રોકાણકાર મિત્રો,
આનંદ ને…!! તા.૦૮.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૪૬ સામે ૮૦૯૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૯૮૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા
મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૯૪૦ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૧
પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૩૩૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૬૧ સામે ૨૪૪૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૧૯૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.
નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ
જોવા મળ્યો…સરેરાશ ૩૨૯ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૨૭૧ પોઈન્ટ
બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલી યુદ્ધની ભીતિ
વચ્ચે ભારતીય શેરબજાર આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું
હતું. ભારતીય ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૪૧૧ પોઈન્ટના ઘટાડે
૮૦૩૩૪ પર બંધ રહ્યો હતો જયારે નિફ્ટી ફ્યુચર પણ ૧૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૨૭૧ પર
બંધ રહ્યો. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ પાકિસ્તાનના નવ
આતંકી ઠેકાણાં પર એરસ્ટ્રાઈક કરી, જેના પગલે શેરબજારમાં વોલેટિલિટી વધી હતી.
જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો,
ફેડ રિઝર્વની જાહેરાત પૂર્વે સાવચેતીનું વલણ, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ભીતિ સહિતના
પરિબળો શેરબજાર પર અસર કરી રહ્યા છે. વિદેશી રોકાણકારો ફેડ ચેરમેનની ફુગાવો તેમજ ટેરિફ મુદ્દે સ્પીચ પર નજર રાખી રહ્યા છે. જો
કે, છેલ્લા ૧૪ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ અંદાજીત
રૂ.૪૫,૦૦૦ કરોડનું રોકાણ નોંધાવ્યું છે. જેનો શેરબજારને ટેકો
મળ્યો છે. વિદેશી રોકાણકારો નબળા ડોલર, ૨૦૨૫માં યુએસ અને ચીનમાં ધીમી વૃદ્ધિ અને
વૃદ્ધિમાં ભારતના સંભવિત આઉટ પર્ફોર્મન્સ જેવા વૈશ્વિક મેક્રો પર ધ્યાન કેન્દ્રિત કરે
છે.
બીએસઇ પર
મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૫%
ઘટીને બંધ રહ્યા હતા.
વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી અને આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ
ટ્રેડીંગ થયેલી ૪૦૩૨ સ્ક્રિપોમાંથી
ઘટનારની સંખ્યા ૨૫૪૮ અને વધનારની
સંખ્યા
૧૩૪૯ રહી હતી,
૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન
હતો. જ્યારે
૬ શેરોમાં ઓનલી
સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેક. ૧.૦૫%, કોટક બેન્ક ૦.૮૧%, એક્સીસ બેન્ક ૦.૮૦%, ટાઈટન લિ. ૦.૬૯%,
ટાટા મોટર્સ ૦.૨૧%, ઈન્ફોસીસ લિ. ૦.૧૮% અને ટીસીએસ લિ. ૦.૦૭% વધ્યા હતા, જયારે ઝોમાટો લિ. ૩.૧૪%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૮૫%, મારુતિ સુઝુકી ૨.૦૪%, બજાજ
ફાઈનાન્સ ૧.૮૬%, ટાટા સ્ટીલ ૧.૮૧%, એશિયન પેઈન્ટ્સ ૧.૨૯% અને ભારતી એરટેલ ૧.૨૩% ઘટ્યા
હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતે
‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરતાં શેરબજારમાં ચિંતાનો માહોલ છે પરંતુ નિષ્ણાંતોના
અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી શકે છે, પરંતુ ભારતના બદલો લેવાના પ્રયાસથી બજાર
પ્રભાવિત થવાની શક્યતા ઓછી છે. ઓપરેશન સિંદૂરનો હેતુ ફક્ત આતંકવાદી છાવણીઓ પર ત્રાટકવાનો
હતો, આમ તે સ્પષ્ટ જણાઈ છે કે ભારત તણાવ વધારવાનો
પ્રયાસ કરતું નથી. જો ભૂરાજકીય જોખમ ઊંચું રહેશે તો ભારતીય બજારમાં વધુ વેચવાલી
જોવા મળવાની શક્યતા છે. ટુંકમાં, જો ઓપરેશન સિંદૂર ટૂંક સમયમાં સમાપ્ત થાય, તો બજારમાં સ્માર્ટ રિકવરી જોવા મળશે અને જો તે
વિસ્તૃત થશે, તો બજારમાં ભારે વેચવાલી જોવા મળવાની શક્યતા છે.
ઓપરેશન સિંદૂર ઉપરાંત,
બજાર માટે અન્ય મુખ્ય સંકેતોમાં આગામી વેપાર
વાટાઘાટોનો સમાવેશ થાય છે. વાટાઘાટોના ઘણા રાઉન્ડ પછી ભારતે યુનાઈટેડ કિંગ્ડમ
(યુકે) સાથે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત તથા યુકે વચ્ચે થયેલા દ્વીપક્ષી વેપાર
કરારને કારણે ભારતના ઉદ્યોગોને તેમજ સેવા ક્ષેત્રમાં શિક્ષણ,
આઈટી અને ફાઈનાન્સને લાભ થવાની અપેક્ષા
રાખવામાં આવી રહી છે. મુકત વેપાર કરારને કારણે
શ્રમ લક્ષી
ઉત્પાદનોની યુકેમાં નિકાસમાં ભારત હવે બંગલાદેશ
તથા વિયેતનામ જેવા દેશોની આવા પ્રોડકટસની નિકાસ સામે સ્પર્ધામાં ટકી શકશે.
બીજી તરફ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં ૯૦
દિવસની સ્થગિતી વચ્ચે ચાલુ વર્ષના માર્ચ માસમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ ૧૨
મહિનાની સરેરાશના ૫૦% જેટલી ઊંચી રહીને અંદાજીત ૧૧.૨૦ અબજ ડોલર રહી છે.
૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં અમેરિકા ખાતે
ભારતનો નિકાસ આંક ૨૭.૭૦ અબજ ડોલર રહ્યો હતો જ્યારે આયાત ૧૦.૫૦ અબજ ડોલરની રહી હતી.
ભારત ખાતેથી નિકાસ વધી જતા બન્ને દેશો વચ્ચે માર્ચનો દ્વીપક્ષી વેપાર આંક ૧૫ અબજ
ડોલર જેટલો રહ્યો.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in