June 1, 2025

+91 99390 80808

June 1, 2025

 | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડડેરિવેટિવ્ઝ વલણનાં કારણે અફડાતફડીનો માહોલ નોંધાશે...!!!

ડેરિવેટિવ્ઝ વલણનાં કારણે અફડાતફડીનો માહોલ નોંધાશે…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૨૮.૦૫.૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે….

આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતોના અભાવે તેમજ કોરોનાના વધતા કેસો વચ્ચે રોકાણકારો નાના પાયે પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં શેરબજાર વોલેટાઈલ બન્યું હતું તેમજ વિદેશી રોકાણકારો દ્વારા નોંધાઈ રહેલ રોકાણ પ્રવાહમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે સકારાત્મક સંકેતો છતાં વૈશ્વિક સ્તરે અમેરિકા પર દેવાનું સંકટ, ટેરિફ નીતિ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ જેવા પડકારોના કારણે રોકાણકારો સાવચેતીનું વલણ દર્શાવતા સ્થાનિક બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.

શેરબજારમાં ઘટાડાના મુખ્ય કારણોમાં રોકાણકારો દ્વારા નફારૂપી વેચવાલી, નબળા ચોથા ત્રિમાસિક પરિણામો, વધતા યુ.એસ. ટ્રેઝરી યિલ્ડ્સ, વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અપેક્ષિત કરતા ઓછા ડિવિડેન્ડનો સમાવેશ થાય છે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૧%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૨.૦૫% અને નેસ્ડેક ૨.૪૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, આઈટી, ફોકસ્ડ આઈટી, ટેક, પાવર, રિયલ્ટી અને યુટિલિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૯૮ અને વધનારની સંખ્યા ૧૭૫૫ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી…

  • એમસીએક્સ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૫૨૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૫૩૫૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૫૦૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૭૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૫૩૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
  • એમસીએક્સ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૯૭૭૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૮૦૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૭૪૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૯૭૯૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ…

લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ખરીદી સામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ફરી વેચવાલીના જોરે આજે એફએમસીજી, ઓટો અને મેટલ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ટેલિકોમ્યુનિકેશન, આઈટી, ફોકસ્ડ આઈટી, ટેક અને પાવર સેક્ટર્સમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો.

ઇન્ફોસિસ લિ., અદાણી પોર્ટ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, એકસિસ બેન્ક, એનટીપીસી લિ., આઈસીઆઈસીઆઈ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને ટીસીએસ લિ. જેવા શેરો મજબૂત પ્રદર્શન સાથે ૧% થી ૦.૫%ના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે આઈટીસી લિ., નેસ્લે ઇન્ડિયા, ટાઈટન કંપની લિ., મહિન્દ્રા & મહિન્દ્રા, મારુતિ સુઝીકી, ઇન્ડસઇન્ડ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ અને હિન્દુસ્તાન યુનીલીવર ૧% થી ૩% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ….

  • ભારતી એરટેલ ( ૧૮૪૯ ) :- એરટેલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૨૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસ ધ્યાને રાખી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૬૩ થી રૂ.૧૮૭૦ આસપાસ મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૮૮ ઉપર તેજી તરફી નવાં ઝોનમાં પ્રવેશી શકે…!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૯૧ ) :- રૂ.૧૩૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ થકી ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૨૦ આસપાસ ટ્રેડિંગલક્ષી સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૭૫ ) :- રૂ.૧૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૨૩૦ બીજા સ્ટ્રોંગ સપોર્ટ ને ધ્યાને લઈ પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૩ આસપાસ તેજી તરફી મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!!
  • અદાણી ગ્રીન એનર્જી ( ૧૦૧૫ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૪૪ ના ભાવ સપાટીની રેન્જ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૬૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારની ભવિષ્યની દિશા દેશની આર્થિક નીતિઓ અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર આધારિત રહેશે. હાલની સ્થિતિમાં ભારતનું GDP વૃદ્ધિ દર અન્યો દેશોની સરખામણીએ વધુ મજબૂત હોવાનું સ્પષ્ટ છે અને સરકાર દ્વારા કરવામાં આવતાં ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાઓથી શેરબજારમાં લાંબા ગાળે સકારાત્મક વલણ રહે તેવી સંભાવના છે. મુખ્યત્વે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવા અભિયાનોએ ભારતીય કંપનીઓ માટે વિકાસની નવી તકો ઊભી કરી છે, જેના કારણે રોકાણકારોનું આકર્ષણ પણ વધી રહ્યું છે.

આગામી દિવસોમાં ભારતીય શેરબજાર મધ્યમ થી લાંબા ગાળે સકારાત્મક દિશામાં આગળ વધી શકે છે, જોકે ટૂંકા ગાળે વૈશ્વિક મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ, ક્રૂડ ઓઈલની કિંમત અને અમેરિકાની વ્યાજદરોમાં ફેરફાર જેવા તત્વો ચિંતાનું કારણ બની શકે છે. આ બધાની વચ્ચે ભારત સ્થિર વૃદ્ધિ દર્શાવતો દેશ બની રહ્યો છે, જે વૈશ્વિક રોકાણકારો માટે ભારતને આકર્ષક બનાવે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!