April 13, 2025

Subscription
+91 99390 80808

April 13, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૨૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે...!!

નિફટી ફ્યુચર ૨૨૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૪.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૨૨૭ સામે ૭૪૧૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૬૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૪૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૮૪૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૩૦ સામે ૨૨૫૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૪૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૪૭૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…     

વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના પગલે ભારતીય શેરબજાર ભારે વોલેટાઈલ બન્યું છે. અમેરિકાએ ચાઈના પર વધુ ટેરિફ લાદતાં અને હજુ ૫૦% ટેરિફ લાદવાની ચેતવણી આપતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની ભીતિ અને અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતાએ વૈશ્વિક બજારોમાં કડાકાની સ્થિતિ સામે સ્થાનિક સ્તરે આરબીઆઈ દ્વારા વ્યાજના દરમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરતાં ફુગાવામાં ઘટાડો અને વપરાશ માંગ વધવાના અંદાજ છતાં આજે ભારતીય શેરબજાર વૈશ્વિક સંકેતોની અસરે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો હતો, જો કે આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં અને આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરતાં રૂપિયો ડોલર સામે ૩૦ પૈસા તૂટી ૮૬.૫૬ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૫૯ અને વધનારની સંખ્યા ૧૫૨૯ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં નેસ્લે ઇન્ડિયા ૩.૨૪%, હિન્દુસ્તાન યુનિલીવર ૨.૬૩%, ટાઈટન કંપની લિ. ૧.૬૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૫૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૩%, આઈટીસી લિ. ૦.૮૭%, એશિયન પેઈન્ટ ૦.૬૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૭% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૪% વધ્યા હતા, જયારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૩.૪૩%, ટેક મહિન્દ્ર ૩.૩૫%, લાર્સેન લિ. ૩.૨૩%, ટાટા સ્ટીલ ૨.૩૦%, સન ફાર્મા ૨.૧૮%, ઇન્ફોસિસ લિ. ૧.૭૬%, ઝોમેટો લિ. ૧.૭૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૬૫% અને એકસિસ બેન્ક ૧.૪૭% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વૉરની શરૂઆત કરતાં વૈશ્વિક શેરબજારોમાં ભારે કડાકો નોંધાયો છે ત્યારે આરબીઆઈએ મોનિટરી પોલિસીની મહત્ત્વપૂર્ણ બેઠકના અંતે રેપો રેટમાં ૦.૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી ૬% સાથે મોટી રાહત આપી છે. એટલે કે હવે આવનારા દિવસોમાં લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં પણ ઘટાડો નોંધાશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સતત બીજી વખત આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. અગાઉ નાણાકીય વર્ષ ૨૦૨૪૨૫ની ફેબ્રુઆરી માસની છેલ્લી ફાયનાન્શિયલ મીટિંગમાં આરબીઆઈએ રેપો રેટને ૬.૫૦% થી ઘટાડીને ૬.૨૫% કર્યો હતો. આ ઘટાડો લગભગ પાંચ વર્ષ બાદ કરવામાં આવ્યો હતો.

રેપો રેટમાં ઘટાડો થતાં બેન્કો પણ હાઉસિંગ અને ઓટો જેવી લોન સામેના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. જ્યારે વ્યાજદરો ઘટશે તો હાઉસિંગની ડિમાંડ વધશે અને મોટાભાગના લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થશે. આગામી દિવસોમાં કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પણ જાહેર થશે જેના પગલે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક સુધારો જોવા મળી શકે છે. જો કે, ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલું ટ્રેડવૉર ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી ભીતિ વર્તાઈ રહી છે, ઉપરાંત યુરોપના અન્ય દેશો પણ ટ્રેડવૉરમાં ભાગ લેવા સજ્જ બન્યા છે, ત્યારે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

ORIENT TECH.

SIRCA PAINTS

APEX FROZEN

GAIL INDIA

GODREJ CP

error: Content is protected !!