રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૮૬ સામે ૮૧૩૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૨૩૭
પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં
તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૮૪ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૦
પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૫૯૬ પોઈન્ટ મજબૂતી
સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૭૪ સામે ૨૪૭૫૫
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨ પોઈન્ટના ઉછાળા સાથે
૨૪૮૧૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે ગઈકાલે મંગળવારના રોજ કડાકો નોંધાયા
બાદ આજે સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે ફંડો દ્વારા નીચા મથાળે લેવાલી
નોંધાતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.
જિઓપોલિટિકલ ક્રાઈસિસ, ક્રૂડના વધતા ભાવો અને વિદેશી રોકાણકારોની સતત
વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા મોટાપાયે ખરીદી કરી બુલને ટેકો
આપી રહ્યા છે. જેપી મોર્ગન દ્વારા ભારતનું અર્થતંત્ર વિવિધ પડકારો વચ્ચે પણ મજબૂત
ગ્રોથ સાથે વેગવાન રહેવાનો રિપોર્ટ અને સ્થાનિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં વધારો તેમજ
ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું
હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, મુડીઝ દ્વારા અમેરિકાનું રેટીંગ
ડાઉનગ્રેડ કરતાં ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા
મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ…
બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી
જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૫ અને વધનારની સંખ્યા ૨૨૯૧
રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૨.૦૨%, ટાટા સ્ટીલ ૧.૮૬%, સન ફાર્મા ૧.૫૭%, ટેક
મહિન્દ્ર ૧.૩૯%, બજાજ ફાઈનાન્સ ૧.૩૬%, નેસ્લે ૧.૧૨%, ટાટા મોટર્સ ૧.૧૧%, એનટીપીસી
લિ. ૧.૦૮% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૯૨ વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૩૯%,
કોટક બેન્ક ૦.૭૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૬૨%, આઈટીસી લિ. ૦.૪૪%, અલ્ટ્રાટેક
સિમેન્ટ ૦.૪૨% અને મારુતિ સુઝીકી ૦.૨૬% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો,
ભારતીય અર્થતંત્ર સામાન્ય વિકાસના માર્ગે પાછું ફરી રહ્યું છે. એક અંદાજ મુજબ ભારતીય
અર્થતંત્ર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૬.૫%ના દરે વૃદ્ધિ પામશે અને ચાલુ વર્ષમાં તેનો
વિકાસ અંદાજ પણ લગભગ સમાન સ્તરે રહેશે. જોકે, જો ભારતે તેના નિર્ધારિત લક્ષ્યોને
પ્રાપ્ત કરવા હોય તો તેણે આનાથી વધુ ઝડપથી વિકાસ કરવો પડશે. ભારતીય અર્થતંત્રમાં
વૃદ્ધિ સામાન્ય દરે સ્થિર થઈ રહી હતી ત્યારે યુએસ વેપાર નીતિમાં ફેરફારોએ વૈશ્વિક
સ્તરે ભારે અનિશ્ચિતતા ઊભી કરી. જોકે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ સહિત વિવિધ
અંદાજો સૂચવે છે કે તેની ભારત પર મર્યાદિત અસર પડશે.
અનિશ્ચિત વાતાવરણ ઘણીવાર કંપનીઓને રોકાણ કરવાથી નિરાશ કરે છે અને આ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે. જોકે, નજીકના ભવિષ્યમાં ભારત માટે પરિસ્થિતિ બે કારણોસર બદલાઈ શકે છે. પ્રથમ, ભારત અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યું છે અને અહેવાલો સૂચવે છે કે બધું યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. બીજું, ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ વ્યવસાયની દ્રષ્ટિએ ચીનથી દૂર રહેવા માંગે છે. ભારત પોતાને એક આકર્ષક વિકલ્પ તરીકે રજૂ કરી શકે છે. આવી તકોનો લાભ લેવાથી આગામી દિવસોમાં રોકાણ, રોજગાર અને વૃદ્ધિને વેગ મળશે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in