રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૨૧૨ સામે ૭૯૩૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૩૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૨૧૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ.
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૧૩૯ સામે ૨૪૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૫૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શેરબજારમાં નીચા મથાળે લેવાલીનું પ્રમાણ વધતાં સોમવારે ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ ૮૦૦ પોઈન્ટ ઉછળી ફરી પાછો ૮૦,૦૦૦ થયો હતો. બજારને આજે બેન્કિંગ, એનર્જી અન ઓઈલ-ગેસ શેર્સમાં મોટાપાયે ખરીદીનો ટેકો મળ્યો છે. રોકાણકારોની મૂડી રૂ. ૩ લાખ કરોડ વધી છે.
બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં ખરીદી સતત વધી રહી હતી. બીએસઈ બેન્કેક્સ આજે ૯૪૭ પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈને બંધ રહ્યો હતો. ફેડરલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ અને કેનેરા બેન્કના શેર્સ આજે ટોપ ગેનર રહ્યા છે. ડીસીબી બેન્કનો શેર ૯.૧૭%, આરબીએલ ૬.૮૭% ઉછળ્યો છે.
નિફ્ટી આજે તેજી ૩૦૦થી વધુ પોઈન્ટ ઉછળી ૨૪૪૮૯ થયો હતો.ગત સપ્તાહે શેરબજારમાં ભારે અફરાતફરી મચ્યા બાદ હવે સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ.૩૨૪૬૫ કરોડની ખરીદી નોંધાવી છે. વિદેશી શેરબજાર, યુએસ બોન્ડ અને ડોલરમાં કડકાના પગલે વિદેશી રોકાણકારો ફરી પાછા ભારતીય શેરબજાર તરફ ડાયવર્ટ થયા છે. વધુમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ એશિયન બજારમાં સુધારાની અસર પણ થઈ છે.
શેરબજારમાં ઉછાળાના કારણ જોઈએ તો , વિદેશી રોકાણકારોની છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનથી ૩૨ હજાર કરોડની ખરીદી કરી હતી.સાથે સાથે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારોમાં સફળતાની શક્યતા જોવા મળી હતી.અમેરિકી ડોલર ઈન્ડેક્સ બે વર્ષ બાદ ફરી મંદીમાં જોવા મળીયો હતો. જયારે બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડના ભાવો ઘટ્યા, રૂપિયો મજબૂત બન્યો હતો, સ્થાનિક સ્તરે જો વાત કરીએ તો મજબૂત જીડીપી ગ્રોથ અને ફુગાવામાં સુધારાની અસર થઈ હતી.સાથે સાથે સથાનિક ટોચની કંપનીઓના અપેક્ષા કરતાં મજબૂત ત્રિમાસિક પરિણામો જોવા માળિયા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૨૪૬ અને વધનારની સંખ્યા ૭૧૯ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૫.૧૦%,લ્યુપીન ૪.૨૨%,ગ્લેનમાર્ક ફાર્મા ૩.૯૪%,ભારત ફોર્જ ૩.૪૮%,અદાણી ગ્રીન ૩.૪૨%,ટોરેન્ટ ફાર્મા ૩.૩૬%,સન ફાર્મા ૩.૦૫,જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૯૯ %,એક્સીસ બેન્ક ૨.૫૮% વધ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી ૦.૬૪%,એસીસી ૦.૫૦%,હિન્દુસ્તાન યુનીલીવર ૦.૪૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા...
મિત્રો, ભારત વિદેશી કંપનીઓને તેના પરમાણુ પાવર પ્લાન્ટ્સમાં (ન્યુક્લિયર પ્લાન્ટ્સ) ૪૯% સુધીનો હિસ્સો લેવાની મંજૂરી આપી શકે છે.કારણ કે નવી દિલ્હી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરવા માટે તેના સૌથી વધુ રક્ષિત ક્ષેત્રને ખોલવાની યોજના બનાવે છે. સરકારે ૨૦૨૩થી તેના પરમાણુ વિદેશી રોકાણના માળખાને બદલવાની વિચારણા કરી છે. જો કે, ભારત કાર્બન-સઘન કોલસાને ઉર્જાના સ્વચ્છ સ્ત્રોતો સાથે બદલવા માંગે છે ત્યારે પરમાણુ ક્ષમતા વધારવાની જરૂરિયાત બની ગઈ છે.આ ક્ષેત્રના રોકાણમાં યુએસ સાથે ટેરિફ વાટાઘાટોને વેગ આપવાની સંભાવના છે. ૨૦૦૮ માં, યુએસ સાથેના નાગરિક પરમાણુ કરારમાં યુએસ કંપનીઓ સાથે અબજો ડોલરના સોદાઓ પૂરા પાડવામાં આવ્યા હતા. ભારતના માલસામાન તથા સેવા માટેની આંતરરાષ્ટ્રીય માગમાં જોરદાર વધારા તથા નવા ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિને પગલે વર્તમાન મહિનાનો ભારતનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક એચએસબીસી સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ વધી આઠ મહિનાની ટોચે જોવા મળ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો એપ્રિલ માટેનો સંયુકત પ્રારંભિક પીએમઆઈ ૬૦ રહ્યો છે જે માર્ચમાં ૫૯.૫૦ જોવા મળ્યો હતો. એપ્રિલમાં સતત ૪૫માં મહિને પીએમઆઈ ૫૦થી ઉપર રહ્યો છે જે સંબંધિત ક્ષેત્રમાં વિસ્તરણ સૂચવે છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ જ મહિનામાં નવા બિઝનેસમાં વધારાને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ આવકાર્યો છે.
Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in