June 6, 2025

+91 99390 80808

June 6, 2025

 | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડભારતીય શેરબજારમાં અફડાતફડી યથાવત્ રહેશે...!!

ભારતીય શેરબજારમાં અફડાતફડી યથાવત્ રહેશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૦૪.૦૬.૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે….

વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથપાથલ સર્જી રહ્યા છે. યુક્રેનના રશિયા પર ઘાતક હુમલાને લઈ જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચાઈનાથી સ્ટીલની આયાત પર ૫૦% ટેરિફ સહિતના નિર્ણયોને લઈ વૈશ્વિક વેપાર યુદ્વ વકરવાના એંધાણ અને હોંગકોંગની હાલત કફોડી બની રહ્યાના અહેવાલો વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં નરમાઈ સાથે ભારતીય શેરબજારમાં પણ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સાવચેતી જોવા મળી હતી.

ટ્રમ્પને અમેરિકાની ફેડરલ કોર્ટના એક દિવસ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની સત્તા નહીં હોવાનું અને બીજા જ દિવસે યુ-ટર્નને લઈ છેલ્લે ચાઈના સાથે ટેરિફ વાટાઘાટ પડી ભાંગ્યાના અને અમેરિકામાં સ્ટીલની આયાત પર ૫૦% ટેરિફ લાદવાના નિર્ણયને લઈ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું છે. હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ બજારની ચાલ ઈન્ડેક્સ બેઝડ અથડાતી અને સ્ટોક સ્પેસિફિક બની રહેવાની શકયતા છે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૧%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૦.૫૮% અને નેસ્ડેક ૦.૮૧% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૭% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૬ અને વધનારની સંખ્યા ૧૬૩૧ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી…

  • એમસીએક્સ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૮૦૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૮૧૬૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૮૦૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૦૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૮૦૨૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
  • એમસીએક્સ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૧,૦૧,૩૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૧,૫૦૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૧,૩૩૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૮૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧,૦૧,૪૦૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ…

ભારતીય શેરબજારમાં આજે આઈટી, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, ટેક અને ફોકસ્ડ આઇટી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલીના કારણે રિયલ્ટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, હેલ્થકેર અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.

ટાટા મોટર્સ, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેન્ક, ઝોમેટો લિ., બજાજ ફાઈનાન્સ, મારુતિ સુઝીકી અને બજાજ ફિનસર્વ જેવા શેરો મજબૂત પ્રદર્શન સાથે ૧.૦% થી ૦.૫%ના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ટાઈટન કંપની લિ., અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ લિ. આઈસીઆઈસીઆઈ બેન્ક, અદાણી પોર્ટ, એશિયન પેઈન્ટ, સન ફાર્મા, એકસિસ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરો ૧% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ….

  • ઈન્ફોસિસ લિ. ( ૧૫૫૩ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૦૮ ના સ્ટોપલોસ ધ્યાને રાખી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૮૪ આસપાસ મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૯૦ ઉપર તેજી તરફી નવાં ઝોનમાં પ્રવેશી શકે…!!
  • સિપ્લા લિ. ( ૧૪૭૧ ) :- રૂ.૧૪૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ થકી ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૫ આસપાસ ટ્રેડિંગલક્ષી સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • અદાણી ગ્રીન એનર્જી ( ૯૯૯ ) :- રૂ.૯૭૩ નો પ્રથમ તેમજ રૂ.૯૬૦ બીજા સ્ટ્રોંગ સપોર્ટ ને ધ્યાને લઈ પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૧૮ થી રૂ.૧૦૩૦ આસપાસ તેજી તરફી મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!!
  • કલ્યાણ જ્વેલર્સ ( ૫૬૦ ) :- જેમ્સ જ્વેલરી એન્ડ વોચેસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૪ થી રૂ.૫૮૦ ના ભાવ સપાટીની રેન્જ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

બજારની ભાવિ દિશા…. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ૪, જૂનના બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ દિવસીય ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગમાં આ વખતે નાણા વર્ષ ૨૦૨૬ની આર્થિક વૃદ્વિના અંદાજમાં કોઈ ફેરફાર નહીં થવાની સાથે રેપો રેટમાં વધુ ૦.૨૫%નો ઘટાડો થવાની શકયતા મૂકાઈ રહી છે. જો આરબીઆઈ દ્વારા આ વખતે ૦.૨૫%નો વધુ ઘટાડો થશે તો રેપો રેટનો દર ઘટીને ૫.૭૫% થશે. ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારૂ રહેવાના અનુમાનને લઈ કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર પર પોઝિટીવ અસરના અંદાજને લઈ આરબીઆઈ એમપીસીનું ફોક્સ આર્થિક વૃદ્વિ પર રહેવાની બજારનો અમુક વર્ગ શકયતા બતાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એમપીસી દ્વારા એપ્રિલમાં રેપો રેટમાં ૦.૨૫%નો ઘટાડો કરાયો હતો. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ આટલો જ ઘટાડો કરાયો હતો. આ પૂર્વે એમપીસી દ્વારા સતત ૧૧ મીટિંગમાં રેપો રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. ભારતનો આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિ દર નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ત્રિમાસિક જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૫માં વધીને ૭.૪%ના સ્તરે અને સંપૂર્ણ નાણા વર્ષનો વૃદ્વિ દર ઘટીને ચાર વર્ષના તળીયે ૬.૫% જાહેર થયો હોઈ આર્થિક વિકાસ પર આરબીઆઈ, સરકારનું ફોક્સ વધવાની શકયતા બતાવાઈ રહી છે. જેને લઈને પણ રેપો રેટમાં વધુ ઘટાડો થવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!