May 12, 2025

Subscription
+91 99390 80808

May 12, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૫.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૫૪ સામે ૮૦૮૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૫૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૪૨૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૦૬૫ સામે ૨૪૪૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૪૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર આકર્ષક ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક સ્તરે યુક્રેન-રશિયા શાંતિ કરાર માટે સહમત થયા હોવાની સાથે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં ઘટાડો થયો હોવાથી તેમજ અમેરિકા અને ચીન પણ ટ્રેડવૉર મુદ્દે ઉકેલ લાવવા મંત્રણા કરવા તૈયાર થયું હોવા જેવા વૈશ્વિક અને સ્થાનિક સકારાત્મક સંકેતોના કારણે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં તેજી બાદ ભારતીય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં પણ તેજી જોવા મળી હતી.

આ સાથે રોકાણકારોને સપ્તાહની શરૂઆતમાં જ રૂ.૧૩.૪૩ લાખ કરોડની કમાણી થઈ. જો કે, ભૌગોલિક રાજકીય અશાંતિ તેમજ જિઓ-પોલિટિકલ ટેન્શનના પગલે ગત સપ્તાહના અંતે સ્થાનિક બજારમાં અફરાતફરી જોવા મળી હતી, પરંતુ ભારતીય શેરબજાર ઐતિહાસિક રીતે ભૂ-રાજકીય તણાવના સમયમાં સ્થિતિસ્થાપક રહ્યું છે, જેનું મુખ્ય કારણ મજબૂત સ્થાનિક અર્થતંત્ર છે. કોઈપણ પડકારોને પહોંચી વળવા ભારત સક્ષમ હોઈ જેના કારણે આજે શેરબજાર ઉછાળા સાથે બંધ રહેતા વિદેશી રોકાણકારો સાથે ભારતીય રોકાણકારોનો વિશ્વાસ મજબૂત રહ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૮૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ફોકસ્ડ આઈટી, રિયલ્ટી, મેટલ, ટેક, સર્વિસીસ, યુટિલિટીઝ, પાવર અને ઇન્ડસ્ટ્રીયલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૭૬ અને વધનારની સંખ્યા ૩૫૪૫ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઈન્ફોસીસ લિ. ૭.૯૧%, એચસીએલ ટેક. ૬.૩૫%, ટાટા સ્ટીલ ૬.૧૬%, ઝોમાટો લિ. ૫.૩૬%, ટીસીએસ લિ. ૫.૧૭%, એક્સીસ બેન્ક ૪.૪૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૪.૩૯%, બજાજ ફાઈનાન્સ ૪.૩૬%, એનટીપીસી લિ. ૪.૩૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૪.૨૭% અને અદાણી પોર્ટસ ૪.૨૭% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૫૭% અને સન ફાર્મા ૩.૩૬% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ભારતને ‘BBB-’ અને ‘CCC+’ (સ્થિર દ્રષ્ટિકોણ) ને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે રેટિંગ આપ્યું. ભારત માટે પ્રાદેશિક ધિરાણ જોખમો વધ્યા છે પરંતુ ભારત મજબૂત આર્થિક વૃદ્ધિ જાળવી રાખશે, જેનાથી ચક્રીય ફિસ્કર સુધારા ચાલુ રહેશે. રેટિંગ એજન્સીએ ગયા અઠવાડિયે યુએસ વેપાર નીતિ પર અનિશ્ચિતતાનો ઉલ્લેખ કરીને નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતના વિકાસ દરનો અંદાજ ૬.૫%થી ઘટાડીને ૬.૩% કર્યો હતો. તાજેતરમાં, વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે ૨૦૨૫ માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિનો અંદાજ ૬.૫%થી ઘટાડીને ૬.૩% કર્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે યુએસ વેપાર નીતિ અને વેપાર અવરોધો અંગે અનિશ્ચિતતા વૈશ્વિક સ્તરે અર્થતંત્રો પર દબાણ લાવશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મુક્ત વેપાર કરારથી વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખુલશે, ભારત ન્યુઝીલેન્ડમાં કપડાં, દવાઓ, કૃષિ સાધનો, પેટ્રોલિયમ ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક્સ, બાસમતી ચોખા વગેરેની નિકાસ કરે છે. ભારત મુખ્યત્વે ન્યુઝીલેન્ડથી સફરજન, કીવી, કોલસો, લાકડું, દૂધના ઉત્પાદનો અને ખનિજોની આયાત કરે છે. વર્તમાન પરિસ્થિતિમાં, મુક્ત વેપાર કરાર બંને દેશો માટે વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખોલે તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે સેવા ક્ષેત્રે પણ વેપાર વધી રહ્યો છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!