રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૬.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :-
ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૯૬ સામે ૮૧૮૬૯ પોઈન્ટના મથાળેથી
ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૪૨૭ પોઈન્ટના
નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ
જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૬૩ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૨
પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૫૮૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૯૬
સામે ૨૪૯૯૬ પોઈન્ટના મથાળેથી
ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૩૯
પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં
તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૭ પોઈન્ટના ઘટાડા
સાથે ૨૪૮૬૮ પોઈન્ટ બંધ
થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય
શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ
રોજબરોજ વકરી રહી હોઈ આ યુદ્ધ મહાયુદ્ધમાં પરિણમવાની અને વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધમાં
ધકેલવાનું જોખમ વધતા તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધમાં સમાધાન થવાનું નિવેદન આપતાં અને જી-૭ દેશોની કેનેડામાં
યોજાઈ રહેલી મીટિંગ પણ વિશ્વ શાંતિ કેન્દ્રિત બની રહેવાની અપેક્ષાએ સપ્તાહની શરૂઆતમાં
તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો પરંતુ જીઓપોલિટીકલ ટેન્શન વધવાની સાથે આજે ફરી વોલેટીલિટી
જોવા મળી.
આજે ભારતીય શેરબજારમાં ઘટાડો થવાનું મુખ્ય
કારણ વિશ્વભરના નકારાત્મક સંકેતો છે. જેમ કે, વિદેશી રોકાણકારો દ્વારા મોટા
પ્રમાણમાં વેચવાલી, અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર સંઘર્ષ હજુ પણ અસ્પષ્ટ હોવાને
લીધે વૈશ્વિક બજારમાં જોવા મળતી અનિશ્ચિતતા તેમજ મિડલ ઈસ્ટમાં પણ તણાવ વધતાં ક્રૂડ
ઓઈલના ભાવમાં વધારો થયો, જેનાથી ભારતમાં ઇન્ફ્લેશન વધવાની આશંકા છે જે ભારત માટે
નુકસાનકારક છે. રોકાણકારો હવે આગામી દિવસોમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નીતિ, મોંઘવારીના
આંકડા અને વૈશ્વિક બજારના નવા સંકેતોની રાહ જોઈ રહ્યાં છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્વ ખતરનાક સ્વરૂપ
ધારણ કરી રહ્યું હોઈ પરમાણું યુદ્વના વધતા ખતરાં સાથે ત્રીજા વિશ્વ યુદ્વના પણ સતત
ભણકારાં વચ્ચે આજે વૈશ્વિક ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવતા ભારતીય રૂપિયો અમેરિકન
ડોલર સામે થોડો નબળો પડ્યો હતો, જયારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, આઈટી અને ટેક શેરોમાં
લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ
રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૮૨ અને વધનારની સંખ્યા ૧૪૯૭
રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા ૧.૩૩%, ઇન્ફોસિસ લિ. ૧.૦૧%, એશિયન પેઈન્ટ ૦.૯૩%,
ટીસીએસ લિ. ૦.૫૭%, એનટીપીસી લિ. ૦.૪૮%, મારુતિ સુઝુકી ૦.૪૮%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૧%,
હિન્દુસ્તાન યુનીલીવર ૦.૧૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૧૨% અને એકસિસ બેન્ક ૦.૦૯% વધ્યા
હતા, જયારે સન ફાર્મા ૨.૧૮%, ઝોમેટો લિ. ૧.૯૨%, ટાટા મોટર્સ ૧.૭૦%, બજાજ ફાઈનાન્સ
૧.૫૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૪૦%, બજાજ ફિનસર્વ ૧.૨૮%, નેસ્લે ઇન્ડિયા ૧.૨૮%, ટાટા
સ્ટીલ ૦.૯૭% અને ટાઈટન કંપની લિ. ૦.૮૮% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો,
ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર
મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ૭% થી
૮%નો ઉછાળો નોંધાતા, હવે જે.પી.મોર્ગને ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં
જીઓપોલિટીકલ ટેન્શન વધુ વધશે તો ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૨૦ ડોલર સુધી વધી શકે છે. વર્તમાન
ભાવ પહેલાથી જ સૌથી ખરાબ જીઓપોલિટીકલ પરિસ્થિતિની શકયતાએ ૭% થી ૮%નો ઉછાળો દર્શાવે
છે, જેમાં ઈરાનનો ઓઈલ પુરવઠો વિશ્વ બજારમાં મોટા પ્રમાણમાં ખોરવાઈ જવાના સંજોગોમાં
ભાવમાં ઉછાળો જોવાઈ શકે છે.
આ દરમિયાન અત્યારે ક્રુડ ઓઈલના ભાવોમાં જોવાઈ રહેલી તેજીથી વૈશ્વિક
ઓઈલ પુરવઠાની સ્થિતિ પર ખાસ અસર નહીં થવાની નિષ્ણાંતો શકયતા બતાવી રહ્યા છે. પરંતુ
જો ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ મિડલ
ઈસ્ટમાં વધુ દેશોમાં ફેલાવાના અને અમેરિકા સહિતને ઈરાનની ચેતવણીને જોતાં જો
અમેરિકા યુદ્ધમાં
ઈઝરાયેલના પક્ષમાં સીધું ઉતરી આવશે તો યુદ્ધ વકરવાના અને ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાય એવી શકયતા રહેશે.
ડિસ્ક્લેમર /
પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in