June 6, 2025

+91 99390 80808

June 6, 2025

 | +91 99390 80808

HomeTrading Ideasજેએસડબ્લ્યૂ સ્ટીલ

જેએસડબ્લ્યૂ સ્ટીલ

આગામી દિવસોમાં જેએસડબ્લ્યૂ સ્ટીલના શેરના ભાવમાં વધારો થવાની સંભાવના અનેક મહત્વપૂર્ણ પરિબળો પર આધારિત છે. ૨૦૨૫ના માર્ચ ત્રિમાસિકમાં, જેએસડબ્લ્યૂ સ્ટીલએ રૂ.૧૫૦૩ કરોડનો નફો નોંધાવ્યો છે. આ નફામાં વૃદ્ધિ મુખ્યત્વે ખર્ચ નિયંત્રણ અને મજબૂત ઘરેલુ વેચાણના પરિણામે થઈ છે. કંપનીએ ઘરેલુ વેચાણમાં ૩૦% વૃદ્ધિ નોંધાવી છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોટિવ સેક્ટરમાં વધતી માંગને દર્શાવે છે. ઉત્પાદન ક્ષમતા પણ ૧૩% વધીને ૭.૪ મિલિયન ટન થઈ છે.

અંતરરાષ્ટ્રીય સ્તરે, ચીનથી આયાતમાં ઘટાડો અને કોકિંગ કોલના ભાવમાં ઘટાડા જેવા પરિબળો ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે લાભદાયક સાબિત થઈ રહ્યા છે. દેશની ગ્રોથ સ્ટોરી, ઊંચી ડિમાન્ડ, મજબૂત નફાકારકતા, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન, તેમજ કંપનીના વ્યૂહાત્મક નિર્ણયોને કારણે જેએસડબ્લ્યૂ સ્ટીલ આગામી દિવસોમાં લાંબા ગાળાના રોકાણકારો માટે ઉચ્ચ વળતર આપે તેવી શક્યતા છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!