May 8, 2025

Subscription
+91 99390 80808

May 8, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૫.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૪૧ સામે ૭૯૯૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૯૩૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૪૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૩૧ સામે ૨૪૩૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૩૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૬૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારત-પાકિસ્તાન વચ્ચે ગમે તે ક્ષણે યુદ્ધનું એલાન થવાની શકયતા અને પહેલગામ-કાશ્મીર આતંકી હુમલાને લઈ ભારત કોઈપણ સમયે આતંકવાદને સંપૂર્ણ લશ્કરી જવાબ આપવા તૈયારી કરી રહ્યાના સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. એક તરફ યુદ્ધનું ટેન્શન અને બીજી તરફ ટેરિફ મામલે અમેરિકા-ચીન વચ્ચે એક દિવસ સમાધાનના તો બીજા દિવસે ઘર્ષણના ડેવલપમેન્ટ વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીની અસર જોવાઈ હતી. યુદ્ધ જેવી સ્થિતિના સંજોગોમાં આર્થિક મોરચે પડકારો સર્જાવાની શકયતાએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં દિવસ દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ અંતે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ભારતીય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરની નબળી શરૂઆત બાદ નીચા મથાળે લેવાલી નોંધાતા સેન્સેક્સ અંદાજીત ૧૦૫ પોઈન્ટ ઉછળી ૮૦૭૪૬ પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચર અંદાજીત ૩૦ પોઈન્ટ ઉછળી ૨૪૪૬૧ પોઈન્ટ પર બંધ રહ્યા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૩ અને વધનારની સંખ્યા ૨૨૦૬ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૫.૦૫%, બજાજ ફાઈનાન્સ ૨.૧૪%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૬૪%, અદાણી પોર્ટસ ૧.૪૧%, ટાટા સ્ટીલ ૧.૩૨% અને ટાઈટન લિ. ૧.૨૮%, વધ્યા હતા, જયારે એશિયન પેઈન્ટ ૩.૫૩%, સન ફાર્મા ૧.૯૫%, આઈટીસી લિ. ૧.૧૫%, એચસીએલ ટેક. ૧.૦૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૦૨%, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૭૭% અને નેસ્લે ઇન્ડિયા ૦.૭૭% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારત ઝડપથી ઉભરતી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક – એપ્રિલ ૨૦૨૫ના રિપોર્ટમાં ભારત ૨૦૨૫માં જાપાનને પાછળ કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જ છે. જે ભારતના અર્થતંત્રના પ્રવાસમાં નોંધનીય સફળતા બનશે. આઈએમએફ દ્વારા જારી કરેલા વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક – એપ્રિલ ૨૦૨૫ રિપોર્ટ અનુસાર, ભારતનો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનો જીડીપી ૪૧૮૭.૦૧૭ અબજ ડૉલર (અંદાજે રૂ.૩૪૮ લાખ કરોડ) થશે. આ સાથે ભારત જાપાનને ઓવરટેક કરી વિશ્વની ચોથી મહાસત્તા ધરાવતો દેશ બનશે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં શરૂ કરેલી ટેરિફ વોર વચ્ચે ભારત અને બ્રિટને લાંબા સમયથી અટવાઈ પડેલો દ્વિપક્ષીય ઐતિહાસિક વેપાર કરાર કર્યો હોવાની જાહેરાત કરી, જેના પગલે વ્યાપક સ્તરે કામદારોની જરૂર પડે તેવા ઉત્પાદનોની નિકાસ પરનો ટેક્સ દૂર થશે. આ કરારથી વર્ષ ૨૦૩૦ સુધીમાં બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો થઈને ૧૨૦ અબજ ડોલર થવાની શક્યતા છે. ભારત અને યુકે વચ્ચે થયેલા વેપાર સોદાનું લક્ષ્ય વર્ષ ૨૦૪૦ સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર ૨૫.૫ અબજ પાઉન્ડ સુધી વધારવાનો છે. આ સમજૂતીથી ૨૦૪૦ સુધીમાં બ્રિટનના જીડીપીમાં ૪.૮ અબજ પાઉન્ડનો વધારો થશે. દુનિયા ટ્રમ્પના ટેરિફવોરમાં સપડાઈ છે અને ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. ત્યારે આવા સમયે ભારતે બ્રિટન સાથે વેપાર કરાર કરવામાં સફળતા મેળવી છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!