રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૦૫.૦૬.૨૦૨૫ ના રોજ
સવારે ૧૦ કલાકે….
આ વર્ષે સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી સાથે આજે સપ્તાહના ચોથા
કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. સ્થાનિક સ્તરે ફુગાવાના
દરમાં ઘટાડા સાથે છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશન્સ દરમિયાન ચોથા
ત્રિમાસિકના કંપનીઓના જાહેર થયેલા પરિણામો અપેક્ષાથી ઉત્તમ આવતા તેમજ રિઝર્વ
બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ધિરાણ નીતિ સમીક્ષામાં આ વખતે રેપો રેટમાં
૦.૨૫% થી ૦.૫૦%નો ઘટાડો થવાની મૂકાતી ધારણા સાથે સ્થાનિક અને વિદેશી સંસ્થાગત
રોકાણકારોની સતત ખરીદીના કારણે ભારતીય શેરબજારમાં પોઝીટીવ અસર જોવા મળી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી દર વર્ષના અંત
સુધી વ્યાજ દર ન વધારવાના સંકેતો મળતાં વૈશ્વિક બજારોમાં સકારાત્મક ટ્રેન્ડના
કારણે ભારતીય બજારને ટેકો મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન
માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૩%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૦.૦૧% અને નેસ્ડેક ૦.૩૨% વધીને સેટલ થયા
હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૧% વધીને ટ્રેડ થઇ
રહ્યા હતા.
બીએસઈમાં
સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૯૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૦૫ અને
વધનારની સંખ્યા ૧૮૪૦ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૪
શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી
સર્કિટ રહી હતી.
કોમોડિટી…
- એમસીએક્સ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૮૪૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૮૬૧૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૮૪૧૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૮૫૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
- એમસીએક્સ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૧,૦૧,૪૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૧,૭૮૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૧,૩૯૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૧,૦૧,૬૧૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ…
ભારતીય
શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો,
જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
ઝોમેટો લિ., પાવર ગ્રીડ કોર્પોરેશન,
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી,
અદાણી પોર્ટ, એનટીપીસી લિ. અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા શેરો મજબૂત પ્રદર્શન સાથે ૩%
થી ૧%ના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ,
એકસિસ બેન્ક, નેસ્લે ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનીલીવર, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ
બેન્ક અને કોટક બેન્ક જેવા શેરો ૧% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા
હતા.
સ્ટોક સ્પેસિફિક
રેન્જ મુવમેન્ટ….
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૩૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૧૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૮ ના સ્ટોપલોસ ધ્યાને રાખી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ આસપાસ મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી નવાં ઝોનમાં પ્રવેશી શકે…!!
- સિપ્લા લિ. ( ૧૪૮૩ ) :- રૂ.૧૪૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ થકી ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૧૫ આસપાસ ટ્રેડિંગલક્ષી સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઝાયડસ લાઈફ ( ૯૩૮ ) :- રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૯૮ બીજા સ્ટ્રોંગ સપોર્ટ ને ધ્યાને લઈ ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ આસપાસ તેજી તરફી મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૧૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૪ થી રૂ.૮૪૦ ના ભાવ સપાટીની રેન્જ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય રિઝર્વ બેંક આગામી
સમયમાં બેંકિંગ ક્ષેત્રે કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે, જેથી વિદેશી
રોકાણકારોને ભારતીય બેન્કોમાં વધુ હિસ્સો લેવાની તક મળી શકે. ભારતમાં બેંકિંગ ક્ષેત્રે
વિદેશી જાયન્ટો, બેંકિંગ-નાણા સંસ્થાઓ ઝંપલાવવા અને એક્વિઝિશન માટેની હલચલ વધતાં
ભારતીય બેંકિંગ નિયામક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેન્કોની માલિકી સંબંધિત નિયમોને
હળવા કરવા પર વિચારણા કરી રહી છે. દેશના ઝડપી વિકસતા અર્થતંત્ર અને
ફાઈનાન્શિયલ-બેંકિંગ ક્ષેત્રે તાજેતરના મહિનાઓમાં વિદેશી સાહસિકો એક્વિઝિશન કરવાની
તૈયારીમાં છે.
દેશની
ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને લાંબા ગાળા માટે વધુ મૂડીની જરૂર છે. ગત મહિને, રિઝર્વ
બેન્કે જાપાનની સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશનને યસ બેંકમાં ૨૦% હિસ્સો
ખરીદવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત, બે વિદેશી સંસ્થાઓ પણ આઈડીબીઆઈ બેંકમાં હિસ્સો
લેવાનો પ્રયાસ કરી રહી છે. આ દર્શાવે છે કે રિઝર્વ બેંક વિદેશી રોકાણના નિયમોને
અમુક અંશે હળવા કરવાનું વિચારી રહી છે, કારણ કે ભારતમાં આ નિયમો વિશ્વના મુખ્ય
અર્થતંત્રોની તુલનામાં સૌથી કડક છે.
ડિસ્ક્લેમર
/ પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are
for illustration only and are not recommendatory. Investment in securities
market are subject to market risks. Read and agree Disclaimer and related all
the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in