June 6, 2025

+91 99390 80808

June 6, 2025

 | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર જ તેજી તરફી ધ્યાન...!!!

નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર જ તેજી તરફી ધ્યાન…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૦૨.૦૬.૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે….

ચોમાસું સમયથી વહેલું આવી જવાના પોઝિટીવ પરિબળ અને ભારત અને અમેરિકા વચ્ચે જૂન સુધીમાં વચગાળાની ટેરિફ-વેપાર સંધિ થવાના અહેવાલો છતાં વિશ્વને રોજેરોજ અચંબા મુકી દેતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશીયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવાના નિવેદન અને અણધાર્યા આર્થિક પગલાંને લઈ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતાને કારણે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં પણ ઈન્ડેક્સ બેઝડ ઘટાડો નોંધાયો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ પર ટેરિફ આતંકથી અમેરિકનો પણ પરેશાન થઈ જતાં અમેરિકી ફેડરલ કોર્ટે ટ્રમ્પને બેફામ ટેરિફ લાગુ કરવાનો કોઈ અધિકાર નહીં હોવાનું જણાવતાં પોઝિટિવ અસર સામે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૯%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૦.૦૧% અને નેસ્ડેક ૦.૩૨% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૭% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, સર્વિસીસ, પાવર અને યુટીલીટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૯ અને વધનારની સંખ્યા ૧૨૭૫ રહી હતી, ૧૮૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી…

  • એમસીએક્સ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૬૧૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૬૨૨૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૬૧૦૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૯૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૬૧૭૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
  • એમસીએક્સ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૯૭૩૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૩૭૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૧૨૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૯૭૨૦૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ…

ભારતીય શેરબજારમાં આજે એફએમસીજી, યુટીલીટીઝ, રિયલ્ટી, પાવર અને સર્વિસીસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલીના કારણે ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, બેન્કેકસ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઈનાન્શીયલ સર્વિસીસ સેક્ટર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.

અદાણી પોર્ટ, હિન્દુસ્તાન યુનીલીવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઈન્ટ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, નેસ્લે ઇન્ડિયા અને ઇન્ડસઇન્ડ બેન્ક જેવા શેરો મજબૂત પ્રદર્શન સાથે ૧.૦% થી ૦.૫%ના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, ટાઈટન કંપની લિ. લાર્સેન લિ. બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસીસ લિ. જેવા શેરો ૧.૭૫% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ….

  • એસબીઆઈ લાઈફ ( ૧૮૧૮ ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૭ ના સ્ટોપલોસ ધ્યાને રાખી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ આસપાસ મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી નવાં ઝોનમાં પ્રવેશી શકે…!!
  • અદાણી પોર્ટ્સ ( ૧૪૩૧ ) :- રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ થકી પોર્ટ્સ એન્ડ પોર્ટ્સ સર્વિસીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ આસપાસ ટ્રેડિંગલક્ષી સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • અદાણી ગ્રીન એનર્જી ( ૧૦૨૦ ) :- રૂ.૯૯૪ નો પ્રથમ તેમજ રૂ.૯૮૦ બીજા સ્ટ્રોંગ સપોર્ટ ને ધ્યાને લઈ પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૫૦ આસપાસ તેજી તરફી મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૧૦ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ ના ભાવ સપાટીની રેન્જ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે એક તરફ ટ્રમ્પના ટેરિફ વોર અને બીજી તરફ ઈઝરાયેલ – હમાસ યુદ્વ અને રશીયા – યુક્રેન બાદ સ્થાનિક સ્તરે ભારત – પાકિસ્તાન તણાવના પરિણામે વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં પણ વોલેટીલિટી જોવાઈ રહી છે. તાજેતરના મહિનાઓમાં બજારમાં મોટા કરેકશનના કારણે વર્તમાન રોકાણકારો પણ થોભો અને રાહ જુઓ પર આવી જતાં નવા રોકાણકારોનો પ્રવાહ મંદ પડતો જોવાયો છે. એપ્રિલ ૨૦૨૫ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં નવા રોકાણકારો ત્રણ લાખ જેટલો ઉમેરો થયો છે. જે છેલ્લા ૨૨ મહિનામાં સૌથી ઓછો છે.

નવા રોકાણકારોના ઉમેરા માટે મહત્વના ગણાતા નવા ફંડ ઓફરિંગમાં પણ તાજેતરના મહિનાઓમાં ઘટાડાના કારણે અસર જોવાઈ છે. એપ્રિલ મહિનામાં માત્ર એક એક્ટિવ ઈક્વિટી સ્કિમમાં એનએફઓ પૂર્ણ થયો છે, જેમાં રૂ.૧૭૧ કરોડ એકત્ર કરાયા છે. આ તમામ કેટેગરીઝમાં કુલ મળીને સાત સ્કિમો લોન્ચ થઈ હતી અને કુલ રૂ.૩૫૦ કરોડ એકત્ર કરાયા હતા. જેની તુલનાએ નાણા વર્ષ ૨૦૨૫ના બીજા અર્ધવાર્ષિકમાં ૨૫ લોન્ચ અને દર મહિને સરેરાશ રૂ.૬૦૦૦ કરોડ એકત્ર કરાયા હતા. આગામી દિવસોમાં સકારાત્મક સંકેતો છતાં વૈશ્વિક સ્તરે અમેરિકા પર દેવાનું સંકટ, ટેરિફ નીતિ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ જેવા પડકારોના કારણે સાવચેતીનું વલણ જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!