June 13, 2025

+91 99390 80808

June 13, 2025

 | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૬.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૯૧ સામે ૮૨૪૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૩૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૫૧૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૬૦ સામે ૨૫૧૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૧૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકા અને ચાઈના વચ્ચે રેર અર્થ મામલે શરૂ થયેલી ટ્રેડ વાટાઘાટનો દોર ચાલુ રહેતાં બન્ને દેશો વચ્ચે કેવી ડિલ થશે એના પર વિશ્વની નજર સાથે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેરબજાર ઇન્ડેક્સ બેઝડ બે-તરફી સાંકડી વધઘટને અંતે તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. ચાઈનાએ યુરોપ સહિતના દેશોમાં રેર અર્થ મિનરલ્સની નિકાસો પરના અંકુશો ઉઠાવી લેતાં અને ભારત સહિતના દેશો માટે પણ પોઝિટીવ સંકેતને લઈ આજે ફંડોની પસંદગીના શેરોમાં ખરીદી જળવાઈ રહેતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન તથા અમેરિકા વચ્ચેની ટ્રેડ ચર્ચામાં સકારાત્મક સંકેતોને પગલે વૈશ્વિક ડોલર ઇન્ડેક્સમાં સ્થિરતા અને મજબૂત વિદેશી ભંડોળ પ્રવાહને કારણે બુધવારે ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે ઓપકના દેશોમાં ઉત્પાદન વૃદ્ધી અપેક્ષાથી ઓછી ધારણાએ ક્રૂડઓઈલનાં ભાવમાં તેજી આગળ વધી હતી.

સેક્ટર મુવમેન્ટ…

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૨% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટીઝ, એફએમસીજી, સર્વિસીસ, ઈન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, બેન્કેક્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૨૧ અને વધનારની સંખ્યા ૨૨૨૭ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેકનોલોજી ૩.૨૨%, ઇન્ફોસિસ લિ. ૨.૧૬%, ટેક મહિન્દ્રા ૧.૭૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૧%, બજાજ ફિનસર્વ ૦.૭૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૬%, ટાટા મોટર્સ ૦.૫૫%, ઝોમેટો લિ. ૦.૪૯% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૪૮% વધ્યા હતા, જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૮૯%, અદાણી પોર્ટ ૧.૨૪%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૨૧%, એચડીએફસી બેન્ક ૦.૮૩%, હિન્દુસ્તાન યુનિલીવર ૦.૮૦%, બજાજ ફાઈનાન્સ ૦.૭૧%, નેસ્લે ઇન્ડિયા ૦.૫૪%, એશિયન પેઈન્ટ ૦.૫૧% અને મારુતિ સુઝુકી ૦.૪૭% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના આર્થિક વૃદ્વિના આંકડા નાણા વર્ષ ૨૦૨૫ના નબળા ૬.૫%ની વૃદ્વિના આવ્યા છતાં ચોથા ત્રિમાસિકના આંકડા પ્રોત્સાહક ૭.૪%ની વૃદ્વિના જાહેર થતાં અને વૈશ્વિક આર્થિક પડકારો અને અમેરિકાના ટેરિફ વોરની સ્થિતિ વચ્ચે પણ ચોથા ત્રિમાસિકના મજબૂત આંકડાએ વૈશ્વિક ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફઆઈઆઈઝ) ની શેરોમાં ખરીદી વધી છે. ફોરેન ઈન્વેસ્ટરોની સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી શેરોમાં લાર્જ કેપ બાદ મિડ કેપ શેરોમાં ખરીદદાર બનતા સેન્ટીમેન્ટ તેજીનું બન્યું છે.

વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી વધી રહ્યા છે, જો કે વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. ત્યારે હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી અને સ્ટોક સ્પેસિફિક બની રહેવાની શકયતા છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!