રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૨૨.૦૫.૨૦૨૫ ના રોજ
સવારે ૧૦ કલાકે….
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે એટલે
કે ગુરુવારે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. જેપી મોર્ગન દ્વારા
ભારતનું અર્થતંત્ર વિવિધ પડકારો વચ્ચે પણ મજબૂત ગ્રોથ સાથે વેગવાન રહેવાનો રિપોર્ટ
અને સ્થાનિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં વધારો તેમજ ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષા
છતાં જિઓપોલિટિકલ ક્રાઈસિસ, ક્રૂડના વધતા ભાવો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ
આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન
માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૮%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૧.૬૧% અને નેસ્ડેક ૧.૪૧% ઘટીને સેટલ થયા
હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪% વધીને ટ્રેડ
થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા
મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈમાં
સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૨ અને
વધનારની સંખ્યા ૧૧૪૪ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૪
શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી
સર્કિટ રહી હતી.
કોમોડિટી…
- એમસીએક્સ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૬૨૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૬૩૧૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૬૦૮૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૮૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૬૧૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
- એમસીએક્સ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૯૮૭૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૯૦૯૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૮૭૮૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૯૯૦૧૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ…
વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા
અને અમેરિકન બજારમાં વધતા ટ્રેઝરી યીલ્ડના કરને ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી
સાથે આજરોજ એફએમસીજી, આઈટી, ટેક, ઓટો અને એનર્જી સેક્ટર્સમાં ભારે ઘટાડો જોવા મળી
રહ્યો છે, જ્યારે ટેલિકોમ, રિયલ્ટી અને સર્વિસીસ સેક્ટર્સમાં તેજી જોવા મળી રહી
છે.
અદાણી પોર્ટ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા
સ્ટીલ અને ભારતી એરટેલ જેવા શેરો મજબૂત પ્રદર્શન સાથે ૧% થી ૦.૫%ના ઉછાળા સાથે
કારોબાર કરી રહ્યા હતા, જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન, એચસીએલ ટેકનોલોજી, ટેક
મહિન્દ્ર, હિન્દુસ્તાન યુનીલીવર, નેસ્લે ઇન્ડિયા, આઈટીસી લિ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦% થી ૨% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા
હતા.
સ્ટોક સ્પેસિફિક
રેન્જ મુવમેન્ટ….
- એચડીએફસી બેન્ક ( ૧૯૦૯ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૮૦ ના સ્ટોપલોસ ધ્યાને રાખી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૨૪ થી રૂ.૧૯૪૦ આસપાસ મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૪૦ ઉપર તેજી તરફી નવાં ઝોનમાં પ્રવેશી શકે…!!
- એસબીઆઈ લાઈફ ( ૧૭૫૦ ) :- રૂ.૧૭૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ થકી લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૭૬૭ થી રૂ.૧૭૮૦ આસપાસ ટ્રેડિંગલક્ષી સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટેક મહિન્દ્રા ( ૧૫૫૦ ) :- રૂ.૧૫૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૫૧૭ બીજા સ્ટ્રોંગ સપોર્ટ ને ધ્યાને લઈ ટેક્નોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૬૭ થી રૂ.૧૫૮૦ આસપાસ તેજી તરફી મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી પોર્ટ ( ૧૩૯૦ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસીસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૮ થી રૂ.૧૪૨૦ ના ભાવ સપાટીની રેન્જ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૬૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્ર સામાન્ય
વિકાસના માર્ગે પાછું ફરી રહ્યું છે. એક અંદાજ મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ
૨૦૨૪-૨૫માં ૬.૫%ના દરે વૃદ્ધિ પામશે અને ચાલુ વર્ષમાં તેનો વિકાસ અંદાજ પણ લગભગ
સમાન સ્તરે રહેશે. જોકે, જો ભારતે તેના નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા હોય તો
તેણે આનાથી વધુ ઝડપથી વિકાસ કરવો પડશે. ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ સામાન્ય દરે
સ્થિર થઈ રહી હતી ત્યારે યુએસ વેપાર નીતિમાં ફેરફારોએ વૈશ્વિક સ્તરે ભારે
અનિશ્ચિતતા ઊભી કરી. જોકે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ સહિત વિવિધ અંદાજો સૂચવે
છે કે તેની ભારત પર મર્યાદિત અસર પડશે.
અનિશ્ચિત વાતાવરણ ઘણીવાર
કંપનીઓને રોકાણ કરવાથી નિરાશ કરે છે અને આ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે. જોકે, નજીકના
ભવિષ્યમાં ભારત માટે પરિસ્થિતિ બે કારણોસર બદલાઈ શકે છે. પ્રથમ, ભારત અમેરિકા સાથે
દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યું છે અને અહેવાલો સૂચવે છે કે બધું યોગ્ય
દિશામાં આગળ વધી રહ્યું છે. બીજું, ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ વ્યવસાયની દ્રષ્ટિએ
ચીનથી દૂર રહેવા માંગે છે. ભારત પોતાને એક આકર્ષક વિકલ્પ તરીકે રજૂ કરી શકે છે.
આવી તકોનો લાભ લેવાથી આગામી દિવસોમાં રોકાણ, રોજગાર અને વૃદ્ધિને વેગ મળશે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!