રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૫૧ સામે ૮૦૮૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૮૯૭ પોઈન્ટના
નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર
ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ
૧૦૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૨૧
પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૫૨ સામે ૨૪૬૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૭૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી બંધ રહ્યા હતા. અમેરિકાની વેપાર ખાધમાં વૃદ્ધિની સાથે ફુગાવો વધવાની શક્યતા સામે એશિયાની ઈકોનોમી મજબૂત ગ્રોથ સાથે આગળ વધી રહી હોવાનો અહેવાલો સાથે ભારતીય અર્થતંત્ર પણ મજબુત હોવાના અહેવાલોએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
અમેરિકા પર તોળાઈ રહેલું દેવાંના સંકટના કારણે યુએસ યીલ્ડમાં વૃદ્ધિ
અને ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે પરિણામે આઈટી અને ટેક્નોલોજી સેક્ટરમાં કમાણી
વધવાના અંદાજ સાથે ઈન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા અને ટીસીએસ લિ. ના
શેર્સમાં અંદાજીત ૨% થી ૧%નો ઉછાળો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ વધતા આજે ડોલર સામે રૂપિયાના
મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશો જુલાઈ માસમાં પણ ઉત્પાદનમાં
વૃદ્ધી ચાલુ રાખશે એવા નિર્દેશો વહેતા થતાં ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા
હતા.
સેક્ટર મુવમેન્ટ…
બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા
મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૯ અને વધનારની સંખ્યા ૨૩૬૧
રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૩.૬૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૪૨%, આઈટીસી લિ. ૨.૩૯%,
નેસ્લે ઇન્ડિયા ૨.૧૪%, બજાજ ફિનસર્વ ૨.૦૯%, એકસિસ બેન્ક ૧.૮૭%, અદાણી પોર્ટ ૧.૬૮%,
કોટક બેન્ક ૧.૫૪% અને લાર્સેન લિ. ૧.૩૯% વધ્યા હતા, જયારે એક માત્ર સન ફાર્મા ૨.૧૪%
ઘટ્યો હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો,
ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું
વાતાવરણ ઉભું છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના
ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી
વધી રહ્યા છે. યુએસ ટેરિફ સંબંધિત સમાચારને કારણે એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક
શેરબજાર થોડું નબળું પડયું હતું. પરંતુ અમેરિકાએ તેના કેટલાક કરવેરા નિર્ણયોને
અસ્થાયી રૂપે અટકાવ્યા અને ભારતની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓએ જાન્યુઆરી – માર્ચ
ક્વાર્ટરમાં સારા પરિણામો દર્શાવ્યા કે તરત જ શેરબજારમાં સારી રિકવરી જોવા મળી
હતી.
વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર
વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. પરંતુ
અહેવાલમાં ભારતની પરિસ્થિતિ અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ
ભારત ૨૦૨૫માં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહેશે અને આ વર્ષે
જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. દેશમાં
ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે
છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા હોવાથી,
ગામડાઓમાં વપરાશ વધશે અને ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો પણ નિયંત્રણમાં રહી શકે છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in