રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૦૪૪ સામે ૭૬૯૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૬૬૫
પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં
તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૫૧ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦૮ પોઈન્ટના
ઉછાળા સાથે ૭૮૫૫૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૪૩૩ સામે ૨૩૩૯૯
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૮૫૧
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે પડકારોની અનિશ્ચિતતાઓ વચ્ચે આજે સપ્તાહના ચોથા અને
અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ
અને નિફ્ટી ફ્યુચરની નબળી શરૂઆત બાદ નીચા મથાળે નવી લેવાલી નોંધાતા સેન્સેક્સ અંદાજીત
૧૫૦૦ પોઈન્ટ ઉછળી ૭૮૫૦૦ પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચર અંદાજીત ૪૦૦ પોઈન્ટ ઉછાળી ૨૩૮૦૦
પોઈન્ટનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા.
સ્થાનિક સ્તરે પોઝિટિવ ઈકોનોમી આઉટલૂક, આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં
વધુ ૦.૫૦% ઘટાડાના અહેવાલો અને મજબૂત નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેતાં બેન્કિંગ
અને ફાઈનાન્સિયલ શેર્સમાં તેજી નોંધાતા ભારતીય શેરબજાર અંદાજીત ૨%ના ઉછાળા સાથે
બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ચીન તથા અમેરિકા વચ્ચે ટેરીફ યુદ્ધના પગલે વૈશ્વિક
ડોલર ઈન્ડેક્સ સતત નબળો પડતા આજે રૂપિયો વધુ ૧૦ પૈસા મજબૂત બની ૮૫.૫૪ આસપાસ ટ્રેડ
થઈ રહ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ટેલિકોમ્યુનિકેશન, ફાઈનાન્શિયલ
સર્વિસીસ, સર્વિસીસ, ટેક એનર્જી અને ઓટો શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે
અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૨૨ અને વધનારની સંખ્યા ૨૪૨૭
રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર ૦.૨૪% અને મારુતિ સુઝુકી ૦.૦૪% ઘટ્યા હતા, જયારે
ઝોમેટો લિ. ૪.૩૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૬૮%, ભારતી એરટેલ ૩.૬૩%, સન ફાર્મા ૩.૫૦%,
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૩.૨૮%, બજાજ ફિનસર્વ ૩.૨૪%, કોટક બેન્ક ૩.૦૬%, રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ ૨.૯૦% અને એકસિસ બેન્ક ૨.૫૧% વધ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો,
યુએસ ૨ એપ્રિલે જાહેર કરાયેલ પારસ્પરિક ટેરિફ લાદશે તો
આગામી બે વર્ષમાં ભારત, ચીન અને જાપાન જેવી મુખ્ય એશિયા-પેસિફિક અર્થવ્યવસ્થાને ફટકો
પડી શકે છે તેમ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે આગાહી કરી છે. ટેરિફ અને તેના અમલીકરણની
યુએસની ધમકી વૈશ્વિક વેપાર અને વિશ્વાસને સીધી એસર કરશે. યુ.એસ. અને ચીન પર
પ્રદેશની નિકાસ નિર્ભરતાને કારણે ઉત્પાદકો અને નાની અર્થવ્યવસ્થાઓ ખાસ કરીને
પ્રભાવિત થશે. ભારત માટે, એસએન્ડપીએ માર્ચમાં ૨૦૨૫ અને ૨૦૨૬ માટે અનુક્રમે ૬.૫%
અને ૬.૮% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. પરંતુ જો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા
જાહેર કરાયેલ પારસ્પરિક ટેરિફ અમલમાં આવે, તો એસએન્ડપી અનુમાન કરે છે કે આ વૃદ્ધિ
દરો ઘટીને અનુક્રમે ૬.૩% અને ૬.૫% થઈ જશે.
ટ્રમ્પે ૯ એપ્રિલના રોજ ચીન સિવાયના દેશો પર ટેરિફ લાદવાનું ત્રણ
મહિના માટે મુલતવી રાખ્યું હતું. જો કે, યુએસમાં નિકાસ પર ૧૦% વધારાની ડયુટી, જે ૨
એપ્રિલે જાહેર કરવામાં આવી હતી, તે હજુ પણ ચાલુ છે. જો ૨ એપ્રિલે જાહેર કરાયેલા
ટેરિફનો સંપૂર્ણ અમલ થાય છે, તો ચીન, જાપાન અને ભારત જેવા મુખ્ય એશિયા-પેસિફિક
અર્થતંત્રોમાં આગામી બે વર્ષમાં ૦.૨ – ૦.૪%નો વૃદ્ધિદર ઘટશે. વિયેતનામ, થાઈલેન્ડ
અને તાઈવાનને સૌથી મોટો સીધો ફટકો પડશે. ઉપરાંત, ભૌગોલિક રાજકીય અને આર્થિક
પ્રભાવો ગંભીર થશે. જો ચીન-યુએસ સંબંધો વધુ બગડશે, તો તે વિશ્વાસને વધુ નબળો પાડશે
અને વૈશ્વિક વેપાર પ્રવાહને ગંભીર રીતે અસર કરશે. આ ઘટનાઓ તીવ્ર વૈશ્વિક મંદીનું
કારણ બની શકે છે તેથી અગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in