June 3, 2025

+91 99390 80808

June 3, 2025

 | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝ્ડ અફડાતફડીનો માહોલ...!!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝ્ડ અફડાતફડીનો માહોલ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૨૭.૦૫.૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે….

વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. અમેરિકાની ટેરિફ ડેડલાઈન ઘણા દેશો માટે નજીક આવી રહી હોઈ અમેરિકા સાથે ડિલની વાટાઘાટો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી યુરોપીયન યુનિયન પર ૫૦% ટેરિફનું એલાન કરતાં અને હજુ અન્ય ચીજો મામલે અનિશ્ચિતતાએ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સ્થાનિક બજારમાં પણ ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૮૦%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૦.૬૭% અને નેસ્ડેક ૧.૦૦% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઇન્ડસ્ટ્રીયલ્સ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર અને કોમોડિટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૩૭ અને વધનારની સંખ્યા ૧૪૭૨ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી…

  • એમસીએક્સ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૫૬૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૬૦૬૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૫૫૩૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૬૦૩૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
  • એમસીએક્સ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૯૭૯૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૯૪૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૮૩૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૯૭૮૬૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ…

વૈશ્વિક સ્તરે અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડમાં વૃદ્ધિ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેતના અભાવના કારણે દરેક ઉછાળે સાવચેતી સાથે આજરોજ એનર્જી, એફએમસીજી, યુટીલીટીઝ, બેન્કેકસ અને ઓઈલ એન્ડ ગેસ ડ્યુરેબલ્સ સેક્ટર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે હેલ્થકેર, ઇન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી સેક્ટર્સમાં તેજી જોવા મળી રહી છે.

સન ફાર્મા અને  ઇન્ડસઇન્ડ બેન્ક જેવા શેરો મજબૂત પ્રદર્શન સાથે ૧% થી ૦.૫%ના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી લિ., મહિન્દ્રા & મહિન્દ્રા, એકસિસ બેન્ક, ઝોમેટો લિ., ટીસીએસ લિ., ટાટા મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, લાર્સન લિ. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧% થી ૩% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ….

  • એસબીઆઈ લાઈફ  ( ૧૭૯૭ ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૦ ના સ્ટોપલોસ ધ્યાને રાખી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૧૩ થી રૂ.૧૮૨૪ આસપાસ મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી નવાં ઝોનમાં પ્રવેશી શકે…!!
  • ટાટા કોમ્યુનીકેશન ( ૧૬૮૧ ) :- રૂ.૧૬૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ થકી ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૬૯૬ થી રૂ.૧૭૦૭ આસપાસ ટ્રેડિંગલક્ષી સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • સિપ્લા લિ. ( ૧૪૮૦ ) :- રૂ.૧૪૬૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૪૦ બીજા સ્ટ્રોંગ સપોર્ટ ને ધ્યાને લઈ ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૦૫ થી રૂ.૧૫૨૦ આસપાસ તેજી તરફી મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૯૦ ) :- ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૨૩ ના ભાવ સપાટીની રેન્જ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતે વૈશ્વિક આર્થિક સ્તરે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું અર્થતંત્ર ૪ લાખ કરોડ ડોલરને વટાવી જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. હવે અર્થતંત્રની બાબતમાં અમેરિકા, ચીન અને જર્મની એમ ત્રણ જ દેશ ભારતથી આગળ છે. જો ભારત આ જ રીતે યોજના પ્રમાણે કામ કરતું રહેશે, તો ત્રણેક વર્ષમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક એપ્રિલ ૨૦૨૫ રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૬માં ભારતનો જીડીપી અંદાજીત ૪૧૮૭ અબજ ડૉલર રહેશે. જ્યારે જાપાનનો જીડીપી ૪૧૮૬ અબજ ડૉલર રહેવાનો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૪ સુધીમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હતું. આઈએમએફનો અંદાજ હતો કે ૨૦૨૫ અને ૨૦૨૬માં ભારતનો વિકાસ દર અનુક્રમે ૬.૨% અને ૬.૩ રહી શકે છે. આ વર્ષે ભારતનું અર્થતંત્ર ૬.૩%ની ગતિએ આગળ વધશે, જે દુનિયાના કોઈ પણ અર્થતંત્રના વિકાસ દર કરતા વધુ છે. આ દરમિયાન ચીનનું અર્થતંત્ર ૪.૬%, અમેરિકાનું ૧.૬%, જાપાનનું ૦.૭% અને યુરોપનું ૧% ના દરે વધવાનું અનુમાન છે. જર્મનીના અર્થતંત્રમાં તો ૦.૧%નો સામાન્ય ઘટાડો થઈ શકે એમ છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!