May 13, 2025

Subscription
+91 99390 80808

May 13, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૫.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૪૨૯ સામે ૮૨૨૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૦૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૧૫૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૮૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૪૪ સામે ૨૪૯૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૧૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૪૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ટ્રેડવોર અને ભારત-પાકિસ્તાન તણાવ દૂર થવા સહિત વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પડકારો ઘટતાં ભારતીય શેરબજારમાં સોમવારે નોંધાયેલા રૅકોર્ડ ઉછાળા બાદ સપ્તાહના બીજા દિવસે પ્રોફિટ બુકિંગ નોંધાતા આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સારું ચોમાસુ રહેવાનો અંદાજ, ફુગાવો – વ્યાજના દરમાં ઘટાડો, ચોથા ત્રિમાસિકના મજબૂત પરિણામો, સ્થાનિક વપરાશમાં વધારો તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતોના પગલે શેરબજારમાં તેજીની કમબેકની શક્યતાઓ છતાં ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, સર્વિસીસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૦૨ અને વધનારની સંખ્યા ૨૫૫૯ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સન ફાર્મા ૦.૮૪%, અદાણી પોર્ટ ૦.૪૮%, બજાજ ફાઇનાન્સ ૦.૨૯%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૦૪% અને ટેક મહિન્દ્ર ૦.૦૩% વધ્યા હતા, જયારે ઇન્ફોસિસ લિ. ૩.૫૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૪૦%, ઝોમેટો લિ. ૩.૩૮%, એચસીએલ ટેકનોલોજી ૨.૯૪%, ટીસીએસ લિ. ૨.૮૮%, ભારતી એરટેલ ૨.૭૪%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૩૨%, એનટીપીસી લિ. ૧.૯૯%, એચડીએફસી બેન્ક ૧.૭૬% અને ટાટા મોટર્સ ૧.૭૬% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિનો અંદાજ આપતા પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ એપ્રિલમાં વૈશ્વિક સ્તરે સૌથી ઊચા રહ્યા હતા. એપ્રિલ માસમાં ભારતનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૮.૭૦ રહ્યો હતો અને ઉત્પાદન ક્ષેત્રનો ૫૮.૨૦ રહ્યો હતો વિકસિત તથા ઊભરતી બજારોમાં સૌથી ઊંચા રહ્યા છે. કોઈપણ દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરીની જાણકારી માટે પીએમઆઈ એક મહત્વનું નિર્દેશાંક છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ઉત્પાદન તથા સેવા ક્ષેત્રના મજબૂત ડેટા ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાના સંકેત આપે છે. એપ્રિલમાં ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો માર્કિટ પીએમઆઈ ૫૦.૪૦ રહ્યો હતો જ્યારે નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિકસનો આ આંક ૪૯ રહ્યો હતો. આમ ચીનની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ભારતની સરખામણીએ ઘણી જ નબળી રહી હોવાનું જોવા મળ્યું છે.

સેવા ક્ષેત્રમાં પણ ચીનનો માર્કિટ પીએમઆઈ ૫૦.૭૦ અને નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિકસનો આ આંક ૫૦.૧૦ રહ્યો હતો. આમ સેવા ક્ષેત્રમાં પણ ભારત કરતા ચીન ઘણું પાછળ જોવા મળી રહ્યું છે. અન્ય દેશો જેમ કે અમેરિકા, યુકે, જોપાનમાં પણ આવી જ સ્થિતિ જોવાઈ રહી છે. અમેરિકાનો એપ્રિલનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૪૮.૭૦ જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૧.૬૦ જોવા મળ્યો હતો. આમ ઉત્પાદન તથા સેવા ક્ષેત્રમાં ભારત વૈશ્વિક સ્તરે આગેવાન હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થાનિક મજબૂત માંગ તથા ઊચા વેપાર આશાવાદથી દેશમાં આર્થિક પ્રવૃત્તિને ગતિ મળી રહી છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!