આગામી દિવસોમાં સિપ્લા લિમિટેડના શેરના ભાવમાં
વધારો થવાની સંભાવનાઓ અનેક મજબૂત પરિબળો પર આધારિત છે. ૨૦૨૫ના ચોથી ત્રિમાસિકમાં, કંપનીએ
રૂ.૧૨૨૨ કરોડનો નફો નોંધાવ્યો છે, જે વર્ષ-દર-વર્ષ ૩૦%ની વૃદ્ધિ દર્શાવે છે, અને
આવક ૯% વધી છે, જે રૂ.૬૭૩૦ કરોડ સુધી પહોંચી છે. આ વૃદ્ધિ મુખ્યત્વે શ્વસન અને
યુરોલોજી જેવા ક્રોનિક રોગોની દવાઓની મજબૂત માંગને કારણે છે.
આ ઉપરાંત, સિપ્લાએ USFDA પાસેથી તેની ગોવા સુવિધા માટે “વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ (VAI)”
સ્ટેટસ પ્રાપ્ત કર્યું છે, જે તેના નિકાસ વ્યવસાય માટે સકારાત્મક સંકેત છે. USFDAની
મંજૂરી અને વ્યૂહાત્મક અધિગ્રહણો સાથે, સિપ્લા વૈશ્વિક બજારમાં તેની હાજરી મજબૂત
બનાવી રહી છે, જે તેના શેરના ભાવમાં વૃદ્ધિ માટે અનુકૂળ પરિબળ છે. સિપ્લા દેશ
અને વિદેશ બંનેમાં પોતાની વૈજ્ઞાનિક ક્ષમતાઓ, નવી દવાઓના લૉન્ચ અને વિતરણ
નેટવર્કના વિસ્તરણ દ્વારા બજાર હિસ્સો સતત વધારી રહી છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને
આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in