું પ્રીમિયમ ૨૫.૩૩ ટકા વધીને રૂ.૨૯૫૦ કરોડ થયું હતું, જ્યારે એચડીએફસી લાઇફનું પ્રીમિયમ ૩૩ ટકા વધીને રૂ.૩૦૨૨ કરોડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફનું પ્રીમિયમ ૬.૭૯ ટકા વધીને રૂ.૧૪૦૭.૨૫ કરોડ થયું. એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ૨૫.૫ ટકા વધીને રૂ.૮૪૫.૭૯ કરોડ થયું હતું. આ દરમિયાન, બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં ૩ ટકા ઘટીને રૂ.૭૪૫.૨૫ કરોડ થયું છે.

વ્યક્તિગત વ્યવસાય ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં ૩.૩૫ ટકા વધીને રૂ.૧૦,૬૧૧ કરોડ થયો, જ્યારે જૂથ વ્યવસાય ૧૮.૪ ટકા વધીને રૂ.૧૯,૮૫૧.૮ કરોડ થયો હતો. જોકે, જીવન વીમા કંપનીઓ દ્વારા જારી કરાયેલી પોલિસીઓની સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૧૦.૪૩ ટકા ઘટીને ૧૬.૭૩ લાખ થઈ છે, જેમાં એલઆઈસીની નવી પોલિસી ૧૪.૬ ટકા ઘટીને ૧૦.૬૮ લાખ અને ખાનગી જીવન વીમા પોલિસી ૨.૦૨ ટકા ઘટીને ૬.૦૪૫ લાખ થઈ છે.

Most Popular

error: Content is protected !!