April 19, 2025

Subscription
+91 99390 80808

April 19, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે...!!

નિફટી ફ્યુચર ૨૩૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૪.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૧૫૭ સામે ૭૬૮૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૪૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૭૩૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૧૭ સામે ૨૩૨૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૨૫૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૩૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજારમાં આજે પણ ટેરિફવૉરમાં ૯૦ દિવસની રાહતની સકારાત્મક અસર જોવા મળી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આકરી ટેરિફ નીતિના નિર્ણયોને પરિણામે કોર્પોરેટ અમેરિકા અને સ્થાનિક લોકોના આકરાં વિરોધનો સામનો કરવાનો વખત આવતાં હવે રોલબેક કરવાની પડી રહેલી ફરજના પોઝિટીવ પરિબળે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક સુધારા સાથે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી મજબૂતી સામે ટેરિફવૉરના કારણે ડૉલર ઇન્ડેક્સ બે વર્ષની નીચી સપાટીએ નોંધાતા અને યુએસ બોન્ડ માર્કેટમાં પણ કડાકો થતાં વિદેશી રોકાણ વધવાની શક્યતા સાથે સ્થાનિક સ્તરે આરબીઆઇ દ્વારા ફુગાવો કાબૂમાં રહેવાની સાથે પોઝિટિવ અર્થતંત્રનો આશાવાદ રજુ કરતા આજે ભારતીય શેરબજાર અંદાજીત ૨%થી વધુના ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૦૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૨૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ફાઈનાન્શિયલ સર્વિસીસ, કોમોડિટીઝ, મેટલ અને સર્વિસીસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૮૫ અને વધનારની સંખ્યા ૩૩૦૨ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈટીસી લિ. ૦.૩૬% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૨૩% ઘટ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૬.૮૪%, ટાટા મોટર્સ ૪.૫૦%, લાર્સેન લિ. ૪.૫૦%, એકસિસ બેન્ક ૪.૧૮%, અદાણી પોર્ટ ૪.૦૨%, એચડીએફસી બેન્ક ૩.૨૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૮૬%, એચસીએલ ટેકનોલોજી ૨.૬૧% અને મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૪૨% વધ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાને ફરી સર્વોપરી અને વિશ્વની મહાસત્તા બનાવી ધાક જમાવવાના ટ્રમ્પના આ વર્લ્ડ ટ્રેડ વોરમાં વિશ્વ ફરી મહામંદીમાં હોમાઈ જવાનો ખતરો ઊભો થયો હતો. અમેરિકાના હિતમાં વિશ્વને ટેરિફના નામે ઝુંકાવવા અને બિઝનેસ ડિલ માટે ટેબલ પર આવવવાની ફરજ પાડવાની અથાગ કોશિષમાં વિશ્વમાં સર્વોપરિતામાં અમેરિકાને હંફાવી દેનાર ડ્રેગન – ચાઈનાએ ટ્રમ્પને બરોબરની ટક્કર આપીને જેવા સાથે તેવાની ટ્રમ્પની નીતિનો ટેરિફથી ટેરિફનું શસ્ત્ર ઉગામી પડકારને ઝીલી લીધો છે. અમેરિકા વિરૂધ્ધ વિશ્વની બની રહેલું વર્લ્ડ ટ્રેડ વોર હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈના સુધી સીમિત બનવા લાગ્યું છે.

ચાઈનાને વિશ્વથી એકલું અટલું કરવાના ટ્રમ્પના મનસુબા અત્યારે તો ટ્રમ્પ વિશ્વના અનેક દેશોના હિતેચ્છું હોવાનો આભાસ ઊભો કરવા ૯૦ દિવસની મહોલત આપીને ટેરિફ અમલ ટાળવાનો નિર્ણય લીધો છે. પરંતુ હજુ આકરાં ટેરિફ દરો લાગુ થવાની શક્યતા તો છે જ. જેથી દરેક દેશો સાથે ટેરિફ-ટ્રેડ ડિલ કરવાની અમેરિકાની વાટાઘાટ આગામી ૯૦ દિવસ સુધી ચાલતી રહેશે અને હજુ વૈશ્વિક બજારોમાં ત્રણ મહિના અનિશ્ચિતતા બની રહેવાની પૂરી શકયતા સાથે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!