April 21, 2025

Subscription
+91 99390 80808

April 21, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૩૭૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૪૩૭૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૪.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૫૫૩ સામે ૭૮૯૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૮૭૭૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૮૫૧ સામે ૨૩૮૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૮૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૧૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ થકી દેશ-દુનિયામાં સંપૂર્ણ દ્વીપક્ષી વેપાર સંધિઓમાં દેશોને ફેરફાર કરવા મજબૂર કરી દીધા બાદ હવે આ ટ્રેડ વોર વાસ્તવમાં ખાસ ચીનની નીતિને અંકુશમાં લેવા અને વિશ્વ મહાસત્તા તરીકે અમેરિકા માટે વધુ જોખમી ન બને એ દિશામાં ફંટાઈ જઈ હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈનાના યુદ્વમાં પરિણમ્યુ હોવાથી એડવાન્ટેજ ભારત બનતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વિદેશી રોકાણકારોનું કમબેક અને આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્કના ત્રિમાસિક પરિણામોની સકારાત્મક અસર સાથે બેન્કિંગ-ફાઈનાન્સ શેરોમાં આકર્ષક તેજીના કારણે અંદાજીત ત્રણ મહિના બાદ બીએસઈ સેન્સેક્સ ૭૯૦૦૦ પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૦ પોઈન્ટનું અત્યંત મહત્ત્વનું લેવલ પરત મેળવવામાં સફળ રહ્યા હતા.

એક તરફ વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં તેમજ આર્થિક મંદીની ભીતિ વચ્ચે એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં કમબેક કર્યું અને બીજી તરફ સ્થાનિક સ્તરે જીડીપી ગ્રોથ મજબૂત રહેવાના સંકેતો તેમજ ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે સમાધાન અને વેપાર કરારો થવાની સંભાવનાને કારણે શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૭.૦૬ લાખ કરોડ વધીને ૪૨૬.૧૨ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૮ અને વધનારની સંખ્યા ૨૯૧૮ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ ૧.૩૨%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૦૪%, આઈટીસી લિ. ૧.૦૪%, એશિયન પેઈન્ટ ૦.૯૯%, નેસ્લે ઇન્ડિયા ૦.૩૭%, ભારતી એરટેલ ૦.૩૦% અને સન ફાર્મા ૦.૨૯% ઘટ્યા હતા, જયારે ટેક મહિન્દ્ર ૪.૯૧%, ઇન્ડસઇન્ડ બેન્ક ૪.૨૪%, પાવરગ્રીડ કોર્પોરેશન ૩.૬૧%, બજાજ ફિનસર્વ ૩.૫૧%, મહિન્દ્રા & મહિન્દ્રા ૩.૨૮%, એચસીએલ ટેકનોલોજી ૨.૯૨%, એકસિસ બેન્ક ૨.૬૨%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૨.૪૫% અને કોટક બેન્ક ૨.૩૮% વધ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવે છે, જ્યારે ઘણા દેશો યુએસ ટેરિફથી વધુ સીધી રીતે પ્રભાવિત થાય છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે, ભારતને હવે વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યારે ચીન યુએસ ટેરિફના જવાબમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે ભારતે શાંત વલણ અપનાવ્યું છે અને યુએસ સાથે કામચલાઉ વેપાર કરાર પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા બે ક્વાર્ટરમાં ભારતીય શેરબજારમાં લગભગ ૧૦%નો ઘટાડો જોવા મળ્યો હતો. આનું કારણ આર્થિક વૃદ્ધિ, શેરના ઊંચા મૂલ્યાંકન અને વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચાણ અંગેની ચિંતા હતી.

આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ૧૬ બિલિયન ડોલરથી વધુ ભારતીય ઇક્વિટી વેચી છે, જ્યારે ૨૦૨૨માં આ આંકડો ૧૭ બિલિયન ડોલર હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. જોકે, હવે બજારમાં થોડી રાહત જોવા મળી રહી છે કારણ કે શેરના ભાવ તુલનાત્મક રીતે સસ્તા થયા છે, અને એવી અપેક્ષા છે કે રિઝર્વ બેંક વ્યાજ દર ઘટાડીને અર્થતંત્રને ટેકો આપશે. ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. જો કે ભારત યુએસ ટેરિફથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી, પરંતુ તેની સીધી અસર અન્ય દેશોની તુલનામાં ઘણી ઓછી છે. ભારતની અમેરિકા પર નિર્ભરતા ઓછી છે, ખાસ કરીને માલની નિકાસમાં. જો ક્રૂડ ઓઈલના ભાવ નીચા રહેશે, તો અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં તેજી તરફી રુખ જોવા મળી શકે છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

TATA COMM.

ICICI BANK

GODREJ CP

DR. REDDY’S LAB.

error: Content is protected !!