June 12, 2025

+91 99390 80808

June 12, 2025

 | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!! - ૧૧ જુન ૨૦૨૫

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!! – ૧૧ જુન ૨૦૨૫

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૬.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૪૪૫ સામે ૮૨૬૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૨૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૩૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૮૧ સામે ૨૫૨૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ સુધારા તરફી રહ્યા સામે આજે ભારતીય શેરબજાર સપ્તાહના બીજા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ટેરિફ મામલે એક તરફ અમેરિકા ઝુંકવા લાગ્યું હોય એમ ચાઈના સાથે રેર અર્થ મામલે ડિલ વાટાઘાટ ફરી લંડનમાં શરૂ થવાના અહેવાલ અને બીજી તરફ અમેરિકા હવે ભારત સાથે પણ કૂણું વલણ અપનાવી ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારીમાં હોવાના સંકેત સાથે આજે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી.

ગત સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં અપેક્ષાથી વધુ ૦.૫%નો અને સીઆરઆરમાં ૧% ઘટાડો કરવાનો નિર્ણય લેતાં અને સામાન્ય કરતાં ચોમાસું સારૂ રહેવાના અંદાજોએ ફુગાવો પણ અંકુશમાં રહેવાની શકયતાએ આર્થિક વિકાસને વેગ આપવા પર રહેવાની ધારણાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જો કે અંતિમ સેસનમાં ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા તમામ ઉછાળો ધોવાયો હતો અને ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન – અમેરિકા વેપાર કરાર થવાની આશા વચ્ચે આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડતેલના ભાવ પણ તેજી તરફી રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, ફાઈનાન્શિયલ સર્વિસીસ, સર્વિસીસ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, બેન્કેક્સ, એનર્જી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૦૫ અને વધનારની સંખ્યા ૨૨૩૨ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા ૨.૨૭%, ટાટા મોટર્સ ૨.૦૧%, ઇન્ફોસિસ લિ. ૧.૫૧%, એચસીએલ ટેકનોલોજી ૧.૧૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૧૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૬%, ટીસીએસ લિ. ૧.૧૬%, આઈટીસી લિ. ૦.૯૬% અને એકસિસ બેન્ક ૦.૯૩% વધ્યા હતા, જયારે એશિયન પેઈન્ટ ૧.૨૭%, બજાજ ફાઈનાન્સ ૧.૧૬%, ટાટા સ્ટીલ ૦.૯૯%, બજાજ ફિનસર્વ ૦.૯૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૪%, મારુતિ સુઝુકી ૦.૮૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૬૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૬૫% અને એચડીએફસી બેન્ક ૦.૬૪% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, મે મહિનામાં અંદાજીત ૨૨ લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા. આનાથી ખાતાઓની કુલ સંખ્યા ૧૯.૬૬ કરોડ થઈ ગઈ છે. શેરબજારમાં તેજીને કારણે ડીમેટ ખાતાઓની સંખ્યા વધી રહી છે. ડિસેમ્બર ૨૦૨૪ પછી નવા ખાતા ખોલવામાં આ પ્રથમ માસિક વધારો છે. જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે નવા ડીમેટ ખાતાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એક અંદાજ મુજબ જુલાઈ માસના મધ્ય સુધીમાં ખાતાઓની કુલ સંખ્યા ૨૦ કરોડને પાર કરશે. શેરના ભાવમાં વધારા વચ્ચે નવા રોકાણકારોને આકર્ષ્યા છે. ભારતીય ઇક્વિટી બજારમાં મે મહિનામાં ઉછાળો નોંધાયો હતો.

નિફ્ટી અને સેન્સેક્સ અંદાજીત ૨ – ૨% મજબૂત થયા જયારે નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૬.૧% અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૮.૭% વધ્યા છે. કોશ સેગમેન્ટમાં વેપાર પણ આઠ મહિનાની ટોચે પહોંચ્યો હતો. જે રોકાણકારોના રસમાં વધારો દર્શાવે છે. બીએસઈ અને એનએસઈ પરનું સરેરાશ દૈનિક ટર્નઓવર માસિક ધોરણે ૧૧% વધીને રૂ. ૧.૧૯ લાખ કરોડ થયું છે, જે સપ્ટેમ્બર ૨૦૨૪ પછી સૌથી વધુ છે. જો કે ટેરિફ વોરના કારણે વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું છે. ત્યારે હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!