June 3, 2025

+91 99390 80808

June 3, 2025

 | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડશેરબજારની સ્ટોક સ્પેસિફિક રિલીફ રેલી...!!!

શેરબજારની સ્ટોક સ્પેસિફિક રિલીફ રેલી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૨૩.૦૫.૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે….

વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. વૈશ્વિક જિઓ-પોલિટિકલ ટેન્શનમાં વધારો તેમજ અમેરિકાના ઈકોનોમિક ફંડામેન્ટલ્સનું સેન્ટિમેન્ટ ખરડાતા વૈશ્વિક શેરબજારોમાં સાવચેતીની સ્થિતિ સામે આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતની ઈકોનોમીનો પોઝિટિવ આઉટલૂક આપવામાં આવ્યો હોવાથી સ્થાનિક સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યા સાથે સ્થાનિક સ્તરે ફંડો દ્વારા એફએમસીજી, આઈટી, ટેક, ટેલિકોમ્યુનિકેશન અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ભારે લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૦%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૦.૦૪% ઘટીને અને નેસ્ડેક ૦.૨૮% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૭% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૪ અને વધનારની સંખ્યા ૧૪૮૬ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી…

  • એમસીએક્સ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૫૫૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૫૭૩૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૫૫૫૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૫૬૭૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
  • એમસીએક્સ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૯૭૮૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૮૦૭૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૮૪૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૯૭૯૬૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ…

વૈશ્વિક સ્તરે અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડમાં વૃદ્ધિ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેતના અભાવના કારણે દરેક ઉછાળે સાવચેતી સાથે આજરોજ હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે એફએમસીજી, આઈટી, ટેક, ટેલિકોમ્યુનિકેશન અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સમાં તેજી જોવા મળી રહી છે.

ઝોમેટો લિ., ઇન્ફોસિસ લિ., ટેક મહિન્દ્ર, એચસીએલ ટેકનોલોજી, આઈટીસી લિ., પાવર ગ્રીડ કોર્પોરેશન, એકસિસ બેન્ક, નેસ્લે ઇન્ડિયા અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા શેરો મજબૂત પ્રદર્શન સાથે ૨% થી ૧%ના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે એક માત્ર સન ફાર્મા ૩%થી વધુના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ….

  • એસીસી લિ. ( ૧૯૪૭ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૧૯ ના સ્ટોપલોસ ધ્યાને રાખી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૬૦ થી રૂ.૧૯૭૩ આસપાસ મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૭૩ ઉપર તેજી તરફી નવાં ઝોનમાં પ્રવેશી શકે…!!
  • આઇસીઆઇસીઆઈ બેન્ક ( ૧૪૪૦ ) :- રૂ.૧૪૧૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ થકી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ આસપાસ ટ્રેડિંગલક્ષી સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • જીંદાલ સ્ટીલ ( ૯૬૦ ) :- રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૪ બીજા સ્ટ્રોંગ સપોર્ટ ને ધ્યાને લઈ આયર્ન અને સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૯ થી રૂ.૯૯૪ આસપાસ તેજી તરફી મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!!
  • ટાટા કેમિકલ ( ૮૫૮ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૮૭૩ થી રૂ.૮૮૦ ના ભાવ સપાટીની રેન્જ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના અર્થતંત્રની ગાડી ગ્રોથના માર્ગે હોવાના જેપી મોર્ગનના રિપોર્ટ બાદ અન્ય ત્રણ રેટિંગ એજન્સીઓએ પણ સકારાત્મક સંકેતો આપ્યા છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત પ્રદર્શન કરી રહ્યુ હોવાનું જણાવ્યું છે. એક રિપોર્ટમાં દેશનો જીડીપી ગ્રોથ અંદાજ વધારવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર, ભારત એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે, જેનો જીડીપી ગ્રોથ ૨૦૨૫માં ૬.૨% થી ૬.૩% રહેવાનો અંદાજ છે.

ભારતમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે ખાનગી વપરાશ વધવાની સંભાવના સાથે ચોમાસુ સારૂ રહેવાની સંભાવના અને મોંઘવારીમાં ઘટાડો થવાની અપેક્ષા છે. જે માંગ આધારિત ગ્રોથમાં વધારો કરશે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મોર્ગન સ્ટેન્લીએ અગાઉ ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ ૨૦૨૫-૨૬માં ૬.૧% આપ્યો હતો. જે વધારી હવે ૬.૨% કર્યો છે. તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગ્રોથ અંદાજ ૬.૩%થી વધારી ૬.૫% કર્યો છે. સ્થાનિક સ્તરે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે સાથે સાથે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હોવા છતાં આગામી દિવસોમાં સ્થાનિક માંગમાં વધારો થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Most Popular

error: Content is protected !!