રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૪૨ સામે ૮૦૩૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૧૬૮
પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં
તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૭૭ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૯ પોઈન્ટના
ઉછાળા સાથે ૮૦૫૦૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૧૮
સામે ૨૪૩૯૯ પોઈન્ટના મથાળેથી
ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૧૦
પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં
તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૦૮ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭ પોઈન્ટના ઘટાડા
સાથે ૨૪૪૦૦ પોઈન્ટ બંધ
થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો વચ્ચે આજે
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. પહેલગામ
આતંકી હુમલાને લઈ ભારત કોઈપણ ક્ષણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને સંપૂર્ણ લશ્કરી
જવાબ આપવા તૈયારી કરી રહ્યાના અને પાકિસ્તાન પણ યુદ્ધની તૈયારી કરી રહ્યાના
અહેવાલોએ બન્ને દેશો વચ્ચે યુદ્ધનું ટેન્શન વધ્યું છે પરંતુ અમેરિકાના પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર કરાર થવાની શક્યતાઓના સંકેત આપતા
ભારતને ટેરિફમાં રાહત મળવાની અપેક્ષા વધી છે. બીજી બાજુ ચીન પણ અમેરિકા સાથે
ટ્રેડવૉર મુદ્દે વાતચીત કરવા સહમત થયું હોવાથી વિશ્વની બે મહાસત્તા આ મામલે ઉકેલ
લાવે તેવી સંભાવના સાથે વૈશ્વિક સ્તરે ટેરિફ તણાવની ભીતિ ઘટી હોવાથી તેમજ વિદેશી
રોકાણકારોની સતત ખરીદી તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે સ્થાનિક શેરબજાર
પોઝીટીવ રહ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારની જીએસટી કલેક્શન
એપ્રિલમાં રૂ.૨.૩૭ લાખ કરોડની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી છે. જે વાર્ષિક ધોરણે ૧૨.૬%નો
ઉછાળો દર્શાવે છે. સરકારી આંકડાઓ અનુસાર, એપ્રિલ, ૨૦૨૫માં રૂ.૨.૩૭ લાખ કરોડનું
ઓલટાઈમ હાઈ જીએસટી કલેક્શન નોંધાયુ છે. સાત વર્ષના ગાળામાં જીએસટીની એક મહિનામાં
થયેલી પહેલા ક્રમની સૌથી વધુ આવક છે. એપ્રિલ
૨૦૨૪માં જીએસટીની કુલ આવક (રૂ.૨.૧૦ લાખ કરોડ)ની તુલનાએ ૧૨.૬%નો વધારો નોંધાવ્યો છે.
જીએસટીની વધતી આવક દેશની આર્થિક પ્રવૃત્તિમાં ધીમો અને મક્કમ વધારો થઈ રહ્યો
હોવાનો તેમજ ફુગાવો નીચે આવવાનો નિર્દેશ આપે છે.
બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસીસ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ફોકસ્ડ
આઈટી, આઈટી, બેન્કેકસ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા મળી હતી,
જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૩ અને વધનારની સંખ્યા ૧૭૬૧
રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટસ ૪.૧૧%, બજાજ ફાઈનાન્સ ૨.૬૨%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૬૫%,
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૫૧%, મારુતિ સુઝુકી ૧.૨૧%, ટાટા મોટર્સ ૧.૨૦%, આઈટીસી
લિ. ૧.૧૪%, ટાટા સ્ટીલ ૧.૧૧% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૯૭% વધ્યા હતા, જયારે નેસ્લે
ઇન્ડિયા ૨.૦૪%, એનટીપીસી લિ. ૧.૬૧%, કોટક બેન્ક ૧.૩૬%, ટાઈટન લિ. ૧.૦૯%, પાવર
ગ્રીડ કોર્પ. ૦.૮૫%, ટેક મહિન્દ્ર ૦.૮૩%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૭૭%, ભરતી એરટેલ
૦.૬૩% અને એશિયન પેઈન્ટ ૦.૬૭% ઘટ્યા હતા.
બજારની
ભાવિ દિશા…. મિત્રો, ટેરિફને પગલે
સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિ પર ખરાબ અસર જણાય છે
તેમજ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઇએમએફ દ્વારા આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો
દર જાન્યુઆરીમાં ૩.૩%ની આગાહીની સરખામણીમાં ૨.૮% જ થવાની ધારણાં મૂકી છે. વૈશ્વિક
અનિશ્ચિતતા વચ્ચે ભારત પાસે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉત્પાદનમાં પોતાની સ્થિતિ
મજબૂત કરવાની તક છે, પરંતુ ખાનગી ક્ષેત્ર અને નીતિ નિર્માતાઓના જણાવ્યા અનુસાર આ
પડકારો પ્રત્યે સચેત રહેવાની અને મૂડી નિર્માણને દબાવવાનું ટાળવાની જરૂર છે.
લાંબા
સમય સુધી અનિશ્ચિતતાની ધારણા ખાનગી ક્ષેત્રને મૂડી નિર્માણ યોજનાઓ પર રોક લગાવવા
તરફ દોરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વૈશ્વિક વિકાસને કારણે ઊભી થતી
અનિશ્ચિતતાઓ વૃદ્ધિ માટે જોખમ બની શકે છે. ભૌગોલિક રાજકીય વિકાસ પર સતત ધ્યાન
કેન્દ્રિત કરીને, ભારત આ જોખમોને ઘટાડી વ્યૂહાત્મક વેપાર વાટાઘાટો, સ્થાનિક
સુધારાઓ અને ઉત્પાદન રોકાણોમાં ઉભરતી તકોનો લાભ લઈ શકે છે. જ્યારે ભૂ-રાજકીય તણાવ,
પુરવઠા શૃંખલામાં વિક્ષેપો, ટેરિફ અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ વૈશ્વિક વિકાસ
માટે જોખમો ઉભા કરે છે, ત્યારે ભારતીય અર્થતંત્ર પ્રત્યે સરકારનો દ્રષ્ટિકોણ
સકારાત્મક બની શકે છે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in