રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૩૦ સામે ૮૨૩૯૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૧૪૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત
શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો
સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૩૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૭૮ સામે ૨૫૧૨૬
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૦૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૧ પોઈન્ટના ઉછાળા સાથે
૨૫૦૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકા-ચાઈના
વચ્ચે ટેરિફ ડિલની પોઝિટીવ અસર બાદ આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી
વેચવાલી જોવા મળી હતી. સોમવારે વિક્રમી તેજી બાદ હવે ભારતે ચાઈનાથી થતી આયાત પર
એન્ટિ-ડમ્પિંગ ડયુટીનું શસ્ત્ર ઉગામતા અને અમેરિકાની ભારતથી થતી સ્ટીલ અને
એલ્યુમીનિયમની આયાત પર આકરી ટેરિફ સામે વળતાં ટેરિફ વધારવાની હલચલ વચ્ચે આજે ફંડોએ
ઇન્ડસ્ટ્રીયલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને યુટીલીટીઝ શેરોમાં ફંડોની તેજી સામે આઈટી
– સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, આઈટી, હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં આજે
ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, આર્થિક ગ્રોથ મુદ્દે વધી રહેલા તણાવ
વચ્ચે આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના
ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૫% અને
સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ
તો બીએસઈ પર માત્ર ટેક, ફોકસ્ડ આઈટી, આઈટી, હેલ્થકેર, મેટલ, બેન્કેકસ અને
ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ
ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૮૦ અને વધનારની સંખ્યા ૨૬૦૭
રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ ૨.૮૧%, એચસીએલ ટેકનોલોજી ૨.૧૪%, સ્ટેટ બેન્ક ઓફ
ઇન્ડિયા ૧.૯૬%, ઇન્ફોસિસ ૧.૪૬%, ટેક મહિન્દ્ર ૦.૭૯%, ટીસીએસ લિ. ૦.૫૦%, બજાજ ફાઈનાન્સ
૦.૪૨% સન ફાર્મા ૦.૩૮% અને લાર્સેન લિ. ૦.૩૪% ઘટ્યા હતા, જયારે ઝોમેટો લિ.૧.૩૮%, હિન્દુસ્તાન
યુનીલીવર ૧.૧૦%, એશિયન પેઈન્ટ ૦.૯૮%, આઈટીસી લિ. ૦.૭૩%, નેસ્લે લિ. ૦.૫૨%, ટાટા
મોટર્સ ૦.૩૬%, એનટીપીસી લિ. ૦.૩૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૨૬% અને પાવર ગ્રીડ
કોર્પોરેશન ૦.૨૩% વધ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો,
ચીન તથા અમેરિકા બંને ભારતના મોટા વેપાર ભાગીદાર દેશ
છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરને પરિણામે ભારતમાં વિદેશી કંપનીઓના
ઉત્પાદન એકમો આવવાની તથા ભારતમાંથી નિકાસ વધવાની શકયતા હાલ પૂરતુ ઘટી ગઈ છે. અમેરિકા
તથા ચીને એકબીજાના માલસામાન પર ટેરિફમાં ઘટાડો કરવાના લીધેલા નિર્ણયને કારણે
ચીનમાંથી ફરી નિકાસ વધવાની શકયતા વધી ગઈ છે. ચીનમાં કાર્યરત વિદેશી કંપનીઓ જેઓ
ચીનમાંથી પોતાના એકમો બંધ કરી ભારત, મેક્સિકો કે વિયેતનામ તરફ નજર દોડાવવા લાગી
હતી તે હાલ પૂરતુ અટકી જશે અને ચીનમાં જ રહેવાનું પસંદ કરશે તેમ જણાય રહ્યું છે.
ટેરિફ વોરને કારણે ચીન ઉપરાંત અન્ય દેશની જે શકયતા ઊભી થઈ હતી તે હવે ધીમી પડી ગઈ છે અને ચીન ખાતેથી આયાત કરવાનું અને ચીનમાં ઉત્પાદન મથકો ચાલુ રાખવાનું વૈશ્વિક કંપનીઓ મુનાસિબ ગણશે. આ અગાઉ અમેરિકાએ ચીનને બાદ કરતા અન્ય દેશો સાથેની ટેરિફ વોરને ૯૦ દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો જેને પરિણામે અમેરિકામાં નિકાસ વધારવા ભારતને આશા જાગી હતી. પરંતુ હવે ચીન સાથે ટેરિફ વોર સ્થગિત કરી દેવાતા ભારતની આશા ઠંડી પડી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ૨૦૧૭ થી ૨૦૨૧ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહ્યા હતા ત્યારે, અમેરિકા સાથેના વેપારમાં ભારત છઠ્ઠું મોટું લાભકર્તા બની રહ્યું હતું.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in