આગામી દિવસોમાં સિપ્લા
લિમિટેડના શેરના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ અનેક મજબૂત પરિબળો પર આધારિત છે. ૨૦૨૫ના
ચોથા ત્રિમાસિકમાં, કંપનીએ રૂ.૧૨૨૨ કરોડનો નફો નોંધાવ્યો છે, જે વર્ષ-દર-વર્ષ ૩૦%ની
વૃદ્ધિ દર્શાવે છે, અને આવક ૯% વધી છે, જે રૂ.૬૭૩૦ કરોડ સુધી પહોંચી છે.
સિપ્લા વૈશ્વિક બજારમાં તેની
હાજરી મજબૂત બનાવી રહી છે. સિપ્લા દેશ અને વિદેશ બંનેમાં પોતાની વૈજ્ઞાનિક ક્ષમતાઓ,
નવી દવાઓના લૉન્ચ અને વિતરણ નેટવર્કના વિસ્તરણ દ્વારા બજાર હિસ્સો સતત વધારી રહી
છે. કંપનીની સંયુક્ત સંસ્થાઓ અને વૈશ્વિક ભાગીદારી દવાઓની નવી રેન્જ બજારમાં લાવવા
માટે સહાયક બની રહી છે.
ડિસ્ક્લેમર /
પોલીસી /
શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in