April 30, 2025

Subscription
+91 99390 80808

April 30, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૧૮૦ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

નિફટી ફ્યુચર ૨૪૧૮૦ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૪.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૧૮ સામે ૮૦૩૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૧૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૨૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ.

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૫૨ સામે ૨૪૪૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૯૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૧૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

પહેલગામ-કાશ્મીરમાં આતંદવાદી હુમલાના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વના ટેન્શન છતાં કોર્પોરટ ઈન્ડિયાના પરિણામોમાં અપેક્ષાથી સારા ત્રિમાસિક રિઝલ્ટ અને વૈશ્વિક મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટેરિફ યુદ્વમાં સુલેહની શકયતા અને રશિયા-યુક્રેન યુદ્વ વિરામના સંકેતે આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો અને લોકલ ફંડોએ શેરોમાં તેજી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધારણાથી સારા રિઝલ્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર, ઓટોમોબાઈલ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં તેજી રહી હતી.

ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત અને બજારોની અનિશ્ચિતતા અને ઉથલપાથલ બાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેની તાજેતરની આગાહીમાં, વૈશ્વિક વૃદ્ધિના અંદાજને  ઘટાડી ૩%થી નીચે કર્યો  છે અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી છે.શેરબજારોની વાત કરીએ તો  વિશ્વના અનેક બજારોમાં સૂચકાંકોમાં ઘટાડો થયો અને પછી તેજી પણ જોવાઈ, પરંતુ બેન્ચમાર્ક એસ એન્ડ પી ૫૦૦ તેના ઉચ્ચતમ સ્તરથી પાછળ રહ્યો અને રોકાણકારોએ વિશ્વભરમાં અબજોનું નુકસાન કર્યું હતું.  બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ટોચના ૧૦માંના દરેકે પૈસા ગુમાવ્યા છે. અમેરિકી શેરબજારનો ડાઉ જોન્સ રોલરકોસ્ટર પર છે. ટેરિફની જાહેરાત સાથે તે નીચે ગયો, ૯૦-દિવસના વિલંબના સમાચાર સાથે તે વધ્યો, અને વધતા જતા વૈશ્વિક વેપાર યુદ્ધના હેડલાઇન્સ સાથે તેમાં પ્રચંડ વોલાટાલિટી જોવા મળી છે. કોરોના વાયરસ પછી બજારોએ સૌથી ખરાબ ઘટાડાનો સામનો કરવો પડયો અને બોન્ડ માર્કેટમાં પણ  ઐતિહાસિક ગભરાટ જોવા મળ્યો હતો. વૈશ્વિક રોકાણકારો યુએસ શેરબજારમાંથી અભૂતપૂર્વ દરે નાણાં ખેંચી રહ્યા છે. તેઓ યુએસ ટ્રેઝરી પણ વેચી રહ્યા છે, જેણે દાયકાઓમાં તેમના સૌથી ખરાબ પતનમાંથી એકનો સામનો કર્યો હતો અને ઇક્વિટી મૂલ્યાંકન પર દબાણ ઉમેર્યું હતું.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૫ અને વધનારની સંખ્યા ૧૮૩૦ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા ૨.૨૬%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૨૩%, ટાટા કેમિકલ્સ ૧.૮૭%, એસબીઆઈ કાર્ડ્સ ૧.૪૮%, ભારત ફોર્જ ૧.૨૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૧૨%, વોલ્ટાસ લિ. ૧.૦૪%, ઈન્ફોસીસ લિ. ૦.૯૪% વધ્યા હતા, જયારે ઓરબિંદો ફાર્મા ૨.૮૬%, અદાણી ગ્રીન ૨.૨૩%, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૦૧%, ગ્લેનમાર્ક ફાર્મા ૧.૯૮%, એસીસી ૧.૭૯%, સન ફાર્મા ૧.૭૯%, લ્યુપીન લિ. ૧.૫૬%, ઈન્ડીગો ૧.૩૪%, સિપ્લા લિ. ૦.૯૦% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, જેપી મોર્ગન અને ગોલ્ડમેન  જેવી સંસ્થાના અર્થશાસ્ત્રીઓ, તેમજ રેટિંગ એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વધુને વધુ નિરાશાવાદી બની રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. એપ્રિલમાં ટેરિફની જાહેરાત પહેલાં જ, યુએસ ફેડરલ રિઝર્વે યુ.એસ. માટે તેના વિકાસ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું હતું. આમ, અમેરિકામાં મંદીની શક્યતાઓ પ્રબળ બની છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૯ એપ્રિલે પોતાના કાર્યકાળના ૧૦૦ દિવસના સીમાચિહ્નરૂપ પર પહોંચવાના છે. આ ૧૦૦ દિવસમાં ટેરિફની જાહેરાત, તેનો અમલ મુલતવી રાખવો, એક્ઝિક્યુટિવ ઓર્ડર સહિતના અન્ય નિર્ણયોના કારણે ટ્રમ્પ વૈશ્વિક ચર્ચામાં ઉભરી આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિએ વિશ્વના બજારોને અનિશ્ચિતતા અને ઉથલપાથલ અને અરાજકતા વચ્ચે ફસાવી દીધું છે.

ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી, ઇન્ડેક્સ લગભગ ૧૦% ઘટયો છે, જે બાકીના વિશ્વના મોટાભાગના દેશો કરતાં ખૂબ જ નબળો દેખાવ કરી રહ્યો છે. યુરોપનો સ્તોક્ષ્ક્ષ ૬૦૦, જે વર્ષોથી યુએસ બજારથી પાછળ રહ્યો હતો, તે ૧% ઘટયો છે, જ્યારે વૈશ્વિક વેપાર યુદ્ધનો સૌથી વધુ ભોગ બનેલા ચાઇનીઝ બ્લુ ચિપ્સ, ફક્ત ૧.૨% ઘટયા છે. ડોલર ઈન્ડેક્સ જે ગતિએ ઘટયો છે તે આશ્ચર્યજનક છે. જાન્યુઆરીથી વિશ્વના અન્ય ટોચના ચલણો સામે તેનો ૮% ઘટાડો ૧૯૭૧ પછીની સૌથી ખરાબ દેખાવ છે, જ્યારે સોનામાં ઉછાળો નોંઘાયો છે. ટેરિફના ભયે, વૈશ્વિક મંદીની શક્યતા વધારી છે, કારણ કે કંપનીઓ અને કેન્દ્રીય બેંકરો યુએસ નીતિઓના આધારે નિર્ણયો લેવાનો પ્રયાસ કરે છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!