રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ
સવારે ૧૦ કલાકે….
વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના
પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારા તરફી ટ્રેન્ડ જોવા મળ્યો હતો. અમેરિકાની
વેપાર ખાધમાં વૃદ્ધિની સાથે ફુગાવો વધવાની શક્યતા સામે એશિયાની ઈકોનોમી મજબૂત
ગ્રોથ સાથે આગળ વધી રહી હોવાનો અહેવાલો સાથે ભારતીય અર્થતંત્ર પણ મજબુત હોવાના
અહેવાલોએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન
માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૯૪%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૦.૬૭% અને નેસ્ડેક ૧.૦૦% ઘટીને સેટલ થયા
હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને ટ્રેડ થઇ
રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટી, ઓટો,
મેટલ, કોમોડિટી, ઓઈલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા
મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે કારોબાર કરી
રહ્યા હતા.
બીએસઈમાં
સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૯૮ અને
વધનારની સંખ્યા ૨૨૦૬ રહી હતી, ૧૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૬
શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની
ઉપલી સર્કિટ રહી હતી.
કોમોડિટી…
- એમસીએક્સ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૬૦૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૬૦૦૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૫૮૬૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૬૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૫૯૫૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
- એમસીએક્સ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૯૭૮૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૮૦૨૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૮૭૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૯ પોઈન્ટના ઘટાડા સાથે ૯૮૦૨૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ…
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની
શેરોમાં ફરી વેચવાલી સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ફરી
ખરીદીના જોરે તેમજ મ્યુચ્યુઅલ ફંડો ફરી મિડ કેપ શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યાના
અહેવાલોએ આજે પાવર, રિયલ્ટી, ઓટો, મેટલ, કેપિટલ ગુડ્સ, યુટીલીટી અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સમાં
તેજી જોવા મળી રહી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા
મોટર્સ, લાર્સેન લિ., ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એનટીપીસી લિ., એકસિસ બેન્ક, એચસીએલ
ટેકનોલોજી, બજાજ ફિનસર્વ અને ટેક મહિન્દ્ર જેવા શેરો મજબૂત પ્રદર્શન સાથે ૨% થી ૧%ના
ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે એક માત્ર ઝોમેટો લિ. ૩%થી વધુના ઘટાડા
સાથે કારોબાર કરી રહ્યો હતો.
સ્ટોક સ્પેસિફિક
રેન્જ મુવમેન્ટ….
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૩૯૦ ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૬૦ ના સ્ટોપલોસ ધ્યાને રાખી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૦૮ થી રૂ.૨૪૩૦ આસપાસ મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૪૪ ઉપર તેજી તરફી નવાં ઝોનમાં પ્રવેશી શકે…!!
- આઇસીઆઇસીઆઈ બેન્ક ( ૧૪૬૦ ) :- રૂ.૧૪૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ થકી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૮૦ આસપાસ ટ્રેડિંગલક્ષી સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ડૉ. રેડ્ડી`ઝ લેબોરેટરીઝ ( ૧૨૩૩ ) :- રૂ.૧૨૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૨ બીજા સ્ટ્રોંગ સપોર્ટ ને ધ્યાને લઈ ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૦ આસપાસ તેજી તરફી મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!!
- જિંદાલ સ્ટીલ એન્ડ પાવર ( ૯૫૬ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૪ થી રૂ.૯૮૦ ના ભાવ સપાટીની રેન્જ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, ટેરિફવોરને
કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું છે. પરંતુ આ વાતાવરણમાં
ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો
સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી વધી રહ્યા છે. યુએસ ટેરિફ
સંબંધિત સમાચારને કારણે એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક શેરબજાર થોડું નબળું પડયું
હતું. પરંતુ અમેરિકાએ તેના કેટલાક કરવેરા નિર્ણયોને અસ્થાયી રૂપે અટકાવ્યા અને
ભારતની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓએ જાન્યુઆરી – માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામો
દર્શાવ્યા કે તરત જ શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી.
વૈશ્વિક અર્થતંત્રનું
ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને
ઘણા જોખમો હજુ પણ બાકી છે. પરંતુ અહેવાલમાં ભારતની પરિસ્થિતિ અંગે આશાવાદ વ્યક્ત
કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ ભારત ૨૦૨૫માં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી
અર્થવ્યવસ્થા રહેશે અને આ વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી
અર્થવ્યવસ્થા બની શકે છે. દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં
નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય
કરતાં સારા ચોમાસાની અપેક્ષા હોવાથી, ગામડાઓમાં વપરાશ વધશે અને ખાદ્ય ચીજવસ્તુઓનો
ફુગાવો પણ નિયંત્રણમાં રહી શકે છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in