રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૩૦.૦૫.૨૦૨૫ ના રોજ
સવારે ૧૦ કલાકે….
વૈશ્વિક
મોરચે અમેરિકા વિરૂધ્ધ વિશ્વની ટેરિફ લડાઈમાં ચાઈના અને યુરોપીય યુનિયન વચ્ચે
વેપાર વાટાઘાટ અને ચાઈના તેના બિઝનેસ વ્યુહ થકી અમેરિકાને હંફાવવા પ્રયાસ કરી
રહ્યું હોઈ ટેરિફ યુદ્વ વકરવાની શકયતા છતાં સ્થાનિક સ્તરે ચોમાસું સમયથી વહેલું
આવી જવાના પોઝિટીવ પરિબળ અને ભારત – અમેરિકા વચ્ચે જૂન સુધીમાં વચગાળાની
ટેરિફ-વેપાર સંધિ થવાના અહેવાલોએ આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી
તરફી માહોલ જોવા મળ્યો હતો.
વિશ્વને રોજેરોજ અચંબા મુકી દેતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પના રશીયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવાના નિવેદન અને અણધાર્યા આર્થિક
પગલાંને લઈ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતાને કારણે વૈશ્વિક બજારોમાં
સાવચેતી સામે આજે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઈન્ડેક્સ
બેઝડ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન
માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૧%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૦.૧૧% અને નેસ્ડેક ૦.૪૪% ઘટીને સેટલ થયા
હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૪% વધીને ટ્રેડ થઇ
રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી,
ટેક, બેન્કેકસ, ઓટો, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઈનાન્શીયલ સર્વિસીસ શેરોમાં
વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર
કરી રહ્યા હતા.
બીએસઈમાં
સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૮ અને
વધનારની સંખ્યા ૧૫૨૧ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૬
શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી
સર્કિટ રહી હતી.
કોમોડિટી…
- એમસીએક્સ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૪૯૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૪૯૫૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૪૮૦૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૭૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૪૮૧૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
- એમસીએક્સ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૯૭૨૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૩૨૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૬૮૮૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૯૬૮૮૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ…
ભારતીય શેરબજારમાં આજે આરંભિક
કલાકોમાં બે-તરફી સાંકડી વધઘટે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ફરી ખરીદી
સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ખરીદીના જોરે આજે કેપિટલ
ગુડ્સ, પાવર, ઇન્ડસ્ટ્રીયલ, સર્વિસીસ
અને એનર્જી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, બેન્કેકસ, ઓટો, એફએમસીજી,
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઈનાન્શીયલ સર્વિસીસ સેક્ટર્સમાં ઘટાડો જોવા મળી
રહ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ
ફિનસર્વ, નેસ્લે ઇન્ડિયા, લાર્સેન લિ., અદાણી પોર્ટ, ઝોમેટો લિ., મારુતિ સુઝીકી, એચડીએફસી
બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને એનટીપીસી લી. જેવા શેરો મજબૂત પ્રદર્શન સાથે ૧.૦%
થી ૦.૫%ના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ઇન્ફોસિસ લિ. ટેક મહિન્દ્રા,
ઇન્ડસઇન્ડ બેન્ક, એચસીએલ ટેકનોલોજી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટીસીએસ
લિ., બજાજ ફાઈનાન્સ, ટાટા મોટર્સ અને ભારતી એરટેલ જેવા શેરો ૧.૫% થી ૦.૫% સુધીના
ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
સ્ટોક સ્પેસિફિક
રેન્જ મુવમેન્ટ….
- સન ફાર્માસ્યુટિકલ ( ૧૭૧૦ ) :- સન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૦ ના સ્ટોપલોસ ધ્યાને રાખી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૪૫ આસપાસ મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૫૩ ઉપર તેજી તરફી નવાં ઝોનમાં પ્રવેશી શકે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૨૫૦ ) :- રૂ.૧૨૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ થકી પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૬૪ થી રૂ.૧૨૭૦ આસપાસ ટ્રેડિંગલક્ષી સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી ગ્રીન એનર્જી ( ૧૦૨૭ ) :- રૂ.૧૦૦૮ નો પ્રથમ તેમજ રૂ.૯૯૦ બીજા સ્ટ્રોંગ સપોર્ટ ને ધ્યાને લઈ પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ આસપાસ તેજી તરફી મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૩૦ ) :- ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૪ થી રૂ.૯૬૦ ના ભાવ સપાટીની રેન્જ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચીન તથા અમેરિકા
બંને ભારતના મોટા વેપાર ભાગીદાર દેશ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ
વોરને પરિણામે ભારતમાં વિદેશી કંપનીઓના ઉત્પાદન એકમો આવવાની તથા ભારતમાંથી નિકાસ
વધવાની શકયતા હાલ પૂરતુ ઘટી ગઈ છે. અમેરિકા તથા ચીને એકબીજાના માલસામાન પર
ટેરિફમાં ઘટાડો કરવાના લીધેલા નિર્ણયને કારણે ચીનમાંથી ફરી નિકાસ વધવાની શકયતા વધી
ગઈ છે. ચીનમાં કાર્યરત વિદેશી કંપનીઓ જેઓ ચીનમાંથી પોતાના એકમો બંધ કરી ભારત, મેક્સિકો
કે વિયેતનામ તરફ નજર દોડાવવા લાગી હતી તે હાલ પૂરતુ અટકી જશે અને ચીનમાં જ
રહેવાનું પસંદ કરશે તેમ જણાય રહ્યું છે.
ટેરિફ વોરને કારણે ચીન ઉપરાંત અન્ય
દેશની જે શકયતા ઊભી થઈ હતી તે હવે ધીમી પડી ગઈ છે અને ચીન ખાતેથી આયાત કરવાનું અને
ચીનમાં ઉત્પાદન મથકો ચાલુ રાખવાનું વૈશ્વિક કંપનીઓ મુનાસિબ ગણશે. આ અગાઉ અમેરિકાએ
ચીનને બાદ કરતા અન્ય દેશો સાથેની ટેરિફ વોરને ૯૦ દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય
કર્યો હતો જેને પરિણામે અમેરિકામાં નિકાસ વધારવા ભારતને આશા જાગી હતી. પરંતુ હવે
ચીન સાથે ટેરિફ વોર સ્થગિત કરી દેવાતા ભારતની આશા ઠંડી પડી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ
જ્યારે ૨૦૧૭ થી ૨૦૨૧ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહ્યા હતા ત્યારે, અમેરિકા સાથેના
વેપારમાં ભારત છઠ્ઠું મોટું લાભકર્તા બની રહ્યું હતું.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in