April 13, 2025

Subscription
+91 99390 80808

April 13, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૨૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે...!!

નિફટી ફ્યુચર ૨૨૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૪.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૮૪૭ સામે ૭૪૮૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૭૬૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫૧૫૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૭૯ સામે ૨૨૭૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૭૪૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૯૧૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ સતત વણસી રહી હોવાથી વૈશ્વિક અનિશ્ચિતતા સામે ટ્રમ્પ દ્વારા ૭૦થી વધુ દેશોને રેસિપ્રોકલ ટેરિફના અમલીકરણમાં ૯૦ દિવસની રાહત આપતાં વૈશ્વિક બજારોમાં આકર્ષક ઉછાળા સાથે આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રમ્પની આ રાહતથી ભારતનાં અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર માટે ભારતને વધુ ૯૦ દિવસનો સમય મળતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાની અને કિંમતો ઘટાડવાની જાહેરાત કરતાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૦૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કોમોડિટીઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, યુટીલીટીઝ, પાવર, એનર્જી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૪૬ અને વધનારની સંખ્યા ૩૧૧૫ રહી હતી, ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એશિયન પેઈન્ટ ૦.૭૬% અને ટીસીએસ લિ. ૦.૪૩% ઘટ્યા હતા, જયારે ટાટા સ્ટીલ ૪.૯૧%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૭૨%, એનટીપીસી લિ. ૩.૨૫%, કોટક બેન્ક ૨.૮૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૮૪%, અદાણી પોર્ટ ૨.૮૧%, ઝોમેટો લિ. ૨.૬૫%, બજાજ ફિનસર્વ ૨.૫૬% અને ભારતી એરટેલ ૨.૪૨% વધ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના ટેરિફના પરિણામે વિશ્વ મહા વેપાર યુદ્ધમાં હોમાયું છે. અમેરિકામાં આયાત પર વિશ્વના અનેક દેશો પર આકરાં ટેરિફ લાગુ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પના આકરાં વલણ સામે જેવા સાથે તેવાની નીતિમાં ચાઈનાએ અમેરિકાથી થતી ચીજોની આયાત પર ૧૪૫% લાગુ કરવાનો નિર્ણય લેતાં અને યુરોપના દેશો પણ અમેરિકા સામે આકરાં ટેરિફ પગલાં લેવાની તૈયારીમાં હોવાના અહેવાલો પાછળ વૈશ્વિક શેરબજારમાં વેચવાલીના દબાણે ઝડપી પીછેહઠ જોવા મળી હતી. અમેરિકાની રેસિપ્રોકલ ટેરિફની વિશ્વ પર માઠી અસરની સાથે અમેરિકાનું અર્થતંત્ર પણ મોંઘવારી અને મંદીમાં સરી પડવાના અંદાજો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ચીન સિવાય અન્ય ૭૫ જેટલા દેશો પર ઊંચા ટેરિફ દર ૯૦ દિવસ સ્થગિત રાખવાનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક શેરબજારોમાં રીકવરી જોવા મળી હતી.

૨, એપ્રિલના ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ્સની આયાત પર રેસિપ્રોકલ ટેરિફ નહીં લાદીને બાકાત રાખવાના સંકેત આપ્યા બાદ હવે ટૂંક સમયમાં ટેરિફ લાદવાનું જાહેર કરવાના કરેલા નિવેદને અને અમેરિકાએ ચાઈના પર આકરાં ટેરિફ લાગુ કરતાં અને વળતાં ચાઈનાએ પણ અમેરિકા પર ટેરિફ લાદતાં વૈશ્વિક મેટલ વેપાર ખોરવાઈ જવાની દહેશત વચ્ચે લંડન મેટલમાં નોન-ફેરસ મેટલના ભાવો તૂટતાં અને ભારતના મેટલ આયાત માટેના ક્વોલિટી માપદંડો આકરાં હોવાનું કહી આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ આયાતની મંજૂરી આપવા ભારત પર દબાણ કરવાની શરૂઆત તેમજ ઓટોમોબાઈલ ક્ષેત્રે વાહનોની અમેરિકામાં આયાત પર આકરાં ટેરિફના પરિણામે ઓટો ઉદ્યોગમાં મંદીના એંધાણની શક્યતા જોવાઈ રહી છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

ORIENT TECH.

SIRCA PAINTS

APEX FROZEN

GAIL INDIA

GODREJ CP

error: Content is protected !!