May 10, 2025

Subscription
+91 99390 80808

May 10, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

નિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૫.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૩૩૪ સામે ૭૮૯૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૯૬૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૧૦૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૪૫૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૭૧ સામે ૨૪૦૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૯૮૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૨૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૦૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક સ્તરે વ્યાજ દરમાં વધારો, ભૌગોલિક રાજકીય અશાંતિ તેમજ વધી રહેલા જિઓપોલિટિકલ ટેન્શનના પગલે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે અફરાતફરી જોવા મળી તેમજ આજે બજારમાં સાવચેતીમાં ફંડો, રિટેલ ઈન્વેસ્ટરોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. ઉતારચડાવના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં અંદાજીત ૫ લાખ કરોડનો ઘટાડો થયો હતો. જિઓપોલિટિકલ તણાવ વચ્ચે રોકાણકારોના સેન્ટિમેન્ટ ખરડાયા હોવાથી આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો, ફેડ રિઝર્વની જાહેરાત પૂર્વે સાવચેતીનું વલણ સહિતના પરિબળો શેરબજાર પર અસર કરી રહ્યા છે. જો કે, ભારતીય શેરબજાર ઐતિહાસિક રીતે ભૂરાજકીય તણાવના સમયમાં સ્થિતિસ્થાપક રહ્યું છે, જેનું મુખ્ય કારણ મજબૂત સ્થાનિક અર્થતંત્ર છે. ભારતીય શેરબજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય તથા રિટેલ રોકાણકારો (ડીઆઈઆઈ)ની લેવાલીને પગલે ભારતના મૂડી બજારોમાં પ્રથમ વખત ડીઆઈઆઈનો રોકાણ હિસ્સો એફઆઈઆઈના હિસ્સા કરતા વધી ગયેલું જોવા મળ્યું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇન્ડસ્ટ્રીયલ્સ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૨૨ અને વધનારની સંખ્યા ૧૩૪૩ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાઈટન લિ. ૪.૩૮%, ટાટા મોટર્સ ૩.૯૦%, લાર્સન લિ. ૩.૭૭%, સ્ટેટ બેન્ક ૧.૩૯% અને એશિયન પેઈન્ટ્સ ૦.૦૨% વધ્યા હતા, જયારે આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૧૬%, પાવર ગ્રીડ કોર્પ. ૨.૭૦%, બજાજ ફાઈનાન્સ ૨.૦૨%, એચડીએફસી બેન્ક ૧.૯૩%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૯૩% અને બજાજ ફિનસર્વ ૧.૭૭% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના જણાવ્યા અનુસાર ભૌગોલિક રાજકીય અશાંતિ તેમજ વધતા તણાવ સાથે ભારત માટે ક્રેડિટ રિસ્ક પણ વધશે, એસએન્ડપીએ ભારતને ‘BBB-’ અને ‘CCC+’ (સ્થિર દ્રષ્ટિકોણ) ને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે રેટિંગ આપ્યું. ભારત માટે પ્રાદેશિક ધિરાણ જોખમો વધ્યા છે પરંતુ ભારત મજબૂત આર્થિક વૃદ્ધિ જાળવી રાખશે, જેનાથી ચક્રીય ફિસ્કર સુધારા ચાલુ રહેશે. રેટિંગ એજન્સીએ ગયા અઠવાડિયે યુએસ વેપાર નીતિ પર અનિશ્ચિતતાનો ઉલ્લેખ કરીને નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતના વિકાસ દરનો અંદાજ ૬.%થી ઘટાડીને ૬.% કર્યો હતો. તાજેતરમાં, વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે ૨૦૨૫ માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિનો અંદાજ ૬.%થી ઘટાડીને ૬.% કર્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે યુએસ વેપાર નીતિ અને વેપાર અવરોધો અંગે અનિશ્ચિતતા વૈશ્વિક સ્તરે અર્થતંત્રો પર દબાણ લાવશે.

બીજી તરફ ભારત ઝડપથી ઉભરતી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક એપ્રિલ ૨૦૨૫ના રિપોર્ટમાં ભારત ૨૦૨૫માં જાપાનને પાછળ કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જ છે. જે ભારતના અર્થતંત્રના પ્રવાસમાં નોંધનીય સફળતા બનશે. આઈએમએફ દ્વારા જારી કરેલા વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક એપ્રિલ ૨૦૨૫ રિપોર્ટ અનુસાર, ભારતનો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫૨૬ માટેનો જીડીપી ૪૧૮૭.૦૧૭ અબજ ડૉલર (અંદાજે રૂ.૩૪૮ લાખ કરોડ) થશે. આ સાથે ભારત જાપાનને ઓવરટેક કરી વિશ્વની ચોથી મહાસત્તા ધરાવતો દેશ બનશે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!