May 31, 2025

+91 99390 80808

May 31, 2025

 | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડભારતીય શેરબજારમાં અફડાતફડી યથાવત્ રહેશે...!!

ભારતીય શેરબજારમાં અફડાતફડી યથાવત્ રહેશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૨૯.૦૫.૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે….

વૈશ્વિક મોરચે એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહ્યા સામે ટેરિફ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન પર ૫૦% ટેરિફનો અમલ મોકૂફ રાખતાં યુરોપ, અમેરિકી બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારમાં પણ સપ્તાહના ચોથા કારોબારી દિવસે શરૂઆતમાં ઉછાળો નોંધાયો હતો. લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી સાથે ફોરન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ખરીદી વધતા આજે ભારતીય શેરબજાર ઈન્ડેક્સ બેઝડ ઊછળા સાથે કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૧.૩૩%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૦.૫૬% અને નેસ્ડેક ૦.૫૧% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ્યુનિકેશન અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૧૬ અને વધનારની સંખ્યા ૧૭૬૨ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી…

  • એમસીએક્સ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૪૯૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૪૯૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૪૫૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૮૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૪૬૯૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
  • એમસીએક્સ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૯૭૫૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૭૪૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૫૪૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૯૭૬૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ…

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ફરી ખરીદી સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ખરીદીના જોરે આજે આઈટી, ટેક, મેટલ અને ઓટો સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે રિયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ્યુનિકેશન અને એફએમસીજી સેક્ટર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.

ઇન્ફોસિસ લિ., સન ફાર્મા, ટાટા મોટર્સ, ઝોમેટો લિ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ અને ટીસીએસ લિ. જેવા શેરો મજબૂત પ્રદર્શન સાથે ૧.૫% થી ૦.૫%ના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ, નેસ્લે ઇન્ડિયા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અલ્ટ્રાતટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક જેવા શેરો ૧% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ….

  • એચસીએલ ટેકનોલોજી ( ૧૬૬૩ ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસ ધ્યાને રાખી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૮૦ થી રૂ.૧૬૯૪ આસપાસ મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૦૦ ઉપર તેજી તરફી નવાં ઝોનમાં પ્રવેશી શકે…!!
  • ટેક મહિન્દ્રા ( ૧૫૯૦ ) :- રૂ.૧૫૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ થકી ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૨૦ આસપાસ ટ્રેડિંગલક્ષી સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૦૦૭ ) :- રૂ.૯૮૯ નો પ્રથમ તેમજ રૂ.૯૭૪ બીજા સ્ટ્રોંગ સપોર્ટ ને ધ્યાને લઈ આયર્ન અને સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૪ થી રૂ.૧૦૩૦ આસપાસ તેજી તરફી મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!!
  • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૨૮ ) :- ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ ના ભાવ સપાટીની રેન્જ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વમાં અત્યારે ઈઝરાયેલ એક તરફ ગાઝા મામલે ઈરાન પર સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહ્યાના અહેવાલ અને બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે સતત ટેન્શન સામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનપ્રેડિકટેબલ બની રહી હજુ કોર્પોરેટ વિશ્વ માટે રોજબરોજ નવું ટેન્શન ઊભું કરી દઈ તમામ દેશોને અનિશ્ચિતતામાં ધકેલી દેતાં હોઈ વૈશ્વિક બજારોમાં પણ ડામાડોળ સ્થિતિ પ્રવર્તિ રહી છે.

ટ્રમ્પ ટેકનોલોજી જાયન્ટ એપલ ઈન્ક.ને અમેરિકામાં મેન્યુફેકચરીંગ શિફ્ટ કરતું આક્રમક વલણ અપનાવ્યા બાદ સેમંસંગને પણ ચીમકી સાથે યુરોપીયન યુનિયનને ૫૦% ટેરિફ લાગુ કરવાની ધમકી આપીને એક સમયે ટેરિફ યુદ્વના શાંત થયેલા વંટોળને ફરી સક્રિય કર્યો હતો. ટ્રમ્પના ટેરિફના પગલાથી વિશ્વ વેપારમાં અસ્થિરતા આવી હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ તેજી બાદ અનિશ્ચિત ચાલે બે તરફી ભારે અફડાતફડી જોવાઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જોવાઈ શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!