May 30, 2025

+91 99390 80808

May 30, 2025

 | +91 99390 80808

HomeMarket Trendનિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૫.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૫૧ સામે ૮૧૪૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૨૪૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૩૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૩૧૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૬૨ સામે ૨૪૭૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૪૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૧૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૬૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક મોરચે એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહ્યા સામે ટેરિફ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન પર ૫૦% ટેરિફનો અમલ મોકૂફ રાખતાં યુરોપ, અમેરિકી બજારોમાં રિકવરીથી વિપરીત આજે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. ફોરન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ખરીદી ધીમી પડયા સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી ખાસ સ્મોલ કેપ શેરોમાં થયા સામે લાર્જ કેપ, સેન્સેક્સ, નિફટી શેરોમાં વેચવાલ બનતાં આજે ફરી ઈન્ડેક્સ બેઝડ વેચવાલીએ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકા અને યુરોપ વચ્ચે ટ્રેડવોરની શક્યતા દૂર થતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ક્રૂડઓઈલનું ઉત્પાદન જુલાઈ માસમાં દૈનિક ૪ લાખ ૧૧ હજાર બેરલ્સ વધારાશે તેવી શક્યતાએ ક્રૂડઓઈલના ભાવ ઘટતાં જોવા મળ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, ઇન્ડસ્ટ્રીઝ, કેપિટલ ગુડ્સ, સર્વિસીસ, ટેક, ઓઈલ એન્ડ ગેસ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને બેન્કેકસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૮ અને વધનારની સંખ્યા ૨૦૨૨ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૧.૦૭%, ભારતી એરટેલ ૦.૬૫%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૪૬%, અદાણી પોર્ટ ૦.૪૬%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૫%, એનટીપીસી લિ. ૦.૪૧%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૩૩%, ટાટા મોટર્સ ૦.૨૧%, લાર્સેન લિ. ૦.૧૨% અને ઇન્ફોસિસ લિ. ૦.૧૦% વધ્યા હતા, જયારે આઈટીસી લિ. ૩.૧૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૯૯%, નેસ્લે ઇન્ડિયા ૧.૭૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૨%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૪૧%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૨૦%, એશિયન પેઈન્ટ ૧.૧૨%, સન ફાર્મા ૧.૦૬%, ટેક મહિન્દ્રા ૦.૮૮ અને મારુતિ સુઝીકી ૦.૮૭ ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વમાં અત્યારે ઈઝરાયેલ એક તરફ ગાઝા મામલે ઈરાન પર સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહ્યાના અહેવાલ અને બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે સતત ટેન્શન સામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનપ્રેડિકટેબલ બની રહી હજુ કોર્પોરેટ વિશ્વ માટે રોજબરોજ નવું ટેન્શન ઊભું કરી દઈ તમામ દેશોને અનિશ્ચિતતામાં ધકેલી દેતાં હોઈ વૈશ્વિક બજારોમાં પણ ડામાડોળ સ્થિતિ પ્રવર્તિ રહી છે.

ટ્રમ્પ ટેકનોલોજી જાયન્ટ એપલ ઈન્ક.ને અમેરિકામાં મેન્યુફેકચરીંગ શિફ્ટ કરતું આક્રમક વલણ અપનાવ્યા બાદ સેમંસંગને પણ ચીમકી સાથે યુરોપીયન યુનિયનને ૫૦% ટેરિફ લાગુ કરવાની ધમકી આપીને એક સમયે ટેરિફ યુદ્વના શાંત થયેલા વંટોળને ફરી સક્રિય કર્યો હતો. ટ્રમ્પના ટેરિફના પગલાથી વિશ્વ વેપારમાં અસ્થિરતા આવી હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ તેજી બાદ અનિશ્ચિત ચાલે બે તરફી ભારે અફડાતફડી જોવાઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જોવાઈ શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!