રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૦૮ સામે ૭૯૭૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૨૫૩
પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં
તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૭૧ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૭ પોઈન્ટના
ઉછાળા સાથે ૭૯૫૯૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૧૩૫ સામે ૨૪૧૫૦
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૦૭૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૧૬૯
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી
ઉપપ્રમુખની ભારત મુલાકાતની સાથે સાથે ભારતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૩, એપ્રિલના
વોશિંગ્ટનની મુલાકાત લઈ વેપાર સંધિને અંતિમ મૂકામે લઈ જવા વાટાઘાટ કરવાની તૈયારી
અને બીજી તરફ ચાઈના પણ ભારતથી આયાત વધારવા તૈયાર હોવાના પોઝિટીવ ડેવલપમેન્ટે
વિદેશી ફંડોની ભારતીય શેરબજારમાં અવિરત આક્રમક ખરીદી રહેતા આજે સપ્તાહના બીજા
દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકા-ભારત
વચ્ચે એલ્યુમીનિયમ, ઓટો, સ્ટીલ સહિતમાં શૂન્ય ટેરિફની કોર્પોરેટ ઈન્ડિયાની પહેલ
અને બીજી બાજુ વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની મુલાકાતથી પણ મોટી અપેક્ષાએ
ફંડોની સતત ખરીદીએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક પડકારો અને ફેડ
તથા ટ્રમ્પ વચ્ચેના વિવાદના કારણે ડોલર ઈન્ડેક્સ સતત તૂટી રહ્યો છે ત્યારે રૂપિયા
મૂલ્યમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો
હતો.
બીએસઇ પર
મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, ટેક, પાવર, આઈટી, ફોકસ્ડ
આઈટી, એનર્જી, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ અને સર્વિસ શેરોમાં વેચવાલી જોવા મળી
હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૪ અને વધનારની સંખ્યા ૨૪૭૭
રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં આઈટીસી લિ. ૨.૫૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૨.૦૯%, મહિન્દ્રા
& મહિન્દ્રા ૧.૭૮%, કોટક બેન્ક ૧.૧૧%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૭૨% અને સન
ફાર્મા ૦.૫૪% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૪.૮૮%, પાવરગ્રીડ કોર્પ. ૨.૩૦%,
ઇન્ફોસિસ લિ. ૧.૯૩%, ભારતી એરટેલ ૧.૬૮%, બજાજ ફિનસર્વ ૧.૨૫% અને એનટીપીસી લિ. ૧.૧૦%
ઘટ્યા હતા.
બજારની ભાવિ
દિશા…. મિત્રો, અમેરિકાને ફરી સર્વોપરી અને વિશ્વની મહાસત્તા બનાવી
ધાક જમાવવાના ટ્રમ્પના આ વર્લ્ડ ટ્રેડ વોરમાં વિશ્વ ફરી મહામંદીમાં હોમાઈ જવાનો
ખતરો ઊભો થયો હતો. અમેરિકાના હિતમાં વિશ્વને ટેરિફના નામે ઝુંકાવવા અને બિઝનેસ ડિલ
માટે ટેબલ પર આવવવાની ફરજ પાડવાની અથાગ કોશિષમાં વિશ્વમાં સર્વોપરિતામાં અમેરિકાને
હંફાવી દેનાર ડ્રેગન – ચાઈનાએ ટ્રમ્પને બરોબરની ટક્કર આપીને જેવા સાથે તેવાની
ટ્રમ્પની નીતિનો ટેરિફથી ટેરિફનું શસ્ત્ર ઉગામી પડકારને ઝીલી લીધો છે. અમેરિકા
વિરૂધ્ધ વિશ્વની બની રહેલું વર્લ્ડ ટ્રેડ વોર હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈના સુધી
સીમિત બનવા લાગ્યું છે.
ચાઈનાને વિશ્વથી એકલું અટલું કરવાના ટ્રમ્પના મનસુબા અત્યારે તો ટ્રમ્પ વિશ્વના અનેક દેશોના હિતેચ્છું હોવાનો આભાસ ઊભો કરવા ૯૦ દિવસની મહોલત આપીને ટેરિફ અમલ ટાળવાનો નિર્ણય લીધો છે. પરંતુ હજુ આકરાં ટેરિફ દરો લાગુ થવાની શક્યતા તો છે જ. જેથી દરેક દેશો સાથે ટેરિફ-ટ્રેડ ડિલ કરવાની અમેરિકાની વાટાઘાટ આગામી ૯૦ દિવસ સુધી ચાલતી રહેશે અને હજુ વૈશ્વિક બજારોમાં ત્રણ મહિના અનિશ્ચિતતા બની રહેવાની પૂરી શકયતા સાથે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in