April 24, 2025

Subscription
+91 99390 80808

April 24, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૪.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૫૯૫ સામે ૮૦૧૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૫૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૧૧૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૧૬૯ સામે ૨૪૩૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૨૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૧૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી ઉપપ્રમુખની ભારત મુલાકાત દરમિયાન ભારત – અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલમાં પોઝિટીવ ડેવલપમેન્ટ થયાની સાથે એડવાન્ટેજ ભારતને ધ્યાનમાં લઈને વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત શેરોમાં ખરીદદાર બનતાં અને બીજી તરફ ચાઈના પણ ભારત સાથે વેપાર વધારવા પ્રોત્સાહનો આપવા તૈયાર થયાના સંકેતની પોઝિટીવ અસરે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાત બાદ કોમોડિટીના વૈશ્વિક ભાવ અસ્થિર બનતા ઊર્જા તથા મેટલ્સના ભાવમાં ઘટાડો અને સોનાના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. પરિણામે ભારતમાં ફુગાવાનું આઉટલુક અનિશ્ચિત બની ગયું હોવાથી ખાધ્ય પદાર્થોની કિંમતમાં તાજેતરના દિવસોમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફેડરલ રિઝર્વ વચ્ચે વિવાદ વધતાં વૈશ્વિક બજારોમાં ડોલર ઈન્ડેક્સ સતત તૂટી રહ્યો છે ત્યારે રૂપિયા મૂલ્યમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૭૩ અને વધનારની સંખ્યા ૨૦૭૮ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેકનોલોજી ૭.૭૨%, ટેક મહિન્દ્ર ૪.૬૩%, ટાટા મોટર્સ ૪.૫૯%, ઇન્ફોસિસ લિ. ૩.૬૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૫૬%, ટીસીએસ લિ. ૨.૮૪%, સન ફાર્મા ૨.૩૮%, ટાટા સ્ટીલ ૨.૧૭% અને ભારતી એરટેલ ૧.૬૦% વધ્યા હતા, જયારે એચડીએફસી બેન્ક ૧.૯૮%, કોટક બેન્ક ૧.૮૦%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૧%, એકસિસ બેન્ક ૦.૮૭%, આઈટીસી લિ. ૦.૬૮% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૦% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા માલસામાનની આયાત પર ટેરિફમાં કરાયેલા વધારા સામે રિઝર્વ બેન્કે ચિંતા વ્યકત કરી છે. અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને કારણે ભારતની નિકાસમાં ઘટાડો થશે અને ઘરેલુ માગ ધીમી પડશે જેને પરિણામે દેશના એકંદર વિકાસ પર અસર પડશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના બુલેટિનમાં જણાવાયું છે. ટેરિફ વોરને કારણે ભારતની બહારી માંગ પર પણ અસર થશે. અન્ય દેશોની સરખામણીએ ભારતને ટેરિફમાં કેટલાક લાભ જોવાઈ રહ્યા છે છતાં ટેરિફને કારણે આવનારી વૈશ્વિક મંદીથી ઘરઆંગણે વિકાસ તથા નિકાસ કામગીરી પર અસર પડવાની સંભાવના રહેલી હોવાનું બુલેટિનમાં નોંધવામાં આવ્યું છે.

જો કે હાલમાં અનેક મુદ્દે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી ટેરિફની પ્રતિકૂળ અસરની માત્રાનો અંદાજ મેળવવાનું મુશકેલ છે. અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાત બાદ, કોમોડિટીના વૈશ્વિક ભાવ અસ્થિર બની ગયા છે. ઊર્જા તથા મેટલ્સના ભાવ ઘટી ગયા છે અને સોનાના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. આને પરિણામે ભારતમાં ફુગાવાનું આઉટલુક અનિશ્ચિત બની ગયું છે અન્યથા ખાધ્ય પદાર્થોની કિંમતમાં તાજેતરના દિવસોમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ મહિનામાં નબળી કામગીરી બાદ વિકાસમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ અપેક્ષા પ્રમાણે વિકાસ જોવા મળતો નથી.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

ICICI BANK

RELIANCE IND.

AXIS BANK

TATA CONSUMER

error: Content is protected !!